Categories
Amadavad Breaking news

Ahemdabad Breaking બુટલેગર દ્વારા પોલીસ પર લગાવાયા ગંભીર આરોપો

2 0
Read Time:12 Minute, 0 Second

1) કલ્યાણસિંહ શિવસિંહ દ્વારા સને ૨૦૧૯ ની સાલમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન મારી એક બ્રેઝા ગાડી ઈંગ્લીશ દારૂ ૪૧ પેટી પકડેલ હતી અને તે ગાડી મારી ન હોવા છતાં મારી પાસેથી ૧૨ લાખ પુરા રોકડા લઈ ૧૦ બોટલનો કેસ મારા નામે બનાવી અમારો તોડ કરેલ હતો.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(2) કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં નોકરી કરતા હતા તે દરમ્યાન રાણીપ હદ વિસ્તારમાં અલગ અલગ દારૂના વેપારી સાથે ધંધો કરવા માટે સંપર્ક કરાવી તેઓને દેશી દારૂ પરો પાડીએ આપવાન સેટીંગ કરવા – અને કેસો નહી કરવા માટે દર ૬ માસે ૨(બે) લાખ માસીક ભરણ પેટે લેતા હતા. સને ૨૦૧૯ થી સને ૨૦૨૪ સુધી અમોને દારૂના ધંધામાં અમારા નામે વેપાર કરાવતો હતો અને ૨૦૨૪ સુધી એક પણ કેરા કે ફરીયાદ અમારી સામે કરતા ન હતા કારણ કે અમો તેઓને રેગ્યુલર ભરવાની રકમ ચુકવી દેતા હતા :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(3) ત્યારબાદ કલ્યાણસિંહ શિવસિંહ રાણીપ પોલીસ સ્ટેશનમાંથી ઝોન-૨ માં બદલી થતા તેઓ ઝોન -૨ ડી.સી.પી. સાહેબશ્રી તથા સેક્ટર -૧ સાહેબના નામનો વહીવટદાર તરીકે ઝોન-૨ સાહેબના નામે દર માસે રૂા.૨,૫૦,૦૦૦/- તથા સેકટર-૧ સાહેબના નામે દર માસે રૂા. ૧,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરમણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(4)કલ્યાણસિંહ ઝોન-૨ માંથી પી.સી.બી માં બદલી થતા પી.સી.બી ના વહીવટદાર હોવાનું જણાવી અમોને કહેલ કે જો તારે દારૂનો ધંધો કરવો હોય તો પી.સી.બીમાં બધા સાહેબોનુ મળીને કુલ દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવવા પડશે અને આખા અમદાવાદમાં જો પી.સી.બીમાં કોઈ રોકે તો ફકત મારું નામ આપવાનુ કે કલ્યાણસિંહ નો માણસ છું. તે મુજબ અમો દર માસે રૂા.૭,૫૦,૦૦૦/- અમો તેઓને રેગ્યુલર ભરણની રકમ ચુકવી આપતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(5) ઉપર જણાવ્યા મુજબ ની ભરણ(લાંચ) ની રકમ આ કલ્યાણસિંહ શિવસિંહ સુભાષબ્રિજ સર્કલ પાસે પોલીસ ચોકીની બાજુમાં એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં લેવા પોતે આવતા હતા. અને અમુક સમયે સાબરમતી રેલ્વે સ્ટેશન બહાર ઉભા રહી અમોને ફોનથી અથવા અન્ય માણસો મોકલી અમોને જણાવે કે કલ્યાણસિંહ આ જગ્યા ઉપર તમોને બોલાવે છે અને અમો ત્યાં જઈને તેઓની નકિક કર્યા મુજબનુ ભરણ ચુકવી આપતા હતા અને ભરણના બદલામાં આખા અમદાવાદમાં દેશી દારૂના છુટક વેચાણ કરનારાઓ સાથે અમારો સંપર્ક કરાવી હઅને તેઓની સાથે અમારી ઓળખાણ કરાવી આપતો હતો અને દેશીઠારૂ અમારી પાસેથી જ લેવાનુ નકિક કરી આપતો હતો. સતત અમો સાથે વોટસએપ કોલ તથા ડમી નંબરોથી કોન્ટેકટ રાખતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(6) ગત તા. ૨૪/૦૧/૨૦૨૪ નારોજ કણભા પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થતા અમો જેલમાં જતા રહેલ હતા જેથી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- અમો કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી તેઓ અમોને તેઓના મળતીયા માણસો ઘ્વારા મારા ઘરે મોકલી જણાવતા હતા કેજાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો મજા નહી આવે કલ્યાણસિંહ તમને કોઈને છોડશે નહી તેવી ધમકી મારા ઘરે આપવા આવતા હતા. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(7) કણભા પોલીસ સ્ટેશનમાં કણભા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૩૦૨૪૦૦૪૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ.૩૦૨, ૩૦૭,૩૩૩, ૨૭૯, ૧૧૪ મુજબના કામે સાબરમતી જેલમાં મારી પુછપરછ માટે સ્ટેટ વીજીલન્સ ના ડી.વાય.એસ.પી સાહેબશ્રી કે.ટી.કામરીયા સાહેબ મારી પુછપરછ કરવા આવેલ કે હુ દારૂના ધંધમાં કોને કોને કેટલા પૈસા (ભરણ) ચુકવતો હતો અને કોની કોની મદદથી હુ દારૂનો વેપાર પોલીસની રહેમ નજર હેઠળ ચલાવતો હતો તે દરમ્યાન મે. અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓના નામ આપેલ અને આ કલ્યાણસિંહનુ નામ પણ કે.ટી.કામરીયા સાહેબને આપેલ. અને તે સંધર્ભે અમદાવાદ શહેરમાંથી ૧૦ થી ૧૫ પોલીસ કર્મચારીઓ મારી સાથે સંકળાયેલા હોવાનુ કોલ ડીટેઈલ અને મારા મોબાઈલમાં વોટસએપ ચેટ મળી આવેલ જે આધારે આપ સાહેબશ્રી ની કચેરી ધ્વારા તમામ પોલીસ માણસોને અલગ અલગ જીલ્લામાં બદલી કરેલી :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

.(8) આ કલ્યાણસિંહ શિવસિંહ હાલ અમદાવાદ પી.સી.બીના વહીવટદાર તરીકેનીઓળખ આપે છે. અને તમામ દારૂ જુગાર ના ધંધાવાળા પાસેથી રેગ્યુલર ભરણની રકમ નકિક કરીતેઓને ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે પરમીશન આપી તેઓની સામે કોઈ કેસ ન થાય તેવી તકેદારીઓ રાખી અધધ રકમ ભરલ પેટે મેળવી હાલ આખા અમદાવાદમાં ગેરકાયદેસર ધંધાઓ કરાવે છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(9) આ કલ્યાણસિંહ શિવસિંહ સને ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- કલ્યાણસિંહ ને ચુકવી શકેલ નહી. જેથી અમો તથા પરિવારમાં મારો સાળો ઝાકીર ઈસ્માઈલ શેખ તથા અન્ય માણસો સામે ખાલી ગાડીઓ રોડ ઉપરથી ઉભી રખાવી લઈ લે છે અને બહારથી દારૂ મંગાવી તેઓને વોન્ટેડ આરોપી બતાવી ખોટા ખોટા કેસો ઉભા કરે છે અને મારા ઘરે માણસો મોકલે છે અને જણાવે છે કે જયાં સુધી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિનાની ભરણ ની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- મને નહી આપો ત્યાં સુધી આવા કેસો કરવાનુ ચાલુ જ રહેશે. જેથી વિચારી લો કે તમારે શું કરવું છે.:: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી ભાટી

(10) ગત. તા. ૧૪/૧૦/૨૦૨૪ નારોજ વચગાળાના જામીન ઉપર આવતા મને માલુમ પડેલ છે. તા.૨૫/૦૯/૨૦૨૪ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુરનં ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી એક આઈ-૧૦ ગાડી તથા એકટીવા સાથે દેશીદારૂનો કેસ કરેલ છે જેમાં આરોપી નં. ૨ તરીકે મારો ભત્રીજો નામે હર્ષલ અમોપ્રકાશ ભાટી ને વોન્ટેડ બતાવી કોઈ આરોપી પકડાયેલ ન હોવા છતાં ખોટુ નામ લખી દીધેલ છે. અને આ મારો ભત્રીજો સગીર ઉંમરનો છે તેનો આજદિન સુધી કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. અને કોઈપણ ગેરકાયદેસર ધંધા સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં તેનુ નામ વોન્ટેડ તરીકે નાંખી દીધેલ છે. અનેકલ્યાણસિંહ શિવસિંહ ના માણસો મારા ઘરે આવી જણાવેલ છે કે આ શરૂઆત છે ધીરે ધીરે આખા ઘરના તમામ સભ્યોની સામે કેસો કરીશ તેના પહેલા બાકી ભરણનીરકમ રૂા.૭,૫૦,૦૦૦/- ચુકવી આપો નહી તો હજ ઘરની સ્ત્રીઓને પણ વોન્ટેડ બતાવવાનુ ચાલુ કરી દઈશ. તેવું આ કલ્યાણસિંહના અલગ અલગ માણસો મારા ઘરે આવી જણાવે છે.આમ હાલ હુ જાન્યુઆરી મહિનાથી જેલમાં છુ કોઈપણ દારૂનો ધંધો હુ કે મારો પરિવાર ચલાવતો નથી. અને તેમ છતાં ફકત જાન્યુઆરી મહિનાના ભરણની રકમ રૂા.૭,૫૦,૦૦૦/- નહી ચુકવેલ હોવાથી મારા પરિવારના સભ્યો જેમાં સગીર બાળકો વિરૂધ્ધ ખોટા કેસો કરે છે. અને હાલ હુ વચગાળાના જામીન ઉપર બહાર આવેલ હોવાથી વિગતવાર મને તમામ બાબતો જાણેલ જેથી મારે હાલની ફરીયાદ કરવાની જરૂર પડેલ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૯૦/૨૦૨૪ થી મારા સગીર ભત્રીજા ઉપર જે ખોટો કેસ કરેલ હોઈ જેથી અમોએ તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં F/SCR.A/40518/2024 થી કવોશીંગ પીટીશન કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે.આ કલ્યાણસિંહ શિવસિંહ એ સને ૨૦૧૯ થી ૨૦૨૪ ના જાન્યુઆરી મહિના સુધી મારી કે મારા પરિવાર ઉપર એક પણ કેસ કરેલ નથી. કારણ કે હુ તેમને નકિક કર્યા મુજબનુ નિયમિત ભરણ ચુકવતો હતો પરંતુ જેલમાં જવાથી હુ દારૂનો ધંધો કરતો ન હોવાથી સાડા સાત લાખ એક માસનુ ભરણચુકવી આપેલ નહી જેથી તેનો દૂષભાવ રાખી મારા પરિવારના સભ્યો સગીર બાળકો સામે ખોટા પ્રોહીબીશનના કેસો કરી હેરાનગતિ કરી સતત નાંણાની માંગણી મળતીયા માણસો ધ્વારા કરાવાનું ચાલુ રાખેલ હોઈ જેથી અમો હાલ તેઓનો કોઈપણ શરતોને સ્વિકારી શકીએ તેમ ન હોઈ અને મારા પરિવારને દારૂના ધંધામાં ખોટી રીતે આ કલ્યાણસિં સંડોવી રહેલ હોઈ તેઓની સામે મારી કાયદેસરની ફરીયાદ છે.આ કલ્યાશસિંહ શિવસિંહ હાલ સમગ્ર અમદાવાઠના કારૂ જુગાર નો ધંધા વાળાઓને ગેરકાયદેસર ધંધો ચલાવવા માટે પી.સી.બી તરફથી પરમીશન આપી મોટી રકમ ભરણપેટે મેળવી ધંધા ચલાવે છે. તેઓની નોકરીમાં જોડાવા ત્યારની અને અત્યારની ચલ-અચલ સંપતિ ની તપાસ કરવામાં આવે તો ઘણ બધુ બહાર નિકળી આવે તેમ છે. અને અમો પાસેથી રૂ.૩.૫૦,૦૦૦/- બરણની રકમ બાકી હોવાથી અમારા ઘરના તમામ સભ્યોની સામે ખોટા દારૂના કેસો કરે છે અને હજુ પણ અન્ય કેસો કરી કસાવવાન કામ કરી રહેલ હોઈ આ કલ્યાણસિંહ શિવસિંહ ની સામે કાયદેસર પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી મારા પરિવારના સભ્યોની સામે ખોટા કેસો ન કરે તેવુ રક્ષણ આપવા મારી આપ સાહેબશ્રીને વિનંતિ છે. :: ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી પ્રેમાજી બાટી

*| Ahemdavad Breking news | પીસીપી માં ફરજ બજાવતા કલ્યાણસિંહ પર બુટલેગર દ્વારા મોટા આક્ષેપ…**Good day Gujarat News*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

અંબાજી નજીક લકઝરીનો અકસ્માત થતા 4ના મોત, 15 થી વધારે ધાયલ

0 0
Read Time:2 Minute, 30 Second

અંબાજી નજીક લકઝરીનો અકસ્માત થતા 4ના મોત, 15 થી વધારે ધાયલ


અંબાજી
અંબાજી નજીક આવેલા ત્રિશૂલિયા ઘાટ પાસે આજે સવારે લકઝરી બસનું જોરદાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લાકોના મોત થયા છે. અને 15 જેટલા લોકો ઈજા પહોંચી છે. તમામને પાલનપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત થયો ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે લોકો દર્શન કરવા માટે લોકો ગામડે કાંતો મંદિરે જતા હોય છે. તેવામાં આજે સવારે એક લકઝરી જે યાત્રીકોને લઈને અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે પસાર થઈ ગઈ હતી. ત્યારે તે ફૂલ સ્પીડમાં હતી. તેવામાં ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા તે બેરીંગ તોડીને સામેની સાઈડમાં લકઝરી અથડાઈ હતી. અને અકસ્માત થયો હતો. તે અકસ્માત થતા. ત્યાના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને લોકોને મદદે લાગ્યા હતા.
લકઝરીનો અકસ્માત એટલો જોરદાર હતો કે તે અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 4 વ્યક્તિના મોત થયા હતા. અને 15થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા. જે લોકોને ઈજા પહોંચી છે. તે લોકોને તાત્કાલિક ખેડાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોનું કહેવુ એ છે કે લકઝરીનો ડ્રાઈવર નશામાં હતો. અને તે નશામાં લકઝરી ચલાવતો હતો. તેના કારણે અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને એમ્બુલન્સને કોલ કર્યો હતો. તાત્કાલિક એમ્બુલન્સ ઘટના સ્થળ પર આવીને લોકોને મદદ પર પહોંચી હતી. તેવામાં 4 લોકો ઘટના સ્થળ જ મોત થયા હતા. આ વાતની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક પગલા લીધા હતા. અને અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં લાગી ગઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો

0 0
Read Time:2 Minute, 43 Second

12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો


– પાસ હોવા છતા પ્રવેશ ના આપતા પોલીસ બોલાવાની ફરજ પડી
અમદાવાદ


અમદાવાદમાં ગરબાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યુ છે. તેવામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે. તેવામાં સાયન્સ સીટી ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં કાલે ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા. ત્યારે 12 વર્ષના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને લોકોમાં ગુસ્સો જોતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
જે દિવસથી નવરાત્રિઓ ચાલુ થઈ છે. તેવામાં ગુજરાતમાં અમૂક જગ્યા પર લોકોમાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી રોડ પર મધુબન પાર્ટી પ્લોટમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે લોકો ગરબા રમવા આવ્યા ત્યારે 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.
ત્યારે ખેલૈયાઓનું કહેવુ છે. કે અમે અહી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા. અમારા બાળકોના પણ પાસ છે. તેવામાં જ્યારે આજે અમે ગરબા રમવા આવ્યા ત્યારે આયોજકોએ પાસ હોવા છતા 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપ્યો હતો. આયોજક ઉપર એક્શન લેવાની વાત કરી હતી. અને પોલીસને પણ બોલાવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાની કોશિક કરી રહ્યા હતા. પણ આયોજકોએ કહ્યુ હતુ. કે ગરબાતો નિયમ પ્રમાણે જ થશે.
થોડા દિવસ પહેલા જ આ પાર્ટી પ્લોયમાં 3 દિવસ પહેલા જ નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પણ અચાનક આ ફેસલો બદલીને કહેવામાં આવ્યુ કે 12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશ આપવામાં નહી આવે તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યાના ખેલૈયાઓએ કહ્યુ હતુ. કે આ આયોજકોનો ખોટો નિર્ણય છે. નાના બાળકોને પ્રવેશ જ આપવો જોઈએ. જેથી કરીને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની ધરપકડ

0 0
Read Time:59 Second

વડોદરામાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની ધરપકડ


વડોદરા
વડોદરા શહેરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસને સોંપશે. 16 વર્ષની સગીરા ઉપર ગરબા રમવા જતી હતી. ત્યારે પ જણાએ તેના ઉપર ગેંગ રેપ કર્યો હતો. 2 દિવસ પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની હવે જિલ્લા પોલીસ દ્વારા સોંપવામાં આવશે. અને તેમનુ પુછપરછ કરાશે.
જે આરોપીને પકડવામાં આવ્યા છે. તાંદલજા વિસ્તારના રહેવાસી છે. જે આરોપીઓ ઝડપાયા છે. તે વિધર્મીઓ છે. થોડા સમયથી તેવો તાંદલજામાં રહે છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી કહેવામાં આવી રહ્યુ છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %
Categories
સાબરકાંઠા સમાચાર

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલa

0 0
Read Time:2 Minute, 25 Second

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોત
પેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ

બનાસકાંઠા


ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીંસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મૃતકોના નામ મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલા
ઈજાગ્રસ્ત મહાવીરસિંહ દાદુસિંગ વાઘેલા
ફોર્ચ્યુનગરના ચાલકે 200 મીટર સુધી બાઈકને ઢસક્યું પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનગરના ચાલકે મોટર સાયકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાયકલ પર સવાર મહાવીરસિંહ નામનો યુવક ફેંકાય ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટર સાયકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

0 0
Read Time:2 Minute, 8 Second

ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ

ગાંધીનગર
ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવતા ગરબા પણ કાલે તિલક લગાવાને કારણે ગરબામાં બબાલ થઈ ગઈ હતી. પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી.
ગુજરાતમાં ગરબાનો તહેવાર ચાલી રહ્યો છે. તેવામાં સમગ્ર ગુજરાતમાંથી લોકો રાત્રે મન મુકેને ગરબા ગાતા હોય છે. અને ગરબામાં કોઈ પણ પ્રકારની અજુકતુ ન બને તે માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. સાદા કપડામાં પણ પોલીસ હાજર હોય છે. જેથી લોકો ગરબા સારી રીતે રમી શકે. તેવામાં ગાંધીનગર ખાતે સરગાસણમાં એક દિવસનું ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં ખેલૈયાઓ ગરબા રમવા ત્યા પહોંચી ગયા હતા.


ત્યારે ગાંધીનગરમાં સરગાસણમાં ગરબા રમવા ખેલૈયાઓ જ્યારે એન્ટ્રી લેતા હતા. ત્યારે તેમના માથા ઉપર તિલક કરવામાં આવ્યુ હતુ. તે ફરજીયાત હતુ. જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પોલીસને તિલક લગાવતા હતા.ત્યારે બંન્ને વચ્ચ ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને પક્ષ એક બીજાની સામે આવી ગયા હતા. અને મામલો વધારે ઉગ્ર બન્યો હતો.


આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ હતી. તેવામાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે પડ્યા હતા. અને ખેલૈયાઓ વચ્ચે તકરાર થઈ હતી. તેવામાં ગરબા રમતા ખેલૈયાઓનો વીડિયો ઉતારતા હતા. તેને લઈને પણ બબાલ થઈ હતી.
જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ જ્યારે તિલક કરવા ગયા ત્યારે વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને બબાલ થતા પોલીસે કર્મચારીઓએ લાઠી ચાર્ચ કર્યુ હતુ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન

0 0
Read Time:1 Minute, 27 Second

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન

ગાંધીનગર

74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 ના અંતિમધામ નીકળશેગુજરાતનાં રાજકારણમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. ગાંધીનગર દક્ષિણનાં પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે સવારે દુઃખદ નિધન થયું છે. 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા. માહિતી મુજબ, આજે સવારે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 નાં અંતિમધામ નીકળશે.શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર દક્ષિણ, ગુજરાતમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

0 0
Read Time:1 Minute, 48 Second

વડોદરા એરપોર્ટને ઈમેલ દ્વારા ઉડાવાની ધમકી મળી

વડોદરા

વડોદરા એરપોર્ટને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરીયો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ આવતાની સાથે જ એરપોર્ટ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા ઈમેલ ક્યાથી આવ્યો હતો. તેની તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલા દિલ્હીની સ્કુલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. પણ તે ખાલી અફવા નીકળી હતી. પણ આજે સવારે 11 વાગ્યે વડોદરા ખાતે એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેથી એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ તરત જ એક્સનમાં આવી ગયા હતા. અને એરપોર્ટ ઉપર તાત્કાલિક બોમ્બ સ્કોવોડને બોલાવામાં આવ્યુ હતુ. અને સમગ્ર એરપોર્ટ ઉપર તાત્કાલિક સુરક્ષાને લઈને એરપોર્ટ ઉપર તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ એરપોર્ટ ઉપર તપાસ કરી ત્યારે કોઈપમ શંકાસ્પદ વસ્તુઓ મળી નહી હતી. પણ આ ઈમેલ ક્યાથી આવ્યો હતો. અને કોને મોકલ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે બોમ્બથી એરપોર્ટને ઉડાવાની ધમકી આપવામાં હતી. આ વાતની ખબર પડતા ત્યાના મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. પણ જ્યારે ચેકિગમાં કોઈ પણ વાધાજનક વસ્તુ ના મળતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી માર્ડમાં પરિવાર ખરીદી કરવા ગયુ તો ગાડીમાંથી ચોર 60 હજાર ચોરી કરી ફરાર
અમદાવાદ
અમદાવાદમાં એક પરિવાર પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયુ હતુ. ત્યારે ખરીદી કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે ગાડીનો કાચ તુટેલો હતો. અને અંદર રહેલા 60 હજાર રૂપિયા અને કોઈ આધાર કાર્ડ જેવી વસ્તુઓ ગાયબ હતી. તે જોઈને પરિવાર ડરી ગયુ હતુ. અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. હવે ખાસ કરીને હવે તહેવાર શરૂ થઈ ગઈ છે. ત્યારે ચોરીના બનાવો પણ વધતા રહે છે. બટ્ટીકુમાર ગાંધીનગર ખાતે રહે છે. શનિવારે પોતાના પરિવાર સાથે ડી માર્ડમાં ખરીદી કરવા ગયા હતા. ત્યારે તેમની કાર રોડ ઉપર પાર્ક કરી હતી. જ્યારે પરિવાર ખરીદી કરીને પાછા આવ્યા ત્યારે તેમને જોયુ કે ગાડીના કાચ તુટેલા હતા. અને તે તરત જ અંદર જઈને જઈને જોયુ કાળા કલરની બેગ ગાયબ હતી. અને બેગની અંદર રહેલા ડોક્યુમેન્ટ અને રોકડા 60 હજાર રૂપિયા હતા નહી. અને તેમની પત્નીનું આધાર કાર્ડ, એટીએમ કાર્ડ વગેરે જેવી વસ્તુઓ બેગની અંદર હતી. તેથી તરત જ ચાંદખેડા પોલીસ સ્ટેશન નજીક ફરિયાદ નોંધા
વી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ

0 0
Read Time:1 Minute, 21 Second

અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગર

ગાંધીનગર ખાતે આવેલી હીરામણી હોસ્પિટલમાં અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. આ હોસ્પિટલ 50 કરોડના ખર્ચે બનેલી છે. અને અમિત શાહે આજે અડાલજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. કાલે રાત્રે તેવો વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રીનું મહોત્સવનું ઉદ્દાટન કર્યુ હતુ. અને આજે સવારે અમિત શાહે ગાધીનગર ખાતે આવેલી આધુનિક હીરામણી હોસ્પિટલનું અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. તે બનાવાની કિંમત લગભગ 50 કરોડ બનેલી છે. અને તેના દ્વારા ગાંધીનગરની આસપાસના લોકો તે હોસ્પિટલનો લાભ લઈ શકશે. અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી અમિત શાહે અડાલજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી પરિમલ નથવાણી હાજર હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %