જમાલપુર વિસ્તાર માં બિલ્ડરો અને વેપારી ઓ પર RTI કરી ખંડણી માંગનાર 5 ઈસમો ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીપાડયા
અમદાવાદ ના જમાલપુર માં નાના બિલ્ડરો તેમજ વેપારી ઓ ને કોયપણ પકારે હેરાન પરેશાન કરીને ખંડણી કરીને રુપિયા ખંખેરવા ના બનાવો ખુબજ વધી રહ્યાં છે હાલ માં અમદાવાદ ના નવા કમિશ્નર જી.એસ મલેક ના ચાર્જ લેતા ની સાથે બૂટલેગરો માં અને પોલીસ ના પીઆઇ ના વહીવટીદારો ની કમર ભાગી નાખી છે. અમદાવાદ માં નવા કમિશ્નર એ કડક માં કડક સૂચના આપી છે કે કોય પણ ગેરપ્રવુતિ ને ચાલવી લેવામાં નહિ આવે . અમદાવાદ માં કોય પણ ગુનેગારો ને છોડવામાં નહિ આવે અમદાવાદ ના કમિશ્નર જી.એસ. મલેક ની સૂચના ને આધારે અમદાવાદ ના જમાલપુર વિસ્તાર ના ગાયકવાડ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ખંડણી ગુના ના 5 આરોપી ને ભરૂચ ખાતે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા.
અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના પીઆઇ એમ. એસ ત્રિવેદી ની ટીમ ને ખાનગી બાતમી મળતા ગાયકવાડ પોલીસ સ્ટેશન ના ખંડણી ના ગુના ના આરોપી ,(1) જમીલા હારુન રશીદ મેનપુરવાલા ઉંમર વર્ષ 59 આરોપી (૨) હારું રસીદ મોહમ્મદભાઈ મેનપુર વાલા ઉંમર વર્ષ 65 આરોપી (૩) વસીમ હારુંન રસીદ મેનપુર વાલા ઉંમર વર્ષ 32 આરોપી (૪) સોહેલ ઉર્ફે પોપટ હારુન રસીદ મેનપુર વાલા ઉંમર 30. આરોપી (૫) મસિબાહ ઐયુબભાઈ મેનપુર વાળા ઉંમર વર્ષ 25 ને ભરૃચ થી ઝડપી પાડયા હતા
આરોપી ઓ જમાલપુર વિસ્તાર ના બિલ્ડરો એ અને વેપારી ઓ પાસે ખંડણી માગતા હતા
આ પકડાયેલા પાંચ આરોપી માં મહિલા જમીલા મેનપુર વાલા અને અન્ય ચાર આરોપીઓ જમાલપુરના તથા આસપાસના વિસ્તારમાં નાના બિલ્ડરો અને વેપારીઓ પાસે જઈ તેઓના ધંધા વિશે આર.ટી.આઈ અરજી કરી તેમનો ધંધો રોજગાર ની ધમકી આપીને દર મહિને અલગ અલગ વીસથી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા ખંડણી સ્વરૂપે લેતા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે આરોપીઓમાં એક આરોપી માસૂફ ખાન પઠાણ પાસેથી આરોપીઓએ એક લાખ રૂપિયા (૧૦૦૦૦૦) ની ખંડણી માંગી ટુકડે ટુકડે રૂપિયા એક લાખ 80 હજાર બળ જબરીપૂર્વક કઢાવી લીધેલ જેવો બાકીના રૂપિયા આપવા માંગતા ના હતા તેથી તેઓએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ પાંચે આરોપીઓ વિરુદ્ધ કલમ 18452 294 506 114 મુજબનો ગુનો દાખલ થયેલ હતો તેમજ અન્ય એક વેપારી પાસેથી જૂનું મકાન ખારા વાલા ડેલા ખાતે હોય જ્યાં તેઓને રીનોવેશન નું કામ શરૂ કરતાં આરોપી બેન જમીલા તથા અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ગયેલ અને કોની પરમિશનથી આ કામ શરૂ કરે છે અને હમારે ઇલાકા મે કામ કરના હે તો હમકો હપ્તા દેના પડેગા તેમ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1,38,000 ની ખંડણી પેઠે બળજબરીપૂર્વક લઈ લીધેલ હતા
આ રૂપિયો વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલ છે
આરોપી બેન જમીલા અરુણસિંહ મેનપુરા વાલા વૃદ્ધ ખંડણી તથા શ્રી સંબંધી એમ કુલ છ ગુના નોંધાયેલ છે આરોપી આરુણ પ્રસિદ્ધ મોહમ્મદભાઈ મેનપુર વાળા વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે આરોપી વસીમ આરુણ રસીદ મેનપુરા વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયેલા છે