Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %