Read Time:2 Minute, 11 Second
અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર વાહનચેકીગ દરમ્યાન માદક પદાર્થ મેથએમ્ફેટામાઈન સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી અમીરગઢ, બનાસકાંઠા પોલીસ.
ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા એ લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત માદક પદાર્થ તથા ઈંગ્લીશ દારૂની બદી અટકાવવા સારૂ આપેલ સુચના અંતર્ગત, સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા ના માર્ગદર્શન હેઠળ, શ્રી ડી.બી.પટેલ, પો.ઈન્સ. અમીરગઢ પો.સ્ટે. એ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ સાથે અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન આરોપીઓની કબજા ભોગવટાની ક્રેટા ગાડી નંબર GJ-10-DJ- 3448 માંથી માદક પદાર્થ મેથએમ્ફેટામાઈન કુલ વજન ૧૦૭૨ ગ્રામ કિ.રૂ.૧,૦૭,૨૦,૦૦0/- તથા કુલ મુદામાલ કિં.રૂ.૧,૧૬,૪૯,૪૦૦/- સાથે આરોપી (૧) ઈસરાકભાઈ સ/ઓ આરીફભાઈ બ્લોચ(મુસલમાન) રહે.હુસેની મસ્જીદ, કાલાવડ ગેટ, શાહ પેટ્રોલપંપની સામે, શેરી નં-૦૨, ૬૫ અમન સોસાયટી, જામનગર તા.જી.જામનગર (ર)સોહીલ સ/ઓ ઓસમાણભાઈ સિંધી (મુસલમાન) રહે.નાદીપા રોડ, ત્રણ દરવાજા, જામનગર તા.જી.જામનગર (3)અસલમભાઈ અબ્દુલસત્તારભાઈ દરજાદા (મુસલમાન) રહે.હોઝા ગેટ, સિલ્વર સોસાયટી, ૫૦ શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર તા.જી.જામનગરનાને પકડી પાડી તેઓ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટેન્સીસ એક્ટ- ૧૯૮૫ ની કલમ-૮(સી),૨૧(સી),૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે
Happy
0
0 %
Sad
0
0 %
Excited
0
0 %
Sleepy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %