Categories
Uncategorized

રંગીલા રાજકોટમાં આ વર્ષે જન્માષ્ટમી ના પાવન પર્વે પ્રાદેશિક લોકમેળામાં જામ્યો જન્માષ્ટમી નો રંગ.

0 0
Read Time:5 Minute, 9 Second

રંગીલા રાજકોટમાં આ વર્ષે જન્માષ્ટમી ના પાવન પર્વે પ્રાદેશિક લોકમેળામાં જામ્યો જન્માષ્ટમી નો રંગ.

રંગીલા રાજકોટ ની તો વાત જ નિરાલી છે અને એમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને રાજકોટના રહીશો સાથે આપણ ને સૌને મહેમાનગતિ કઈ રીતે કરવી એ પણ સિખવા જેવું છે આ ગુજરાતનું રંગીલું રાજકોટ શહેર,

છેલ્લા ઘણા દાયકાઓ થી લોકમેળો રાજકોટ ની એક ઓળખ બની ગયો છે ત્યારે રાજકોટ માં દર વર્ષ ની જેમ આ વર્ષે એટલે કે ૨૦૨૩ માં તારીખ ૩ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર સુંધી રેસકોર્સ મેદાન ખાતે સાપ્તાહિક લોકો મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં આવનારા તમામ ઉંમર ના રહીશો અને સહેલાણીઓ માટે રાજકોટના મા.કલેક્ટર શ્રીઓ દ્વારા અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાયા નું સુવિધાઓ નું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમ કે લોકમેળામાં વીજળી પ્રવાહ ન ખોરવાય એ માટે PGVCL ની ટીમ, પીવા માટે પાણી ની સગવડ , આરોગ્ય વિભાગ ની ટીમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, એમબ્યુલન્સ , સફાઇ કર્મીઓ ની ટીમ, જુદાજુદા કંટ્રોલ રૂમ સહિત અન્ય પાયા ની સુવિધાઓ નું ખુબજ આયોજન પૂર્વક ટીમો ને કામ ની જવાબદારી સોંપવામાં આવી હતી

,

આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં વાહનો લઈ આવનારા સહેલાણીઓ અને અવર જવર માટે મેટલ ડિટેક્ટર્સ સહિત પોલીસ ચેકીંગ પોઇન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ ની કામગીરી માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ની ક્રેન સાથે ટીમ અને મેળામાં આવનારા સહેલાણીઓ ની સુરક્ષા બાબતે રાજકોટ પોલીસ ની અલગ અલગ ટીમો અને મહિલા પોલીસ કર્મીઓ મેળા ની અંદર અને બહાર સતત ખડેપગે પેટ્રોલીંગ સાથે કાર્યરત જોવા મળી હતી,

રંગીલા રાજકોટ માં આયોજીત લોક મેળામાં જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ, હસ્ત કળા ની અને આર્ટ અને ક્રાફટ ની અનેક ચીજ વસ્તુઓ રમત ગમત ના સાધનો, નાના બાળકો અને ભૂલકાઓ માટે રમકડાં, ખાણી પીણી ના સ્ટોલ, કુમારિકાઓ અને મહિલાઓ ની શાર શ્રૃંગાર ની વસ્તુઓ, બાળકો માટે જુદી જુદી જાત ના ચકડોળ, રાઇડસ્, સુશોભન ની વસ્તુઓ, છોકરાઓ અને પુરુષો માટે ની અનેક વસ્તુઓ વેચાણ થતું જોવા મળ્યું હતું લોકમેળા માં મફત પાણી સેવા ની સેવા સહેલાણીઓ માટે જુદીજુદી સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,

રાજકોટ ના સાપ્તાહિક લોકમેળામાં રાજકોટ પોલીસ તરફથી ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઇમ ની સમજ આપતું અને રાજા મહારાજાઓ ના સમયે સેના દ્વારા વાપરતા હથિયારો થી લઇ પોલીસ વિભાગ તરફથી ઉપીયોગમાં લેવાતા અનેક હથિયારો ના ઈતિહાસ ની ઝાંખી કરાવતું એક ખાસ ડેસ્ક પ્રદર્શન અર્થે ઉભુ કરાયું હતું

આ લોકમેળા માં સૌરાષ્ટ્ર ના જંગલો ની ઝાંખી કરાવતું ડેસ્ક સાથે સરકાર ની જુદીજુદી યોજનાઓ ના લાભ મેળવતા રહીશો જે ની માહિતી જાહેર કરવામાં આવી હતી અને ચંદ્રયાન ની સફળતા માટે નું એક ડેસ્ક પણ ઉભુ કરાયું હતું, મેળા માં બાળકો અને સહેલાણીઓ માટે આ તમામ ડેસ્ક આકર્ષણ ના કેન્દ્ર બન્યા હતા, આ લોકમેળા માં સૌરાષ્ટ્ર પંથક સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યમાં થી આવતા લાખો લોકો એ મુલાકાત કરી મનોરંજન માણ્યું હતું.,

છેલ્લા એક સપ્તાહમાં લાખો લોકો એ આ રાજકોટ ના લોકમેળા ની મુલાકાત લઈ મોજ માણી હતી અને અનેક લોકો એ આ મેળામાં રોજગાર પણ મેળવ્યો હતો અને ગુજરાત સરકાર ના એસ.ટી વિભાગ ને પણ મેળો જોવા આવનાર મુસાફરો ના કારણે કરોડોમાં આવક થઈ હતી જે નોંધનીય રહ્યું હતું.

બ્યુરો ચીફ ઇલામારું રાજકોટ

મો :: 7383033986

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ આરોપી ઝડપાયો

0 0
Read Time:2 Minute, 39 Second

વર્ષ ૨૦૧૯ થી આજ દિન સુધી અમદાવાદ ખાતે રહેતા અમિતસિંઘ નાઓએ ફરીયાદીના ચાલતા કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે તેવુ જણાવી ટુકડે ટુકડે કરી અંદાજે રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મેળવી લીધેલ અને ત્યાર બાદ અમિતસિંઘે ફરીયાદીના કેસોમાં કોઇ પ્રગતી કરાવેલ ના હોય ફરીયાદીએ તેનાથી દુરી બનાવવાનુ ચાલુ કરતા અમિતસિંઘે ફરીયાદી પાસે વધુ પૈસાની માંગણી કરેલ જે તેમણે નહીં આપતા બાદમાં તે ફરીયાદીના ઘરે બાઉન્સર સાથે ઘુસી ગયેલ અને ફરીયાદીના ઘરે આવી તેમની પાસે રૂપિયા ૪.૫૦ કરોડ ની માંગણી કરેલ અને જો ફરીયાદી અમીતસિંઘને માંગ્યા મુજબના પૈસા નહી આપે તો ફરીયાદીને અને ફરીયાદીના પરીવારના સભ્યોને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ આજ બાબતે અમીતસિંઘે ફરીયાદીને અવાર નવાર પોતાના મોબાઇલ ફોન દ્વારા તેમજ અલગ અલગ માધ્યમોથી કોલ દ્વારા ધમકીઓ આપેલ તેમજ અમીતસિંઘ કોઇ પણ રીતે ફરીયાદીની એટ્વીટીની ખબર રાખતો હોય તેના વિરૂધ્ધ કાયદેસર થવા વિગતવારની ફરીયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ કરતાં આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ ઉં.વ.૨૯ ધંધો-વેપાર હાલ રહે.- મકાન નં ડી-૧૦૪, સૌભાગ્ય એપાર્ટમેન્ટ, કટારીયા મારૂતી શો રૂમની બાજુમાં, હેબતપુર ચાર રસ્તા પાસે, થલતેજ, અમદાવાદ શહેર મુળ રહેવાસી-ગામ-કુસ્કરા, પોસ્ટ-મુરસાન જી-હાથરસ ઉત્તર પ્રદેશનાઓ મળી આવેલ જે પોતે અમદાવાદ ખાતે Amigo – Ethical Hacking and Cyber Security નામની કંપની ચલાવે છે. જેની પાસેથી મળેલ કમ્પ્યુટરમાં ઘણી શંકાસ્પદ માહિતી મળી આવેલ છે. જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે.

નોંધ :- જે પણ વ્યક્તિઓ આ આરોપી અમીતકુમાર સ/ઓ વિજયકુમાર સિંઘ (Amigo – Ethical Hacking and Cyber Security) દ્વારા કરાયેલ છેતરપીંડીનો ભોગ બનેલ હોય તો સાયબર ક્રાઈમ અમદાવાદ ખાતે સંપર્ક કરે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન

0 0
Read Time:3 Minute, 32 Second

*અમદાવાદના પ્રવિણભાઇ પરમારે કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપી : મરણોપરાંત અંગદાનમાં મળેલા અંગો કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા*

………*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ મું અંગદાન*……………….*કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ – બે કિડની અને એક લીવરનું દાન મળ્યું*…………..*કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું – ડૉ. રાકેશ જોષી*

……………અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે ભાવુક કિસ્સો બન્યો છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રવિણભાઇ પરમાર ૨૦ વર્ષથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. ૫ મી સપ્ટેમ્બરે તેમને બ્રેઇનહેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ૪૮ કલાકની સધન સારવારના અંતે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

બ્રેઇનડેડ જાહેર કરાતા પ્રવિણભાઇના ભાઇ મનોજભાઇ સહિતના સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. વિધાતાના લેખ તો જુવો જે હોસ્પિટલમાં તેઓએ ૨૦ વર્ષની નોકરી કરીને સેવા આપી તે જ હોસ્પિટલમાં અંગદાન થકી મળેલા અંગોને દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા.પ્રવિણભાઇના સત્કાર્યોની સુવાસ આજીવન અને મરણોપરાંત પણ કિડની હોસ્પિટલમાં પ્રસરી ગઇ. મહત્વની વાત એ છે કે, પ્રવિણભાઇ પરમારના ભાઇ મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૨૦ વર્ષથી અને તેમના ભાભી રશ્મીકાબેન મનોજભાઇ પરમાર પણ છેલ્લા ૧૭ વર્ષથી સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં સેવાઓ આપી રહ્યા છે.

સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ જ્યારે પ્રવિણભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા ત્યારે આ તમામ લોકોએ એકજૂટ થઇને પરોપકારભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ પ્રવિણભાઇના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. જેમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૧ મું અંગદાન વિશેષ બની રહ્યું છે.કૃષ્ણજન્મ પારણાના દિવસે જ બ્રેઇનડેડ પ્રવિણભાઇએ ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આજે સિવિલ મેડિસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમા નોકરી કરતા વ્યક્તિ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે જનજાગૃતિના પરિણામે ગણતરીની મીનિટોમાં જ તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપીને ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે. …………………………………….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

0 1
Read Time:4 Minute, 17 Second

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ -૧૨ આર્ટસનુ ગ્રુપ ટ્યુશનમા વિદ્યાર્થી એ એડમીશન લીધેલ તેમજ સાથે ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કરેલ જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે આ ફરિયાદી વિદ્યાર્થી એક દિવસ અગાઉ તેના પપ્પા સાથે સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી ને ટયુશન બાબતે મળવા ગયેલ ત્યારે પ્રકાશભાઇએ જણાવેલ કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચોઁ જાગ્રુત કરે છે ત્યારે આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી એ વિદ્યાર્થી ને માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરેલ અને આ તેજ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દિધેલ અને બીજા દિવેસ જન્માષ્ઠમી હોય ટુશનમા રજા હતી.

આરોપી :: પ્રકાશભાઇ સોલંકી

આજરોજ સવારના અગિયાર વાગ્યાના સ્નેહપ્લાઝા ચાર રસ્તા સોના ગ્રુપ ટ્યુશન માટે દિકરી ના પિતા મુકવા આવેલ ત્યારે પ્રકાશભાઇ સોલંકી હાજર હતા નહિ જેથી આ ત્યા બીજું ગ્રુપ ટ્યુશન ચાલતુ હોય હું ત્યા બેસેલ બાદ દસેક મીનીટ પછી આ પ્રકાશભાઇ સોલંકી આવી ગયેલ અને તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બોલાવેલ જેથી અને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બેસીને વાત કરવાનું જણાવેલ જેથી આ ફરીયાદી વિદ્યાર્થી તેમની ઓફીસમા ગયેલ અને ત્યા બેસેલ ત્યારે આ પ્રકાશભાઇ વિદ્યાર્થી જણાવેલ કે “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહેતા તેઓને ટાઇમ ટેબલ લખાવવાનુ કહેલ અને વિદ્યાર્થી પર્સનલ વાતો વિશે પુછવાનુ ચાલુ કરેલ અને પ્રકાશભાઇ એ જણાવેલ કે “આજ મે ફીરસે રેકી દે રહા હું” તેમ કહી ફરિયાદી ના માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ પ્રકાશભાઇએ ફરિયાદી મરજી વિરુધ્ધ ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી છાતી દબાવવા લાગેલ અને માથાના ભાગે બે વાર કીસ કરી બાહોમા લઇ લીધેલ અને વાંરવાર હાથ પકડી આપણે દોસ્ત છીએ તેમ કહેવા લાગેલ અને ફરિયાદી ને જણાવેલ કે મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી ફરિયાદી બીજા રૂમમા આવવાનું કહેલ જેથી ફરિયાદી એ ના પાડી દિધેલ ત્યારે ફરીથી તે ને ફરીયાદી નો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણવી
આમ તમામ હકીકત આ પીડિત વિદ્યાર્થી એ તેના પિતા ને જણાવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે ચાંદખેડા પોલીસ આ આરોપી ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી

Happy
Happy
0 %
Sad
Sad
29 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
71 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ ની ભઠ્ઠી પર રેડ…

0 0
Read Time:3 Minute, 1 Second

દેશી દારૂ કુલ- ૭૫ લીટર તથા કુલ ૩૫૦ લીટર વોશ અને દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કાર્યવાહી કરતી ચાંદખેડા પોલીસ, અમદાવાદ શહેર

ચાંદખેડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. આર. એલ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ રેડ કરતા ચાંદખેડા મટિરા ગામ સવજી વાસમાં રહેતા સરલાબેન બળદેવજી ઠાકોર તેમના મકાનના બીજા માળે બનાવેલ છાપરામાં દારૂની ભઠ્ઠી ગાળી દેશી દારૂ બનાવી મોટાં પાએ અમદાવાના જુદા જુદા વિસ્તાર માં વેચાણ કરતા હતા ચાંદખેડા પોલીસ દ્વારા રેડ કરતા કુલ્લે ૭૫ લીટર દેશી દારૂની કિમત રૂ.૧૫૦૦/- તથા સેમ્પલ બોટલ નંગ-૨ કિંમત ૨.૦૦/૦૦ તેમજ મળી આવેલ ૩૫૦ લીટર વોશની કિંમત રૂ.૭૦૦/- તથા એલ્યુમીનીયમનુ તબડકુ નંગ-૦૧ કિ.રુ.૨૦૦/- તથા પાઇપ લગાડેલ ચાકુ નંગ-૦૧ જેની કિ.રુ. ૫૦ તેમજ પ્લાસ્ટીકના ગોળ કેરબા નંગ-૦૪ કુલ કિ.રૂ.૪૦૦/- તથા લોખંડનુ પીપ નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦/- ગણી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી બહેનની વિરુધ્ધમાં ધી પ્રોહી એકટ ૬૬(બી), ૬૫(ઇ)(સી)(બી)(એફ) મુજબની ધોરણસર ફરીયાદ દાખલ કરી પ્રોહીબીશન અંગેનો કેશ શોધી કાઢી કામગીરી કરેલ છે.

આરોપી: સરલાબેન વા/ઓ બળદેવજી શકરાજી ઠાકોર ઉવ ૪૭ રહે. સવજીવાસ, ગ્રામ પંચાયતની બાજુમાં મોટેરા ગામ ચાંદખેડા અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(1) વી.જે.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટ

(2) આર.એલ ચૌહાણ પો.સ.ઇ.

(૩) હે.કો. સંજયસિંહ દશરથસિંહ

(૪) અ.હે.કો. વિજયકુમાર પરષોતમભાઇ

(૫) અ.હે.કો. મહેંદ્રસિંહ હઠીસિંહ

(૭) અ.હે.કો.ભગીરથસિંહ અનોપસિંહ

(૮) અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ

(૯) અ પો.કો. જીવરાજસિંહ ઉદાજી

(૧૦) અ.પો.કો. નરેશભાઇ ગજાભાઇ

(૧૧) અ.પો.કો. જગદીશસિંહ દીતુભા

(૬) અ.હે.કો. દીનેશભાઇ ધનજીભાઇ

(૧૨) અ.લો.૨, જયેશભાઇ બુટુભાઇ

(૧૩) વુ.પો.કો. શાંતાબેન અંબારામભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

હમારે ઇલાકા મે કામ કરના હે તો હમકો હપ્તા દેના પડેગા જમાલપુર ની ઘટના

0 0
Read Time:4 Minute, 25 Secondજમાલપુર વિસ્તાર માં બિલ્ડરો અને વેપારી ઓ પર RTI  કરી ખંડણી માંગનાર 5 ઈસમો  ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીપાડયા

અમદાવાદ ના જમાલપુર  માં નાના બિલ્ડરો તેમજ વેપારી ઓ ને  કોયપણ પકારે હેરાન પરેશાન કરીને ખંડણી કરીને રુપિયા ખંખેરવા ના બનાવો ખુબજ વધી રહ્યાં છે હાલ માં અમદાવાદ ના નવા કમિશ્નર  જી.એસ મલેક ના ચાર્જ લેતા ની સાથે બૂટલેગરો માં અને પોલીસ ના પીઆઇ ના વહીવટીદારો  ની કમર ભાગી નાખી છે. અમદાવાદ માં  નવા કમિશ્નર એ કડક માં કડક  સૂચના આપી છે  કે કોય પણ ગેરપ્રવુતિ ને ચાલવી લેવામાં નહિ આવે . અમદાવાદ માં કોય પણ ગુનેગારો ને છોડવામાં નહિ આવે  અમદાવાદ ના કમિશ્નર જી.એસ. મલેક ની સૂચના ને આધારે અમદાવાદ ના જમાલપુર વિસ્તાર ના ગાયકવાડ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ખંડણી ગુના ના   5 આરોપી ને ભરૂચ ખાતે ક્રાઇમ બ્રાંચે  ઝડપી લીધા હતા.

અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના પીઆઇ એમ. એસ ત્રિવેદી ની ટીમ ને ખાનગી બાતમી મળતા ગાયકવાડ પોલીસ સ્ટેશન ના ખંડણી ના ગુના ના  આરોપી ,(1) જમીલા હારુન રશીદ મેનપુરવાલા ઉંમર વર્ષ 59 આરોપી (૨) હારું રસીદ મોહમ્મદભાઈ મેનપુર વાલા ઉંમર વર્ષ 65 આરોપી (૩) વસીમ હારુંન રસીદ મેનપુર વાલા ઉંમર વર્ષ 32 આરોપી (૪) સોહેલ ઉર્ફે પોપટ હારુન રસીદ મેનપુર વાલા ઉંમર 30. આરોપી (૫) મસિબાહ ઐયુબભાઈ મેનપુર વાળા ઉંમર વર્ષ 25  ને ભરૃચ થી  ઝડપી પાડયા હતા  

આરોપી ઓ જમાલપુર વિસ્તાર ના બિલ્ડરો એ  અને વેપારી ઓ પાસે ખંડણી માગતા હતા 

આ પકડાયેલા પાંચ આરોપી માં મહિલા જમીલા મેનપુર વાલા અને અન્ય ચાર આરોપીઓ જમાલપુરના તથા આસપાસના વિસ્તારમાં નાના બિલ્ડરો અને વેપારીઓ પાસે જઈ તેઓના ધંધા વિશે આર.ટી.આઈ અરજી કરી તેમનો  ધંધો રોજગાર ની ધમકી આપીને દર મહિને અલગ અલગ વીસથી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા ખંડણી સ્વરૂપે લેતા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે આરોપીઓમાં એક આરોપી માસૂફ ખાન પઠાણ પાસેથી આરોપીઓએ  એક લાખ રૂપિયા (૧૦૦૦૦૦) ની ખંડણી માંગી ટુકડે ટુકડે રૂપિયા એક લાખ 80 હજાર બળ જબરીપૂર્વક કઢાવી લીધેલ જેવો બાકીના રૂપિયા આપવા માંગતા ના હતા તેથી તેઓએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ પાંચે આરોપીઓ વિરુદ્ધ કલમ 18452 294 506 114 મુજબનો ગુનો દાખલ થયેલ હતો તેમજ અન્ય એક વેપારી પાસેથી જૂનું મકાન ખારા વાલા ડેલા ખાતે હોય જ્યાં તેઓને રીનોવેશન નું કામ શરૂ કરતાં આરોપી બેન જમીલા તથા અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ગયેલ અને કોની પરમિશનથી આ કામ શરૂ કરે છે અને  હમારે ઇલાકા મે કામ કરના હે તો હમકો હપ્તા દેના પડેગા તેમ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1,38,000 ની ખંડણી પેઠે બળજબરીપૂર્વક લઈ લીધેલ હતા

આ રૂપિયો વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલ છે

આરોપી બેન જમીલા અરુણસિંહ મેનપુરા વાલા વૃદ્ધ ખંડણી તથા શ્રી સંબંધી એમ કુલ છ ગુના નોંધાયેલ છે આરોપી આરુણ પ્રસિદ્ધ મોહમ્મદભાઈ મેનપુર વાળા વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે આરોપી વસીમ આરુણ રસીદ મેનપુરા વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો બેફામ…

0 0
Read Time:2 Minute, 22 Second

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો ને કોય ના બાપ ની બીક નથી????

અમદાવાદ માં  નવા કમિશ્નર જે એસ મલિક .એ હમણાજ ચાર્જ સાંભળ્યો છે અને   અમદાવાદના તામામ વિસ્તાર માં અસામાજિક પ્રવુતિ ને ડામવા કડક માં કડક પગલાં લેવા સુચન આપેલ છે  પરંતુ થોડાક રૃપિયા ની લાલચ  માં ભ્રસ્ટઅધિકારી ઓ આવી પ્રવુતિઓ  ચાલવા ની પરમિશન આપતા હોય છે  હાલ માં અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા એક  ઈસમ (બુટલેગર)  પોતાના  TVS જુપીટર જેનો નબર GJ 01 XB 3827 પર  દેશી દારુ નો કોથળો લઈને ખુલ્લેઆમ કોય પોલીસ કે કાયદા ના ડર વગર સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા થી દારુ ની હેરાફેરી કરતો  હતો ત્યારે એક જાગૃત નાગરિકે આ ઈસમ ને પોતાના  TVS જુપીટર સાથે પકડી પાડયો હતો અને તેની પૂછપરશ કરતા જાણવા મળ્યુ હતું કે આ દેશી દારૂ સરદાર નગર ના કુખ્યાત બુટલેગર માઈકલ નો છે જે પોતાના મુખે થી કબુલ કરે છે .. આ કુખ્યાત બુટલેગર માઈકલ ના દેશી દારૂ ની ભઠ્ઠી પર થોડા સમય પહેલાં જ ગાંધીનગર SMC ની રેડ થઈ હતી અને મોટો દેશી દારૂ  નો મુદ્દામાલ કબજે કરવા આવ્યો હતો  અને એરપોર્ટ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધવામાં આવ્યો હતો 

આ કુખ્યાત બુટલેગર માઈકલ  નો દેશી દારૂ ની હેરા ફેરી કરતા ઈસમ જેનું નામ આસિફ જણાવે છે અને પોતે દેશી દારુએરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમા આપવા જાય છે અને આ દારુ પોતે સરદારનગર ના નગર માંથી લાવ્યો હોવાનું કબુલ કરે છે  હવે જોવાનું એ રહ્યું કે આ બુટલેગર પર સરદારનગર ના પીઆઈ કોય નકર પાગલ લેશે કે આંખ આડા કાન કરશે.

વધુ વિગત માટે જોતાં રહો અમારી good day Gujarat news  આપેલી લિંક ઓપન કરો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Kalol santej news

કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???

0 0
Read Time:1 Minute, 59 Second

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી તે ઈજાગ્રત બાળકીને અસારવા હોસ્પિટલ સારવાર થઇ રહી છે.

સાંતેજ ના ક્ષર્મજીવી વસાહતમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના 27 વર્ષ યુવક ના પરિવાર માં પત્ની તેમજ પોતાના 5 વર્ષનો દીકરો અને 3વર્ષ ની દીકરી છે સાંતેજ ચોકડી પર આવેલી અરવિંદ મિલ માં નોકરી કરતા પાડોસી ના ઘર માં અવાર નવાર રમવા માટે જતી હતી હતી.પાડોસી પણ તેને પોતાની દીકરી હોય તેમજ રાખતા.

15 મી ઓગસ્ટએ તેની દીકરી રમતી હતી, થોડીવાર પછી ત્યાં જોતા તેની દીકરી ના દેખાતા તે પાડોસીના ઘરે શોધવા માટે જાય છે પણ ત્યાં પણ તેમની દીકરી ના મળતા તેઓ સાંતેજ ચોકડી પર શોધે પણ તેમની દીકરી ના મળતા, બાજુમાં આવેલા પેટ્રોલ પંપએ લગાડેલા સી સી ટી વી માં જોતા જ પાડોસીનો જ દીકરો તેની દીકરી ને તેડી ને જતો દેખાય છે. ત્યારે દીકરી ના માબાપએ પાડોસી દીકરાને તેના ઘરે જોતા તેમને શંકા ના થઇ તેથી તેઓ શોધતા શોધતા તેઓ શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપની ની દીવાલ નજીક આવતા પોતાની દીકરીને માથાના ભાગે ઈર્ઝા જોઈને તે ત્રણ વર્ષની બાળકી ને આશારવા હોસ્પિટલ ખાતે સારવાર સારુ ખાસેડવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

નરોડા :: રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ નો બનાવ

0 0
Read Time:56 Second

નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે મધુવન સોસાયટી સામે બહુચર ટ્રેડર્સ કે.સી.૧ નજીક અમુલ પાર્લર ખાતે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષોએ કલ્પેશભાઈ જાનીના પુત્ર સાથે બોલાચાલી કરી હાથની આંગળી ઉપર છરો મારી ઈજા કરી પાર્લરના ડ્રોવરમાંથી આશરે રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ. એસ.ટી.દેસાઇ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %