અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.
પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધવપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.
આજે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગુહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે આ વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-1/3૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.
માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા અનેકો વાર ઝોન 2 ડીસીપી, અમદાવાદ શહેર PCB, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવાના આવી છે અને મસ મોટા મુદ્દામાલ સાથે કેસ કરવામાં આવ્યો છે પરંતું માધવપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ માત્ર 2 ,5 લીટર ના દેશી દારૂ ના કેસ કરીને. સંતોષ માની લેછે અને ઉપલા અઘિકારીઓ આખ આડા કાન કરે છે કોઈ એક્શન કેમ લેવામાં આવતું નથી એક મોટો સવાલ છે….