Categories
Amadavad

અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 27 Second

. અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી
અમદાવાદ
અમદાવાદના ડોક્ટર જયવીર સિંહ ઝાલા પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને ડોક્ટરો પાસેથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાવ્યુ હતુ. જ્યારે ડોક્ટર પૈસા પાછા ના આવતા તેમના જોડે છેતરપિંડી થઈ હતી. તેવુ લાગતા તેમને તેથી ડોક્ટરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આજ કાલ લોકો ઓનલાઈન છેતરિપંડી વધારે કરતા હોય છે. જેમાં ભણેલા લોકો પણ ફસાઈ જાય છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં રહેતા ડોક્ટર જયવીરસિંહ ઝાલા ઉ. 68 છે. આંબાવાડી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. અને મેમનગરમાં પોતાની એક હોસ્પિટલ ધરાવે છે. તેવામાં 04-04-2024ના તેવો ઘરે હતા. ત્યારે તેમના ઉપર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ આવે છે. અને તેમને કહેવામાં આવે છે. કે તમારે શેર બજારમાં રોકાણ છે કે નહી. તેમને હા પાડતા જો તમારે વધારે પૈસાનું રોકાણ કરવુ હોય તો તે માટે વિવિધ પ્રકારના મેસસ હતા. અને ડોક્ટર જયવીર સિંહને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દીધા હતા. અને તેના અંદર વિવિધ શેર બજારના શેરો વિષે જાણકારી આપવામાં આવી હતી.
જેથી ડોક્ટર જયવીરસિંહે ઝાલાએ વોટ્સએપ પર થી જે શેરોમાં રોકાણ કરવુ હોય તે લીંક ઉપર ક્લિક કરતા તેમના કહેવામાં આવ્યુ હતુ. પોતાનું એકાઉન્ડ નંબર નાખ્યુ હતુ. અને થોડા થોડા કરીને 10 લાખ રૂપિયા જેટલુ રોકાણ કર્યુ હતુ. તેવામાં જ્યારે પોતાના પૈસા પાછા લેવા ગયા હતા. ત્યારે પૈસા પાછા ના આવતા તેમને જે વોટ્સએપ ગ્રુપ પર મેસસ આવ્યો હતો. તે નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેથી તેમને વિશ્વાસધાત થયો હોય તેવુ લાગતા તેમને તરત જ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

1 0
Read Time:2 Minute, 10 Second

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

અમદાવાદ

અમદાવાદમાં 147ની રથયાત્રા નિકળવાની છે. તે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા 1100 પોલીસ કર્મી, 3ડી મેપિગ, એઆઈ, 1500 થી વધારે સીસીટીવી દ્વારા રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ તરીકે દેખાશે.તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં 7 જુલાઈઅ જગન્નાથ મંદિરની 147ની રથયાત્રા નિકળવાની છે. તેનો લાભ લેવા માટે અમદાવાદાના લોકો પણ નહી પણ સમગ્ર દેશ અને વિદેશથી લોકો આ રથયાત્રાને જોવા અને દર્શન કરવામાં આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શન કરે છે. તે ભાગ રૂપે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની અસુવિધાના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.અમદાવાદમાં રથયાત્રાના દિવસે 1500 થી વધારે પોલીસ કર્મી ખડે પગે રહેશે. અને 1500થી વધારે સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. અને 3ડી મેપિગ દ્વારા દરેક રસ્તા ઉપર દેખરેખ રાખવામાં આવશે. અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા એઆઈની પણ મદદ લેવામાં આવશે. અને મોટા ભાગના પોલીસ જનવાનોના જોડે પોકેટ કેમેરો લગાવામાં આવશે. જેથી રથયાત્રાના નાનામાં નાની ગતિવીધી પર નજર રાખવામાં આવે. અને જ સંવેદનશીલ વિસ્તારમાં છે. તેના ઉપર ખાસ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ દેખાશે. તેને પોલીસ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Blog

અમદાવાદ માધવપુરા D સ્ટાફ ઉંઘ માં ?? ઝોન 2 ડીસીપી ની સફળ રેડ..

0 0
Read Time:3 Minute, 27 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

આજે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગુહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-1/3૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અનેકો વાર ઝોન 2 ડીસીપી, અમદાવાદ શહેર PCB, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવાના આવી છે અને મસ મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવ્યો છે પરંતું માધવપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ માત્ર 2 ,5 લીટર ના દેશી દારૂ ના કેસ કરીને. સંતોષ માની લેછે અને ઉપલા અઘિકારીઓ આખ આડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી એક મોટો સવાલ છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

1 0
Read Time:3 Minute, 28 Second

☝️☝️નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

નિકોલમાં ધંધાકીય અદાવતમાં છ શખ્સોએ વેપારીનું BMW કારમાં અપહરણ કરીને રૂ.૩.૮૫ લાખની લૂંટ ચલાવી મારી માર્યો હતો. સુરતની કંપનીમાંથી નોકરી છોડ્યા બાદ અન્ય કંપનીમાં નોકરી પર લાગ્યો તેની અદાવત રાખીને વેપારી માલ ડિલિવરી આપીને ઘરે પરત જતોહતો તે સમયે બે બાઈક અને એક BMW કારચાલક આવ્યા અને વેપારીને માર મારીને BMW ગાડીમાં ગોંધી નીકળી ગયા હતા.

આ મામલે પોલીસે ૬ આરોપીની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
નિકોલમાં કૃષ્ણધામ સોસાયટીમાં સંજય બાલધા (ઉ.વ.૪૯) પરિવાર સાથે રહે છે. સુરતની ખાનગી કંપનીમાં ફ્રેન્ચાઈઝી લઈને ધંધો કરે છે. બુધવારે સંજય ધંધાના કામ અર્થે નીકળ્યા હતા. થોડા વર્ષ અગાઉ સંજય સુરતની જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીમાં બીજા બે માણસોની નિમણૂક તેમના જ વિસ્તારમાં કરવા આવી હતી. તેથી સંજયને ધંધામાં તકલીફ પડી રહી હતી. તેથી તેને નોકરી છોડી દીધી હતી. બીજી તરફ જૂની કંપનીની ગાડી સંજય પાસે હતી પરંતુ તેના હપતા તેઓ રેગ્યુલર ભરપાઈ કરતા હતા તેમ છતાંય અદાવત રાખીને સુરતના ચેતન ધાનાણીએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. અને તેની સાથે રાખેલા રોકડા પણ લઈ લીધા હતા.
બુધવારે સંજય તેમની કંપનીનો માલ-સામાન વેચીને ઘરે જવા નીકળતા હતા તે સમયે સાંજે નિકોલમાં આવેલી એક સોસાયટીની બહાર ત્રણ વ્યક્તિ આવ્યા હતો. જેમાં દિવ્યાંગ ખોખરિયા અને ચેતન ધાનાણી હતા. દિવ્યાંગે સંજયને લાફો મારીને ટેમ્પામાંથી ઉતારી દીધા હતા.

આ દરમિયાન ચેતન અને અક્ષય બન્નેએ ભેગા મળીને સંજયને બળજબરીપૂર્વક BMW ગાડીમાં બેસાડી દીધા હતો. ગાંધીનગરમાં રહેતો શખ્સ સંજયને ગાળો બોલવા લાગ્યો હતો. ગાડીમાં બેસાડ્યા બાદ પાછળની સીટમાં યશ ભટ્ટ અને ચેતન ધાનાણી અને ડ્રાઈવર સીટ પર ભાવિન જે સુરતના રહેવાસી છે તેણે સંજયનું અપહરણ કરીને તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 1.20 લાખ અને તેમના ટેમ્પામાં રહેલો સામાન આશરે રૂ. ૩૫ હજાર અને ટેમ્પો એમ કુલ મળીને ૩.૮૫ લાખની લૂંટ ચલાવીને સંજયને ખોડિયારનગર ચાર રસ્તા પાસે નીચે ઉતારી દીધો હતો. બાદમાં સંજયે પોલીસે ફોન કરી સંપૂર્ણ હકીકત જાણ પોલીસને કરી હતી. અને પોલીસે ગણતરી કલાકોમાં છ આરોપીને ચેતન ધાનાણી (રહે. સુરત), અક્ષય ડોબરિયા, દિવ્યાંગ ખોખરિયા (રહે. ન્યૂ રાણીપ), યશ ભટ્ટ (રહે. ગાંધીનગર), ભાવિન (રહે. સુરત) અને સંદીપ ભટ્ટ (રહે. ગાંધીનગર) ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વાડજ માં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર

0 0
Read Time:2 Minute, 15 Second

વાડજમાં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર અમદાવાદ. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા મનોજભાઈના ઘરે ગુરુવાર રાત્રે ધાબા ઉપર સુઈ રહ્તા હતા. તેમના પરિવાર સાથે ત્યારે તેમના ઘરે અજાણ્યા શખ્સે ઘરમાં ખુસીને કિંમતી વસ્તુની ચોરી કરીને ભાગી ગયો હતો. તે કિમનતી વસ્તુ 1,96,000 રૂપિયા થાય છે. જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જોધાવી છે.અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયે જ્યારે ઉનાળાનો સમય હોય અને ગરમી સખત પડતી હોય ત્યારે પરિવારના દરેક સભ્યો ગર્મીના લીધે ધાબા ઉપર સુવા જતા હોય છે. બસ આ તકનો લાભ લઈને ચોરો ઘરમાં ઘૂસીને ચોરી કરતા હોય છ. આવો બનાવ વાડજમાં ચંદ્રભાગા રો હાઉસમાં રહેતા મનોજભાઈ પંચાલના ઘરે બન્યો હતો. જ્યારે તે રાત્રીના સમયે જમીન કરીને પોતાના પરિવાર સાથે ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે સવારે તેમની માતા નીચે આવી હતી. ત્યારે તેમને જોઈ હતુ કે ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો. અને ઘરમાં બધી વેરવિખેર હતી. જ્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ત્યારે તેમની માતાએ ધાબા ઉપર સુતેલા મનોજભાઈને બૂમ પાડી હતી. ત્યારે મનોજભાઈ નીચે આવતા જોયુ તો તેમના પાકીટમાંથી 4000 હજાર રૂપિયા ગાયબ હતા. અને બીજા રૂમમાં જઈને જોયુ તો .કિમતી સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. તેની કિલુ કિંમત 1,96,000 હજાર રૂપિયા થાય છે.તે જોતા તે ગંભરાઈ ગયા હતા. અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં મંદિરના જીર્ણોદ્ધાર મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત, સાત લોકો ઈજાગ્રસ્ત

0 0
Read Time:54 Second

અમદાવાદમાં મંદિરના જીર્ણોદ્ધાર મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત, સાત લોકો ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 70 વર્ષીય નેવીબેન મેવાડાનું મોત થયું છે, જ્યારે ઘાયલ સાત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઝોન-1ના ડીસીપી સફીન હસને કહ્યું કે, “આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.” ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના ઝોન 2 ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ના સટ્ટાનો જુગાર રમતા 2 આરોપીને ઝડપી પાડયા

0 0
Read Time:2 Minute, 46 Second

આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા બે આરોપીઓને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ કચરાજી તથા હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ તથા અ.લો.૨. રોનકકુમાર જયરામભાઈ બને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૬ રો નંબર- બી સીટ નં ૧૩૩ તથા તેની બાજુમાં બેઠેલ આરોપીઓએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુ મેચે પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટાની આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઈલ ફોન નંગ-૦૨ તથા રોકડા નાણા રૂ.૧૩,૨૦૦/- મળી કુલ્લે રૂ.૨૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેઓની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :- (૧) ચિંતનકુમાર ખોડાભાઈ પટેલ ઉવ ૨૬ રહે.ગામ નગરાસણ, પ્રજાપતિ વાસ તા.કડી, જી.મહેસાણા

(૨) ધર્મેશ ભગવાનભાઈ પ્રજાપતિ ઉવ ૨૮ રહે. મનં ૧૬ દેવદર્શન સોસાયટી સીંધબાદ હોટલની પાછળ, કલોલ જી.ગાંધીનગર

(૨) વોન્ટેડ: આઈ.ડી. આપનાર વિક્રમસિંહ ઉર્ફે સોનુ દીલીપસિંહ સોલંકી રહે. ગામ-રાજપુરા જી.મહેસાણા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદમાં પાડોશીની હત્યાના ગુનામાં ફરાર આરોપીની વડોદરા પોલીસે વેશ બદલી રાજસ્થાનથી ધરપકડ કરી

0 0
Read Time:51 Second

અમદાવાદમાં પાડોશીની હત્યાના ગુનામાં ફરાર આરોપીની વડોદરા પોલીસે વેશ બદલી રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદમાં 2008માં પાર્કિંગ બાબતે પાડોશી ભોલારામની તલવારથી હત્યાના ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલા આરોપી બાબુરામ શર્માની વડોદરા પોલીસે સાધુનો વેશ ધારણ કરી 11 વર્ષ રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી. આરોપી બાબુરામ જયપુરમાં બ્રાહ્મણ બની કર્મકાંડ કરતો હોવાની જાણ થતા તેને પકડવા પોલીસના કર્મચારીઓએ સાધુના વેશમાં પણ પૂજા કરી હતી. આરોપી બાબુરામ જેલમાંથી રજા લઇ વડોદરાના પાદરામાં રહ્યા બાદ ફરાર થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

17.84 લાખના ફ્રોડ બાદ બ્લોક કરેલા નાણાં અન્યના ખાતામાં જતા રહ્યા

0 0
Read Time:1 Minute, 45 Second

17.84 લાખના ફ્રોડ બાદ બ્લોક કરેલા નાણાં અન્યના ખાતામાં જતા રહ્યા

બહારના રાજ્યમાં જીવના જોખમે ઓપરેશન પાર પાડતી સાયબર ક્રાઇમના ઠાગાઠૈયા અવાર નવાર અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ બહારના રાજ્યોમાં જીવના જોખમે ઓપરેશન પાર પાડતી હોવાના દાવા કરે છે, પણ તેની સામે સાયબર ક્રાઇમની લાલિયાવાડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા વૃદ્ધ એકાદ વર્ષ પહેલા કુરિયર ફ્રોડનો ભોગ બનતા રૂ. 17.84 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. એક વર્ષ પહેલા અહીં ફરજ બજાવતા અધિકારીઓએ શરૂઆતમાં આ કેસમાં કંઇ ન થાય તેવો ઉડાઉ જવાબ આપ્યા બાદ ફરિયાદ નોંધી હતી. જોકે, પીએસઆઇ સહિતના અધિકારીઓએ આ કેસમાં યોગ્ય તપાસ ન કરતા આરોપીઓ ઝડપાયા ન હતા. ઠગાઇની કુલ રકમમાંથી પોલીસે રૂ.1,00,523 બ્લોક કર્યા હતા. જે પરત મેળવવા માટે ફરિયાદીને એક વર્ષ સુધી ધક્કા ખવડાવીને પોલીસે થકાવી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ આ નાણાં પરત કેમ ન અપાવી શકી તે બાબતે ફરિયાદીએ તપાસ કરતા સામે આવ્યું કે, બ્લોક થયેલા નાણાં અન્ય કોઇના જ ખાતામાં જતા રહ્યા હોવાનું કચેરીના અધિકારીઓએ જણાવ્યું ત્યારે આટલી મોટી ચૂક થઇ કોનાથી તે એક મોટો સવાલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

Ahemdabad Breaking અમદાવાદીઓ માટે સારા સમાચાર

0 0
Read Time:41 Second

અમદાવાદીઓ માટે સારા સમાચાર અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. હવે શહેરમાં 60 જેટલા રૂટ પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે. અગાઉ વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ થઈ હતી. જો કે, ફક્ત સાત બસો ચલાવવાનું બજેટ હતુ. પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર્યાવરણને ધ્યાનમાં લેતા હજી વધુ ડબલ ડેકર બસો ચલાવવાની આયોજનમાં લાગ્યું છે. હાલ સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખાનગી ઓપરેટરો ચલાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %