0
0
Read Time:54 Second
Morbi Bridge Tragedy: મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અસરગ્રસ્તોની માનસિક સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરમિયાન ઓરેવા કંપની વતી વકીલે કહ્યું હતું કે, ‘અનાથ બાળકોને અમે આર્થિક સહાય કરી રહ્યા છીએ. વાર્ષિક ભથ્થું, ભણતરનો ખર્ચ સહિતની કાળજી પણ રાખી રહ્યાં છીએ.’ આ વાત સાંભળતા જ હાઇકોર્ટે ઓરેવા કંપનીને ટકોર કરી હતી કે, ‘આ ઘટના બાદ જે પણ અસરગ્રસ્તો છે, અનાથ છે તેમને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી ઓરેવા કંપનીની છે. આ જવાબદારીમાંથી કંપની છટકી ના શકે