0
0
Read Time:43 Second
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા પરથી ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો
દેવભૂમિ દ્વારકાના શાંતિનગર ખાતે દરિયાકાંઠા નજીકથી ₹44.85 લાખની કિંમતનો 897 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રીના સમયે પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાંથી આ ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે દ્વારકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા આગળની તપાસ શરૂ કરી છે.