Categories
Ahemdabad crime news

પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી:તારી પત્નીને છૂટાછેડા આપી દે,

0 0

Read Time:2 Minute, 48 Second

પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી:તારી પત્નીને છૂટાછેડા આપી દે,

અમદાવાદ

અમદાવાદમાં મોડી રાત્રે અસારવા નજીક આવેલા ચમનપુરા ખાતે એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની હત્યા કરનાર તેની પત્નીનો પ્રેમી હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરો નથી પરંતુ મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા કરનાર પ્રેમી અને તેના સાગરીતો ચાઈના ગેંગના હોવાનો સ્થાનિકોએ આરોપ મુક્યો છે.

ચાઇના ગેંગના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે ત્યારે તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.યુવકને પત્નીના અનૈતિક સંબંધની ખબર પડી હતીચમનપુરા વિસ્તારમાં આવેલા તાળાવાળી ચાલી પાસે ગઈકાલે મોડી રાત્રે વિશાલ કિશન પટણી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કિશનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વિશાલ પટણી નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો અને તેના લગ્ન પાલનપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. વિશાલ અને યુવતીને એક સંતાનમાં એક દીકરો છે. થોડા સમય પહેલાં વિશાલને ખબર પડી હતી કે, તેની પત્નીને ડેબુ પટણી નામના યુવક સાથે અનૈતિક સંબંધ છે.તું તારી પત્નીને છૂટાછેડા આપી દે કહીં યુવકની હત્યા કરીડેબુના મામલે વિશાલ અને યુવતી વચ્ચે અવારનવાર બબાલ થતી હતી અને મામલો એટલી હદ સુધી પહોંચ્યો હો કે, ડેબુએ વિશાલની હત્યા કરી નાખી હતી.

ગઈકાલે તાળાવાળી ચાલી પાસે વિશાલ ઉભો હતો ત્યારે ડેબુ તેના સાગરીત કમલેશ, સમીર સહિતના લોકોને લઈને આવ્યો હતો. ડેબુએ આવતાની સાથે જ વિશાલને કહ્યું હતું કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકોર નથી પરંતુ મારો છે. વિશાલ અને ડેબુ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો એટલે ગંભીર બન્યો કે, ડેબુએ વિશાલના ગળામાં તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

વકફની જગ્યામાં બનેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

0 0

Read Time:3 Minute, 39 Second

વકફની જગ્યામાં બનેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

:અમદાવાદશહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ વફક બોર્ડની જમીન પર બનાવવામાં આવેલી ગેરકાયદેસર દુકાનોને આજે શનિવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે.પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની કામગીરી કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો. જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે. મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો. આ વિવાદ સામે આવતા ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા આ મામલે અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ કોર્ટે કોર્પોરેશનને કાર્યવાહીનો આદેશ આપતા આજે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે આવેલી ગુજરાત રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે 8થી 10 જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હતી. સ્થાનિક સલીમ પઠાણ નામના વ્યક્તિ દ્વારા આ સમગ્ર જગ્યા પરનો વહીવટ કરવામાં આવતો હતો. જે જગ્યા પર દુકાનો બનાવી દેવામાં આવી હતી તે જગ્યા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની હોવા અંગેનો ભાજપના ધારાસભ્યનો આક્ષેપ હતો. જો કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ જગ્યા ભાડા પટ્ટે લેવામાં આવી હતી જે મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે.જો કે આ જગ્યાના વિવાદ બાદ જે જગ્યા ઉપર બાંધકામ થયેલું છે તેને લઈને સવાલો ઊભા થયા હતા. મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા જે દુકાનો બનાવવામાં આવેલી છે તેની કોઈ મંજૂરી લેવામાં આવેલી નહોતી અને દુકાનો ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી. જેથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ આજે શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

અમદાવાદના કળયુગી દીકરા સામે ફરિયાદ

1 0

Read Time:5 Minute, 38 Second

અમદાવાદના કળયુગી દીકરા સામે ફરિયાદ

:માતાને રૂમમાં કેદ કરી રાખતો અને ઇચ્છા થાય ત્યારે દંડાથી માર મારતો હોવાનો આક્ષેપઅમદાવાદઅમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં માતાએ તેના દીકરા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. સિનિયર સિટીઝન મહિલાએ પોતાની સાથે થયેલા અત્યાચાર બાબતે આક્ષેપો કર્યા છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી ત્યારે ખબર પડી કે વૃદ્ધ મહિલાના શરીર પર ઈજાના નિશાન હતા. ત્યારબાદ તેમણે પોલીસને આ વાત કહી ત્યારે પોલીસે વૃદ્ધ મહિલા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને કળયુગી દીકરા સામે ફરિયાદ નોંધી પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.જુના સચિવાલયમાં સિનિયલ ક્લાર્ક તરીકે નિવૃત થયેલા એક વૃદ્ધ મહિલાનું જીવન આજે પ્રાણી સંગ્રાહલયમાં બંધ જાનવર કરતા પણ બદતર થઇ ગયુ હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

વૃદ્ધ મહિલાને તેનાજ પુત્રએ જાનવરની જેમ રૂમમાં પુરીને રાખતો હતો અને બે સમય જમવાનું તેમજ ચા પાણી આપતો હતો. જ્યારે પુત્રને સુરાતન ઉપડે ત્યારે વૃદ્ધાને દંડાથી સતત મારમારતો હતો. ચાર દિવસ પહેલા વૃદ્ધાને સતત દંડાથી મારમારતા રીતસરના સોર પાડી દીધા હતા. આટલેથી નહી અટકતા વૃદ્ધાના માથામાં સ્ટીલની બોટલથી મારમાર્યો હતો અને મોઢા પર ફેંટો મારી દીધી હતી. પુત્રએ વૃદ્ધાની હત્યા કરીને તેની લાસને કોથળીમાં પેક કરીને ક્યાક નાખી દેવાની પણ ધમકી આપી હતી.

ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા અમરપુરા સોસાયટીમાં રહેતા 65 વર્ષિય ગીતાબેન રબારીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં દીકરા સુધીર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ગીતાબેન હાલ નિવૃત છે અને ગાંધીનગર જુના સચિવાલયમાં ડાયરેક્ટર ઓફ પેંશન પેમેન્ટ વિભાગમાં સિનિયલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ગીતાબેનના પતિ બળદેવભાઇ મીર્ઝાપુર ખાતે સ્ટેનો તરીકે ફરજા બજાવતા હતા જે વર્ષ 2016માં નિવૃત થયા છે. ગીતાબેનને એક દીકરી છે. જેના લગ્ન મેમનગર ખાતે થયા છે જ્યારે એક દીકરો સુધીર છે જે પત્નિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.બે વર્ષ પહેલા માતાજીની જાતર કરવાની હોવાથી ગીતાબેન સહિતનો પરિવાર કંકોત્રી લખવા માટે લીસ્ટ બનાવતા હતા. દરમિયાનમાં ગીતાબેન અને સુધીર વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી ગીતાબેન રીસાઇને તેના પિયર જવા માટે નીકળી ગયા હતા. સોસાયટીના સભ્યોએ ગીતાબેનને સમજાવીને ઘરે પરત લાવ્યા હતા ત્યારથી તેમના સુધીર સાથેના સંબંધ ખાટા થઇ ગયા હતા. સુધીર માતા ગીતાબેન સાથે અણગમો રાખતો હતો.

સુધીર સહિત ઘરના સભ્યોએ ગીતાબેનને એકલા પાડી દીધા હતા અને સારસંભાળ પણ રાખતો નહી. ગીતાબેનનું પેન્શન આવે તે પણ સુધીર બેંકમાં જઇને લઇ આવતો હતો અને તેમને દવાના રૂપિયા પણ આપતો નહી. થોડા સમય પહેલા ગીતાબેને રૂપિયા માંગતા સુધીર ગીન્નાયો હતો અને તેમની સાથે મારઝુડ કરી હતી. ગીતાબેનને જમીન પર પડી ગયા હતા જ્યારે સુધીરે તેમના મોઢા પર મુક્કા માર્યા હતા.સુધીરે એટલી હદે હેવાન થઇ ગયો તે માતા ગીતાબેનને રૂમમાં પુરી રાખતો હતો અને બન્ને ટાઇમ જવાનું અને ચા આપતો હતો. સુધીર ગીતાબેનને રુમમાં પુરી દઇને દરવાજે તાળુ મારી દેતો હતો. ચાર દિવસ પહેલા સુધીરને સુરાતન ચઢ્યુ તો તેણે ગીતાબેનને સતત લાકડીના દંડાથી મારમાર્યો હતો. સુધીરે સતત દંડાથી મારમારીને ગીતાબેનને સોર પાડી દીધા હતા અને બાદમાં મોઢા પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા. આટલેથી નહી અટકતા ગીતાબેનના માથામાં સ્ટીલની બોટલ મારી દીધી હતી. ગીતાબેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સુધીરે ગીતાબેનને ધમકી આપી કે જો તુ મારા વિરૂદ્ધ સોસાયટીના સભ્યોને કઇ કહીશ તો તને જાનથી મારી નાખીશ અને કોથળીમાં પુરીને ક્યાક નાખી આવીશ. ઇજાગ્રસ્ત ગીતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ઘાટલોડીયા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને ગીતાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ ઝડપાઇ

0 0

Read Time:3 Minute, 57 Second

ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ ઝડપાઇ

:મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફસાવતા, પૈસા ટ્રાન્સફર કરવા બેન્કએકાઉન્ટ ભાડે રાખ્યા હતા આરોપી ચાઈનીઝ ગેંગ સાથે ઝોડાયેલા

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરું છું અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેમ જણાવી ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલો છે. જે ચાઈનીઝ નંબરોનો ઉપયોગ કરીને લોકો પાસેથી ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ડિજિટલ એરેસ્ટમાંથી નીકળવા માટે આરોપીઓ ઓનલાઈન વકીલની પણ સગવડ કરી આપવાની વાત કરતા હતા. પોલીસને 14 જેટલા અલગ અલગ એકાઉન્ટ મળ્યા છે અને રાજ્ય દેશમાંથી 54 જેટલી ફરિયાદો થઈ છે. આરોપી US ડોલરમાં પણ પૈસા કન્વર્ટ કરતો હતો.ઝોન-1 ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, સોલા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 98,000 પડાવ્યા હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે ટેકનિકલ એનાલિસિસ કરી પોલીસ દ્વારા મૂળ જૂનાગઢના રહેવાસી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરીએ છીએ અને મની લોન લોન્ડરિંગનો કેસ થયો છે એવી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ તેઓની પાસેથી પૈસા પડાવતા હતા. જો ડિજિટલ એરેસ્ટમાંથી છૂટવું હોય તો તેઓને ઓનલાઇન વકીલ પણ કરી આપતા હતા.મૂળ જુનાગઢનો અને નિકોલ વિસ્તારમાં શાંતિ નિકેતન 1માં રહેતો પ્રિન્સ રવિપરા (પટેલ) મૂળ માસ્ટરમાઈન્ડ છે. આરોપી પ્રિન્સ બેન્ક એકાઉન્ટ ભાડે લેતો હતો. બે લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે લઇ તેઓને પાંચથી દસ હજાર રૂપિયા આપતો હતો. જેમને પણ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા તેઓના આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાર બાદ તે બેન્ક એકાઉન્ટની વિગત ચાઈનીઝ નંબરોના પ્રોસેસરને મોકલી આપતો હતો. યુએસ ડોલર ખરીદી અને તેમના એકાઉન્ટમાં વધુ રકમ આપતો હતો. વચ્ચે રહેલા એજન્ટને પણ પૈસા ચૂકવતો હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપીઓમાં આરોપી તનવીર અને સાહિલ બંને રીક્ષા ચલાવે છે અને તેઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રિન્સ ચાઈનીઝ ગેંગ સંકળાયેલો છે અને તેના મોબાઈલમાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના અને વિદેશના નંબરો પણ મળી આવ્યા છે. આરોપી પ્રિન્સ અને જૈમિન ગોસ્વામી પણ + 44થી ચાઈનીઝ મોબાઈલ નંબરો વાપરતા હતા. આરોપીઓએ બાયનાસ એપ્લિકેશન અને ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ પ્રોસેસરોનો સંપર્ક કર્યો હતો. આરોપી પ્રિન્સ ગુગલ ટ્રાન્સલેટ મારફતે ચાઈનીઝ લેંગ્વેજ શિખતો હતો.ઝડપાયેલા આરોપીઓ પ્રિન્સ રવિપરા (પટેલ) ( રહે. નિકોલ, મૂળ જૂનાગઢ)જૈમિનગીરી ગૌસ્વામી (રહે. જૂનાગઢ)તનવીર મધરા (સંધી) (રહે. જૂનાગઢ)સાહિલ મુલતાની (રહે. જૂનાગઢ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Amadavad

bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ

0 0

Read Time:3 Minute, 9 Second

bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ

:અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે.જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે. ટિકિટ વેચાણ કરતાં પ્લેટફોર્મ bookmyshow દ્વારા કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને પાર્કિંગ માટે સુવિધા મળશે નહિ એવું જણાવાયું હતું. જોકે, બીજી તરફ આ બ્રિટિશ બેન્ડની પબ્લિક રિલેશન કંપનીએ એવું જાહેર કર્યું હતું કે, જે લોકો પોતાના ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન લાવવાનું ઇચ્છે છે, તેમના માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર સ્થળ નજીકના નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર સાઇટ પર કોઈ પાર્કિંગ ઉપલબ્ધ નથી, પરંતુ કોન્સર્ટમાં હાજરી આપનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવશે. ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન મારફતે તેમના પાર્કિંગ સ્લોટ બુક કરશે, તેઓ માટે સ્ટેડિયમ સુધી જવા માટે મફત શટલ સેવાનું પણ આયોજન કરાયું છે. ઓફિશિયલ માહિતી છે જેમાં ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર તમારું પાર્કિંગ બુક કરવાની લિંક પણ શામેલ છે. 11 જાન્યુઆરીએ બુકમાય શો લાઇવના અધિકૃત સોશિયલ મીડિયા ચેનલ્સ પર શેર કરવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા તમામ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાનું પાર્કિંગ બુક કરી લે.અઠવાડિયા અગાઉ bookmyshow પરથી પેઈજ જ ગાયબ હતુંતદુપરાંત અઠવાડિયા અગાઉ જ bookmyshow પર આ કોન્સર્ટને લગતી માહિતીનું પેજ જ ગાયબ થઈ ગયું હતું. શોની તમામ માહિતી જ ડિલિટ થઈ ગઈ હતી. ત્યારે શોના 10 દિવસ અગાઉ bookmyshow પર ટિકિટ બુકિંગ શરૂ બતાવતાં લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આ કોન્સર્ટમાં જવું કે ન જવું? ટિકિટ બુક કરવી કે ન કરવી?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

અમદાવાદ ના Ctm એકસપેસઁ હાઈવે પાસે અસામાજિક તત્વો ઓ વાહનો મા કરી ભારે તોડફોળ

0 0

Read Time:58 Second

અમદાવાદ ના Ctm એકસપેસઁ હાઈવે પાસે અસામાજિક તત્વો ઓ વાહનો મા કરી ભારે તોડફોળ

Amts એ માં નશો કરી ને બસ માં ચડવા જતા ચારેક શખ્સો ને બસ માં ના ચડવા દેવાતા બસ કન્ડકટર એ બસ નો દરવાજો બંધ કરી દેતા શખ્સો ઓ એ આંતક મચાવી ને બસ માં તોડફોળ કરીબસ માં થી ઉતરી ને માગઁ પર ના અન્ય વાહનો માં કરી ભારે તોડફોળઅનેક કારો અને અન્ય વાહનો માં તોડફોળ કરાતા ચારે તરફ ભારે ટાફિઁક જામ થયોપોલિસ અધિકારી ની કાર પણ ડબલ ડેકર ઓવરબિજ પર ભારે ટાફિઁક મા ફસાઈઈસ્કોન થી વિવેકાનંદનગર તરફ જતી Amts રુટ ની બસ Ctm પહોંચી ત્યારે નશો કરી ને બસ માં ચડવા જતા મામલો બીચકયો હતોપોલિસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો

0 0

Read Time:4 Minute, 21 Second

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો

અમદાવાદઅમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાં 10થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરેથી થોડે દૂર રહેતા પ્રિન્સ જાંગીડ નામના યુવક સાથે 10થી 15 દિવસ પહેલાં સિંધુભવન રોડ ઉપર દ્વારકાધીશ ચાની કીટલી પર બેઠા હતા. દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચોલી થતાં મારામારી થઈ હતી. આ મામલે પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા. જામીન પર છૂટ્યા બાદ પ્રિન્સે ધમકી આપી હતી કે અમે તમને છોડવાના નથી, તમે બહાર બજારમાં ફરો છો એ વખતે અમે તમને જોઈ લઈશું એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.10 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય, ભોલુ, મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા ઉપર ઊભા હતા. ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યારે 1 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુંનર ગાડી પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી ગઈ હતી. આ ગાડી આવતાં તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા, જેથી તેમના ઢીંચણ છોલાઈ ગયા હતા. આ ગાડીની પાછળ ક્રેટા અને સ્કોર્પિયો ગાડી પણ આવી હતી. આમ ત્રણેય ગાડીઓમાંથી કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડીઓ લઈને નીચે ઊતર્યા હતા. આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી. આ ઉપરાંત બીજા 10થી 12 માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી. તેમણે જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો.પ્રિન્સે તલવાર વડે વિજય ભરવાડ પર હુમલો કરવા જતાં કમરના પાછળના ભાગે વાગી હતી, જેના કારણે સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે અજાણ્યા ઈસમોએ પણ લાકડી વડે હુમલો કરતાં તેમના આંગળીના નીચેના ભાગે ફેક્ચર થયું છે. વિજય ભરવાડના મિત્રોને પણ ધક્કો મારીને માર માર્યો હતો. ત્યાર બાદ બૂમાબૂમ થતાં આ તમામ માણસો ગાડીમાં બેસીને ત્રણથી ચાર રાઉન્ડ મારીને ત્યાંથી નીકળી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે ક્યાંય મળશો તો તમને જાનથી મારી નાખીશું. આ મામલે વિજય ભરવાડે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Ahemdabad crime news

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો

0 0

Read Time:4 Minute, 21 Second

અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો

અમદાવાદ

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાં 10થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરેથી થોડે દૂર રહેતા પ્રિન્સ જાંગીડ નામના યુવક સાથે 10થી 15 દિવસ પહેલાં સિંધુભવન રોડ ઉપર દ્વારકાધીશ ચાની કીટલી પર બેઠા હતા.

દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચોલી થતાં મારામારી થઈ હતી. આ મામલે પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા. જામીન પર છૂટ્યા બાદ પ્રિન્સે ધમકી આપી હતી કે અમે તમને છોડવાના નથી, તમે બહાર બજારમાં ફરો છો એ વખતે અમે તમને જોઈ લઈશું એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.10 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય, ભોલુ, મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા ઉપર ઊભા હતા. ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યારે 1 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુંનર ગાડી પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી ગઈ હતી. આ ગાડી આવતાં તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા, જેથી તેમના ઢીંચણ છોલાઈ ગયા હતા.

આ ગાડીની પાછળ ક્રેટા અને સ્કોર્પિયો ગાડી પણ આવી હતી. આમ ત્રણેય ગાડીઓમાંથી કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડીઓ લઈને નીચે ઊતર્યા હતા. આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી. આ ઉપરાંત બીજા 10થી 12 માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી. તેમણે જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો.પ્રિન્સે તલવાર વડે વિજય ભરવાડ પર હુમલો કરવા જતાં કમરના પાછળના ભાગે વાગી હતી, જેના કારણે સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે અજાણ્યા ઈસમોએ પણ લાકડી વડે હુમલો કરતાં તેમના આંગળીના નીચેના ભાગે ફેક્ચર થયું છે. વિજય ભરવાડના મિત્રોને પણ ધક્કો મારીને માર માર્યો હતો. ત્યાર બાદ બૂમાબૂમ થતાં આ તમામ માણસો ગાડીમાં બેસીને ત્રણથી ચાર રાઉન્ડ મારીને ત્યાંથી નીકળી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે ક્યાંય મળશો તો તમને જાનથી મારી નાખીશું. આ મામલે વિજય ભરવાડે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Amadavad

અમદાવાદમાં ફલાવર શોમાં દિવસો લંબાવામાં આવ્યા

0 0

Read Time:1 Minute, 40 Second

અમદાવાદમાં ફલાવર શોમાં દિવસો લંબાવામાં આવ્યા

અમદાવાદ

અમદાવાદમાં ફલાવર શો ચાલી રહ્યો છે. હજારોની સંખ્યામાં ફલાવરો શો જોવા લોકો પહોંચી રહ્યા છે. તેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કે ફલાવર શોના દિવસોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફલાવર શો ચાલી રહ્યો છે. અને રોજની સંખ્યામાં લોકો હજારોની સંખ્યામાં લોકો ફલાવર શો જોવા આવી રહ્યા છે. તે ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્તવનો નિર્ણય લેવામાં આવ્યો છે. કે જે ફલાવર શો 22 જાન્યુઆરીએ સંમાપ્ત થવાનો હતો. તે હવે બે દિવસ એટલે 24મી જાન્યુઆરીએ છેલ્લો દિવસ હશે. બે દિવસ વધારી દેવામાં આવ્યો છે. અને ફલાવર શોથી અમદાવાદ મહાનગર પાલિકાને લાખો રૂપિયાની આવક ઉભી થઈ છે.

ફલાવર શો લોકોનો પ્રતિસાદ વધુ મળી રહ્યો છે. જેના કારણે ફલાવર શોમાં પ્રિ-વેન્ડિંગ શૂટ કરવામાં આવશે. જે સવારે 7 થી 8 વાગ્યોનો હશે. જેનું કિંમત 25 હજાર નક્કી કરવામાં આવી છે. અને જે ફિલ્મ શૂટિંગ માટે એક લાખ રૂપિયાની ફિ નક્કી કરવામાં આવી છે. જેથી મહાનગર પાલિકામાં ફલાવરશોના લીધે લાખો રૂપિયાની આવક ઉભી થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Categories
Amadavad

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત,

0 0

Read Time:2 Minute, 50 Second

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત,
CCTV :ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને ઢળી પડી,
અમદાવાદ
અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવો થયો હતો, જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં પેરેન્ટ્સ હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી.

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનનાં પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા અત્યારે મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈપણ બીમારી નહોતી તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %