Categories
Amadavad

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે ચાંદખેડા પી.આઈ..??

0 0
Read Time:3 Minute, 15 Second

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે ચાંદખેડા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે વાડજ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? ચાંદખેડા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !?

બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ ચાંદખેડા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? ચાંદખેડા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી ચાંદખેડા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…??

*ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા દેશી તેમજ વિદેશી દારૂ ના સરનામા*

*મોટેરા ગામ સવજી વાસ*

૧ સરલા ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૨ ભોલો ઠાકોર દેશી દારૂ નો અડ્ડો૩ ભાદિયો ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૪ હંસા બેન ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૫ ભરત ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૬ સ્કરી બેન ઠાકોરદેશી દારૂ નો અડ્ડો

૭ પસી બેન ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૮ રમીલા ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૯ ટિકો ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૧ બળદેવ ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૨ માડી દેશી દારૂ નો અડ્ડો

૩ ધની બેન દેશી દારૂ નો અડ્ડો

૪ ભૂપત ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૫ મોટેરા પોલીસ ચોકી ની સામે સુખા નો દેશી દારૂ નો અડ્ડો

૬ વિક્રમ ઠાકોર દેશી દારૂ નો અડ્ડો

૮ બુટ ભવાની ફાટક પાસે દેશી દારૂ નો અડ્ડો

9 સવિતા નગર માં વિદેશી દારૂ અને દેશી દારૂ નો મોટો અડો

10 આશારામ આશ્રમ ની પાછળ દિલીપ ઠાકોર દેશી દારૂ ની ભટ્ટી

*કાળકા માતા વાસ મોટેરા*

૧ કંકુ બેન દેશી દારૂ નો અડ્ડો

૨ ગજરી બેન દેશી દારૂ નો અડ્ડો

*મોટેરા સ્ટેડિયમ પાછળ રાજુ ઠાકોર દેશી દારૂ ની ભટ્ટી*

વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

*Good day Gujarat news*

*Jagdish solanki*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %
Categories
Ahemdabad crime news

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન ની ઉમદા કામગીરી.

0 0
Read Time:2 Minute, 2 Second

CEIR (central Equipment Identity Register) PORTAL ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ -૩૪ કિમત ₹ ૭,૦૦,૦૦૦/- ની મતાના મોબાઈલ ફોન શોધી રીકવર કરી અરજદારોને પરત કરતી ટેકનીકલ ટીમ ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનમે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલિસ કમિશ્નર શ્રી સેક્ટર-૧ તેમજ નાયબ પોલિસ કમિશ્નર ‘ઝોન -૩* તેમજ મદદનીશ પોલિસ કમિશ્નર ઇ* ડિવિજન ની મોખિક સુચના આધારે “ઝોન-૩ સાહેબ તથા મદદનિશ પોલિસ કમિશ્નર “ઇ” ડિવિજન સાહેબના સીધા માર્ગદશન હેઠળ સિનિયર પોલિસ ઇન્સ્પેકટર પી.એચ.ભાટી તથા સેકન્ડ પોલિસ ઇન્સ્પેકટર એચ.વી.ધંધુકિયા સાહેબ નાઓએ અત્રેના ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન વિસ્તાર માંથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઠવા સારૂ અલગ અલગ ટેક્નીકલ સોર્સ તથા CEIR PORTAL નો ઉપયોગ કરી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઠવા સારૂ એકશન પ્લાન બનાવી ગુમ થયેલ મોબાઇલ ફોન ટ્રેક કરી નંગ -૩૪ મુળ કિ. ₹ ૭,૦૦,૦00/- રિકવર કરી જેતે અરજદારોને પોતાના મોબાઇલ પરત કરી પ્રશંસનીય તથા ઉમદા કામગીરી કરેલ છે

.કામગીરી કરનાર ટીમ

૧.સિનિયર પોલિસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી

૨.સેકન્ડ પોલિસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધધુકિયા

૩.અ.હે.કો. પકજકુમાર આત્મારામ

૪.અ.પો.કો મેરામણભાઇ કિશાભાઇ

૫.અ.લો.ર ગિરિશકુમાર મગનભાઇ

૬. અ.પો.કો.મોતીભાઈ રામજીભાઈ

૭. અ.પો.કો.જાવિદબેગ અકબરબેગ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ભજન સમ્રાટ ,ગુજરાત ના લોક ગાયક , લોકો ના દિલ મા રાજ કરનારા શ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે ડો મનોજ ભાઈ પરમાર અને તેમના સાથી મિત્રો ની શુભેચ્છા મુલાકાત.

1 0
Read Time:2 Minute, 30 Second

ગુજરાત ના લોક ગાયક , સારા ભજનીક તેમજ લોકો ના દિલ મા રાજ કરનારા શ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત.હેમંત ચૌહાણ એટલે ગુજરાત નુ ખ્યાતનામ નામ અને એમા પણ લોકોને ભજન ના તાલે મશગુલ કરી દેતુ નામ. શ્રી હેમંત ચૌહાણ નો જન્મ તારીખ 07/11/1955 મા ગુજરાત ના રાજકોટ જિલ્લા ના કુંદની ગામ મા થયો હતો, તેમની કારકિર્દી ની શરૂઆત ” દાસી જીવણ” ના ભજનો ગાઈ ને થઈ હતી. તેમનુ પહેલુ આલ્બમ ” દાસી જીવણ ના ભજનો” 1978 મા રિલીઝ થયુ હતુ અને આખા ગુજરાત મા ખુબજ લોકપ્રિય બન્યુ હતુ, શ્રી હેમંત ચૌહાણ ને ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને દેશ વિદેશોમા પણ ડંકો વગાડ્યો છે તેમજ શ્રી હેમંત ચૌહાણ ને લોક સંગીત મા યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ” અકાદમી રત્ન એવોર્ડ -2011″ અને 2023 મા પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો. આવા ખ્યાતનામ લોક ગાયક અને ભજનીક શ્રી હેમંત ચૌહાણ ને રાજકોટ મા મળવાનો મોકો મળ્યો હતો, તેમની સાથે તેમના નિવાસ સ્થાને જુની યાદો તાજા કરીને ખુબજ સરસ વાર્તાલાપ કર્યો હતો. એમને મળીને ખુબજ ગૌરવ અનુભવાયો તેમજ એમને મળીને એ પણ આશ્ચર્ય લાગ્યુ કે જેવુ શ્રી હેમંત ચૌહાણ વિશે સાંભળ્યુ હતુ તેવાજ સારા અને બહુજ સરળ સ્વભાવના છે. શ્રી હેમંત ચૌહાણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના ગીતો પણ ગાયા છે જે ગીતો થી પણ શ્રી હેમંત ચૌહાણ ને બહુજન મુમેન્ટ મા પણ લોકો વઘારે ઓળખતા થયા છે. શ્રી હેમંત ચૌહાણ નો પાટણ ના ડૉ.મનોજ પરમાર ( વકીલ, ) તેમજ પરમાર બળદેવભાઈ રામજીભાઈ પુર્વ સરપંચ ,લીંચ , હિંમતભાઈ, જયેશભાઇ તેમજ દિલીપભાઈ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેઓએ એમનો કિમતી સમય આપ્યો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 27 Second

. અમદાવાદના ડોક્ટર પાસે ઓનલાઈન શેર બજારમાં રોકાણના નામે 10 લાખ ની છેતરપીડી કરવામાં આવી
અમદાવાદ
અમદાવાદના ડોક્ટર જયવીર સિંહ ઝાલા પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને ડોક્ટરો પાસેથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાવ્યુ હતુ. જ્યારે ડોક્ટર પૈસા પાછા ના આવતા તેમના જોડે છેતરપિંડી થઈ હતી. તેવુ લાગતા તેમને તેથી ડોક્ટરે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આજ કાલ લોકો ઓનલાઈન છેતરિપંડી વધારે કરતા હોય છે. જેમાં ભણેલા લોકો પણ ફસાઈ જાય છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં રહેતા ડોક્ટર જયવીરસિંહ ઝાલા ઉ. 68 છે. આંબાવાડી ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. અને મેમનગરમાં પોતાની એક હોસ્પિટલ ધરાવે છે. તેવામાં 04-04-2024ના તેવો ઘરે હતા. ત્યારે તેમના ઉપર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ આવે છે. અને તેમને કહેવામાં આવે છે. કે તમારે શેર બજારમાં રોકાણ છે કે નહી. તેમને હા પાડતા જો તમારે વધારે પૈસાનું રોકાણ કરવુ હોય તો તે માટે વિવિધ પ્રકારના મેસસ હતા. અને ડોક્ટર જયવીર સિંહને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દીધા હતા. અને તેના અંદર વિવિધ શેર બજારના શેરો વિષે જાણકારી આપવામાં આવી હતી.
જેથી ડોક્ટર જયવીરસિંહે ઝાલાએ વોટ્સએપ પર થી જે શેરોમાં રોકાણ કરવુ હોય તે લીંક ઉપર ક્લિક કરતા તેમના કહેવામાં આવ્યુ હતુ. પોતાનું એકાઉન્ડ નંબર નાખ્યુ હતુ. અને થોડા થોડા કરીને 10 લાખ રૂપિયા જેટલુ રોકાણ કર્યુ હતુ. તેવામાં જ્યારે પોતાના પૈસા પાછા લેવા ગયા હતા. ત્યારે પૈસા પાછા ના આવતા તેમને જે વોટ્સએપ ગ્રુપ પર મેસસ આવ્યો હતો. તે નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેથી તેમને વિશ્વાસધાત થયો હોય તેવુ લાગતા તેમને તરત જ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

1 0
Read Time:2 Minute, 10 Second

147 રથયાત્રાના અમદાવાદમાં દિવસે 1100 થી વધારે પોલીસ કર્મી, 1500 થી વધારે સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે

અમદાવાદ

અમદાવાદમાં 147ની રથયાત્રા નિકળવાની છે. તે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા 1100 પોલીસ કર્મી, 3ડી મેપિગ, એઆઈ, 1500 થી વધારે સીસીટીવી દ્વારા રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ તરીકે દેખાશે.તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં 7 જુલાઈઅ જગન્નાથ મંદિરની 147ની રથયાત્રા નિકળવાની છે. તેનો લાભ લેવા માટે અમદાવાદાના લોકો પણ નહી પણ સમગ્ર દેશ અને વિદેશથી લોકો આ રથયાત્રાને જોવા અને દર્શન કરવામાં આવતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શન કરે છે. તે ભાગ રૂપે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની અસુવિધાના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.અમદાવાદમાં રથયાત્રાના દિવસે 1500 થી વધારે પોલીસ કર્મી ખડે પગે રહેશે. અને 1500થી વધારે સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. અને 3ડી મેપિગ દ્વારા દરેક રસ્તા ઉપર દેખરેખ રાખવામાં આવશે. અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા એઆઈની પણ મદદ લેવામાં આવશે. અને મોટા ભાગના પોલીસ જનવાનોના જોડે પોકેટ કેમેરો લગાવામાં આવશે. જેથી રથયાત્રાના નાનામાં નાની ગતિવીધી પર નજર રાખવામાં આવે. અને જ સંવેદનશીલ વિસ્તારમાં છે. તેના ઉપર ખાસ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ સંવેદનશીલ દેખાશે. તેને પોલીસ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગાંધીનગર ના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન PI યુ.એસ. પટેલ ની કાબીલે તારીફ કામગીરી

0 0
Read Time:2 Minute, 59 Second

સઇજ ગામની સીમ CTF KALOL ONGC પાસે આવેલ બાવળની ઝાડીમાંથી વિદેશીદારૂની નાની મોટી કાચની બોટલો નંગ – ૨૭૩ કિંમત રૂ.૪૧,૮૮૦/- ની પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કલોલ તાલુકા પોલીસ

ગાંધીનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃત્તી આચરતા ઇસમોને પકડી પાડવા ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.ડી.મણવર . કલોલ વિભાગ કલોલના એ અસરકારક પેટ્રોલીંગ કરી પ્રોહી જુગાર અન્વયે રેઇડો કરી પરીણામલક્ષી કામગીરી કરવા કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલ એ ખાસ સુચના કરેલ જે અનુસંધાને યું.એસ.પટેલ એ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા ચોકી/બીટ ના માણસોને અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરવાની સુચના આપેલ જેના ભાગરૂપે આજરોજ અ.પો.કો. વિજયસિંહ ને ચોક્કસ ખાનગી બાતમી હકિકત મળેલ ખોરજાપરા ગામે રહેતા દિપકજી ખોડાજી ઠાકોર તથા ધાનજ ગામે રહેતા વિજયજી મંગાજી ઠાકોર એ સઇજ ગામની સીમ CTF KALOL ONGC પાસે આવેલ બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ પોતાના કબ્જામાં રાખી વેપાર ધંધો કરે છે. જે બાતમી ના આધારે હકીકતવાળી જગ્યાએ પ્રોહી રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશીદારૂ કાચની નાની-મોટી બોટલો નંગ – ૨૭૩ કિ.રૂ.૪૧,૮૮૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૩૧/૦૫/૨૦૨૪

આરોપી ના નામ સરનામા-

(૧) દિપકજી ખોડાજી ઠાકોર ઉ.વ.૨૨ રહે.ખોરજાપરા બોરીસણા તા.કલોલ જી.ગાંધીનગર

(૨) વિજયજી મંગાજી ઠાકોર ઉ.વ.૨પ રહે.જુના ધાનજ ગામ ઠાકોરવાસ તા.કલોલ જી.ગાંધીનગર

(૩) (વોન્ટેડ) મનોજભાઇ દશરથભાઈ રાવલ રહે.ભાઉપુરા તા.કડી જી.મહેસાણા

કામગીરી કરનાર પોલીસ અધિકારી

(૧) એ. એન. ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૨) અ. હેડ કોન્સ. પ્રકાશભાઇ કુબેરભાઇ

(૩) અ.પો.કો. વિજયસિંહ પૃથ્વીસિંહ

(૪) અ.પો.કો. નીકુંજભાઇ કેશાભાઇ

(૫) અ.પો.કો. કુલદિપકુમાર સંજયભાઇ

(૬) આ.પો.કો વિજયસિંહ પ્રવિણસિંહ

(૭) આ.પો.કો. નથ્થુભાઇ સામતભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Blog

અમદાવાદ માધવપુરા D સ્ટાફ ઉંઘ માં ?? ઝોન 2 ડીસીપી ની સફળ રેડ..

0 0
Read Time:3 Minute, 27 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

આજે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગુહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-1/3૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અનેકો વાર ઝોન 2 ડીસીપી, અમદાવાદ શહેર PCB, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવાના આવી છે અને મસ મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવ્યો છે પરંતું માધવપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ માત્ર 2 ,5 લીટર ના દેશી દારૂ ના કેસ કરીને. સંતોષ માની લેછે અને ઉપલા અઘિકારીઓ આખ આડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી એક મોટો સવાલ છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %