0
0
Read Time:51 Second
એક વર્ષમાં ગીર અભયારણ્યની 1.93 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી: વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
ગુજરાત વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું, “છેલ્લા એક વર્ષમાં 1.93 લાખ પ્રવાસીઓએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી છે. જેમાં 1.86 લાખ ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.” તેઓએ ઉમેર્યું, રાજ્ય સરકારને છેલ્લા એક વર્ષમાં કુલ 4.92 કરોડની આવક થઇ છે. રાજકોટ પૂર્વના ધારાસભ્યએ કરેલા સવાલના જવાબમાં મંત્રીએ આ આંકડા રજૂ કર્યા છે.