એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની કંપનીનું ડુપ્લિકેટીંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં કયદેસરની કાર્યવાહી કરવા અર્થોરિટી આપવામાં આવેલ છે, અને તેઓને માહિતી મળેલ છે કે, “અમદાવાદ શહેર નરોડા રોડ મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં-બી-102 ના બીજા માળે શબ્બીરઅલી શેખ વિમલ પાન મસલાનું ડુપ્લિકેટીંગ કરી વેચાણ કરે છે.” વિગેરે મતલબની લેખિત રજુઆત કરતા તેઓને સાથે રાખી પો.સ.ઇ એમ.બી.ચાવડા એ સ્ટાફના માણસો સાથે હકિકતવાળી જગ્યા અમદાવાદ શહેર, નરોડા રોડ, મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નું-બી-102 ના બીજા માળે તપાસ કરતા આરોપી શબ્બીરઅલી સરાફતઅલી શેખ ઉ.વ.43 રહે. સૈયદ રિયાઝહુસેનની ચાલી, ચારતોડા કબ્રસ્તાન, ગોમતીપુર, અમદાવાદ શહેરનાનો ડુપ્લિકેટ વિમલની બનાવટ કરતા ડુપ્લિકેટ વિમલ બનાવવાના ઇલેક્ટ્રીક મશીન નંગ-03 કિ.રૂ.45,000/- તથા ડુપ્લિકેટ વિમલના પેકેટ કુલ્લે નંગ-1005 કિ.રૂ.1,20,935/- તથા પાન-મસાલા બનાવવામાં વપરાતો સોપારીવાળો કાચો માલ આશરે 110 કિ.ગ્રા. કિ.રૂ.27,500/- તથા પાન-મસાલામાં વપરાતો પાવડર આશરે 12 કિ.ગ્રા. કિ.રૂ.2160/- તથા નાના- મોટા વિમલ પાન-મસાલા લખેલ રોલ નંગ-8 કિ.રૂ.00/- તથા સેલોટેપના રોલ નંગ-2 કિ.રૂ.00/- મળી કુલ્લે કિ.રૂ.1,95,595/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા ઉપરોક્ત મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે વિમલ કંપનીના મેનેજરશ અમિત બુધમલ શ્યામસુખા એ કાયદેસર ફરીયાદ આપતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011230193/2023 ધી કોપીરાઇટ એક્ટ નો ગુનો દાખલ થવા પામેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઇ. એમ.બી. ચાવડા નાઓ ચલાવી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(1) શ્રી જે.વી.રાઠોડ પો.ઇન્સ. (માર્ગદર્શન)
(2) શ્રી એમ.બી.ચાવડા પો.સ.ઇ.
(૩) અ.હે.કો. હરપાલસિંહ ધવનસંગઇ
(4) અ.હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ
(5) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ