Categories
Amadavad Crime

અમદાવાદ ચાંદખેડા દેશી દારૂ વેચાણ કરનાર પર પીઆઇ V S vanzara ની ચાંપતી નજર

0 0
Read Time:2 Minute, 30 Second

અમદાવાદ ચાંદખેડા અશોક વિહાર સર્કલ પાસે જાહેર રોડ ઉપર આવતા પીઆઇ વી એસ vanzarat ને બાતમી મળેલ કે, અગાઉ દારૂના કેસમાં પકડાયેલ બહેન કામીનીબેન બલરામભાઇ છારા રહે-સવીનાનગર (છારાનગર) વિસત ગાંધીનગર હાઇવે મોટેશ, અમદાવાદ શહેર નાની પોતાના ઘર આગળ પોતાના કબ્જમાં કેટલોક દેશીદારુનો જથ્થો રાખી વેચાણ કરવા સારુ બેઠેલ છે અને હાલમા વેચાણ કરવાનું ચાલુ છે જે બાતમી હકિકત પીઆઇ સાહેબ રેડ કરતા સૌનીબેન બલરામ પરમાર (છારા) ઉ.વ.૪૮, રહે-સવીતાનગર (છારાનગર) વિસત ગાંધીનગર હાઇવે મોટેરા, અમદાવાદ શહેર નાનુ હોવા નુ જણાવેલ સદરી બહેન પાસેની કાપડની થેલીમાં જોતા પ્રવાહી ભરેલ પારદર્શક નાની-નાની શૈલીઓ ભરેલ હોય જે થે લીઓમાથી એક પ્લાસ્ટીકની પારદર્શક નાની થેલી ખોલી તેની અંદર ભરેલ પ્રવાહી અમો તથા સાથેના સ્ટાફના માણસો ન મા પંચોએ વારાફરતીથી સુધી સંઘાડી ખાત્રી કરતા અંદરથી દેશીદારુની તીવ્ર વાસ આવતી હોય જે કાપડની થેલીઓમાની પ્લાસ્ટીકની થેલીઓ ગણી જોતા તેની અંદર ૧૪ નંગ થેલીઓ ભરેલ હોય જે દરેક થેલીની અંદર આશરે ૫૦૦ મીલી દેસી દારૂ ભરેલ હોય જે ૧૪ પારદર્શક થેલીઓમાં ૦૭ લીટર દેશીદારૂ ભરેલ હોય જે દારુ પોતાના કબ્જામાં રાખી વેચાણ કરવા અંગે સદરી બહેન પાસે પંચો રુબરુ પાસ પરમીટ માગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જેથી સદરી દરેક પ્લાસ્ટી કની પારદર્શક થેલીમાથી સપ્રમાણસર દેશીદારૂ એક સેમ્પલ બોટલમાં ૧૮૦ મી.લી. સેમ્પલ તરીકે ભરી લઇ તથા પારદર્શ કે પ્લાસ્ટીકની થેલીઓ કાપડની થેલીમાં ભરી લઇ ૦૭ લીટર દેશી દારૂ કિં.રૂ.૧૪૦/- ગણી તેમજ સેમ્પલ બોટલ ૧૮૦ મી.લી. ની કિં.૩૦/૦૦ ગણી બન્નેને ગ્રીલ કરી પંચનામા વિંગને કબ્જે કરેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 56 Second

ચાલુ બી.આર.ટી.એસ. બસમાંથી નજર ચુકવી સોનાના દાગીના ની ચોરી કરતી બે મહીલાને દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

સોનાના

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા હેડ કોન્સ. અજયકુમાર જાબરમલ તથા હેડ કોન્સ.મહિપાલસિંહ દીલીપસિંહ દ્રારા નજર ચૂકવી દાગીનાની ચોરી કરતાં આરોપી..

(૧) મંગળબેન W/0 સુદેશ વિઠલભાઈ જાતે જાદવ ઉવ.૩૦ રહે.શાસ્ત્રીનગર ની ચાલી ઉલ્લાસનગર

અંબરનાથ વાંદરપાડા મુંબઇ હાલ રહે. કેકાડી વાસ સિઘી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેર (૨) રામેશ્વરીબેન W/0 રવન પચ્ચુ જાતે ગાયકવાડ ઉવ.૨૫ રહે. કેકાડી વાસ સિધી સ્કુલ ની પાછળ એ વોર્ડ કુબેરનગર અમદવાદ શહેરને નરોડા પાટીયા ખાતેથી ઝડપી લીધેલ છે. આરોપીઓ પાસેથી પાસેથી મળી આવેલ સોનાના દાગીના કિ.રૂ. ૭,૬૧,૦૦૦/-નો

મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે,

સદરી બન્ને મહીલા ગઇ તા.૨૨/૪/૨૦૧૩ નારોજ બન્ને જણા ઘરેથી સવારના સમયે ઓટોરીક્ષામાં બેસી કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ આવેલા, બન્ને જણા કાલુપુર એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડથી બસ નં-૭ માં બેસી દીલ્હી દરવાજા ગયેલા. ત્યાં ઉતરી ગયેલા અને દીલ્હી દરવાજાથી વાડજ જતી બી.આર.ટી.બસ નં-૨ મા બેસી ગયેલા. તે બસમાં ખુબ જ ભીડ હોય અને એક બહેન તે બસમાં ઉભા હોય. તેની પાસે એક મોટુ પર્સ હોય તે પર્સમાંથી બન્નેજણાએ એક નાનુ સફેદ કલરના પર્સની તે બહેનની નજર ચૂકવી ચોરી કરી, કોઇ વેપારીને વેચવા સારુ મેમ્કો તરફ જતા હોવાની હકીકત જણાવેલ છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:

નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૩૪૨૩૦૦૬૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯

આરોપી બહેન રામેશ્વરીબેન નો ગુનાહીત ઇતિહાસ: અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂના બે

કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો:

0 0
Read Time:3 Minute, 30 Second

કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો:

પાણીની

પાઈપલાઈનનું ગેરકાયદે જોડાણ કરવા AMCનો મજૂર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી હતી. ગેરકાયદેસર જોડાણ કરવા માટે મજૂર દ્વારા લાંચની માગણી કરવામાં આવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના મજૂરને 20 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

એ.સી.બી. સફળ ટ્રેપફરીયાદી – એક જાગૃત નાગરીકઆરોપી – હેમરાજ રામાભાઇ દાફડા ઉ.વ.૫૨,કાયમી પુરુષ મજુર,વર્ગ-૪ ઇજનેર વિભાગ, પશ્ચિમ ઝોન સ્ટેડીયમ, વોર્ડ-ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,રહે.સી/૭૦૬,પંચ બ્લોક હોમ્સ,ત્રાગડ રોડ,ચાંદખેડા,અમદાવાદ ગુનો બન્યા : તા.૨૮/૦૪/૨૦૨૩ ગુનાનુ સ્થળ :- ફરીયાદીના મકાનમાં.લાંચની માંગણીની રકમ :- રૂ.૨૦,૦૦૦/-(અંકે રૂપિયા વીસ હજાર)લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૨૦,૦૦૦/-(અંકે રૂપિયા વીસ હજાર )લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૨૦,૦૦૦/-(અંકે રૂપિયા વીસ હજાર )ગુનાની ટુંક વિગત :- આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મકાનની બાજુમાં બત્રીસી હોલ વાળાએ પાણીની નવી પાઈપ લાઈન લેવા માટે અરજી કરેલ હોય જે પાણીની નવી પાઈપ લાઈનનુ ખોદકામ કામ ચાલતુ હોય ફરીયાદીએ પોતાના મકાનની પાણીની પાઈપ લાઈન નાખવા માટે આક્ષેપિત સાથે વાતચીત કરતા આક્ષેપિતે બત્રીસી હોલની પાણીની પાઈપ લાઈન સાથે તેઓની પાણીની પાઇપ લાઈનનુ ગેરકાયદેસર રીતે જોડાણ કરી આપવાના કામ માટે આક્ષેપિતે ફરીયાદી પાસે રૂ.૨૫,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૨૦,૦૦૦/- નકકી કરેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી એ.સી.બી.નો સંપર્ક કરી, આજરોજ ફરીયાદ આપતા ફરિયાદીશ્રીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવતા, આક્ષેપિતે ફરીયાદી સાથે પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, રૂ.૨૦,૦૦૦/- ની લાંચ સ્વિકારી પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.નોંધ : ઉપરોક્ત આરોપીનાઓને એ.સી.બી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપ કરનાર અધિકારી :- શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે., તથા ટીમ. સુપર વિઝન અધિકારી :- શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી.,અમદાવાદ એકમ, અમદાવાદ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 3 Second

એરપોર્ટ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાનો આરોપી સાબરમતી જેલમાં હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ મેળવી પેરોલ જમ્પને થયેલ આરોપીને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. રમેશભાઈ તથા હે.કો. વિક્રમસિહ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરન ૭૯/૧૮ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૦૭, ૨૯૪(ખ), ૩૨૩, ૩૩૭, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના આરોપી કેદી નં ૩૬૩/૨૩ વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને ગુજરાત હાઇકોર્ટથી વચગાળાના જામીન મેળવી તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ પેરોલ જામીન ઉપર છુટેલ અને તા.૧૬/૦૨/૨૦૨૩ ના કલાક ૧૨/૦૦ વાગ્યા પહેલા સદરી કેદીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયેલ નહીં અને પેરોલ જામીન પરથી ફરાર થઇ ગયેલ.જે કાચા કામના કેદી વિજય ઉર્ફે પ્રકાશ હિરાભાઈ પટણી ઉવ ૩૭ રહે. રહે. દશામાની ચાલી જોગણી માતાના મંદિર પાસે કોતરપુર અમદાવાદને નરોડા સુરભી હોટલ પાસેથી ડીટેઇન કરી સાબરમતી સેન્ટલ જેલ ખાતે મોકલી આપેલ છે.

ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સિટી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો

0 0
Read Time:1 Minute, 37 Second

Dantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 11 જવાનો શહીદ, IED કર્યો હતો પ્લાન્ટDantewada Naxalite Attack: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે પણ એન્કાઉન્ટર થયું છે. આ સાથે માઓવાદીઓએ જવાનોનું એક પીક-અપ વાહન પણ ઉડાવી દીધું હતું. કેટલાક જવાનો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 જવાન શહીદ થયા છે. દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર IED હુમલો થયો છે. નક્સલવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હતો.રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ’26 એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, DRG દળને નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી મોકલવામાં આવ્યું હતું, જે પરત ફર્યું હતું. ઓપરેશન બાદ આ દરમિયાન અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને 1 ડ્રાઈવર શહીદ થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:1 Minute, 53 Second

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન આધારે આજરોજ તા:૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમ્યાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી યુ. એચ. વસાવા તથા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલ રાણીપ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા ખાતે આચાર્ય શ્રી કે.કે.પટેલ તથા સ્કૂલ સ્ટાફના સહકારથી “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણીપ વિસ્તારના આશરે ૧૦૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહેલ જેઓને એન.ડી.પી.એસ. તથા બાળ મજુરીની પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારું તકેદારી રાખવા બાળકોના વાલીઓને ખાસ સુચનાઓ આપવામાં આવેલ તા.૨૫/૦૪/૨૦૨૩

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 40 Second

અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા- ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ તથા પો.સ.ઇ.શ્રી. પી.આર.બાંગા નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી હકિકત આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11206043230092/2023 ધી પ્રોહિ એક્ટ કલમ 81, 83, 65-A, 65(e) તથા ઇ.પી.કો. કલમ 279 મુજબના ગુન્હામાં છેલ્લા અઢી માસથી નાસતા ફરતા આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઇશુ સ/ઓ અશોકભાઇ જાતેનાથાણી (સિંધી) ઉ.વ.૩ર, ધંધો.મજુરી, રહે. સી/૧૧૩, સુર્યાં હોમ ટાઉન્સ, સત્યમે હોસ્પીટલની પાછળ, ચાંદખેડા, અમદાવાદ શહેર નાને તા.૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી અર્થે લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે. તા.૨૫/૦૪/૨૦૨૩આરોપીનો ગુનાહિત ઇતીહાસ:1. સરખેજ પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં.૩૫૬/૨૦૧૨2. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં. ૧૧૨/૨૦૧૭ પ્રોહિ કલમ ૬૬(૧)(બી), ૬૫એઇ ૧૧૬(૧)(બી) મુજબ.3. બોપલ પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં. ૩૯૭/૨૦૧૭ પ્રોહિ કલમ ૬૫એઇ ૮૧ મુજબ. 4. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં. ૨૪૪/૨૦૧૮ પ્રોહિ કલમ૬૬(૧)(બી), ૮૫(૧)(૩) મુજબ,5. બોપલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૧૨૦૦૭૬૪/૨૦૨૦ જુગારધારા કલમ૧૨ મુજબ.

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓઃ

1. શ્રી યુ.એચ.વસાવા, પો.ઇન્સ.

2. મ.સ.ઇ.જગદીશકુમાર ભાઇલાલભાઇ (બાતમી)

૩. હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ (બાતમી)

4. હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ (બાતમી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

દુબઇ સાથે જોડાયેલ આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચના સટ્ટાના કનેક્સનનો પર્દાફાસ કરી બાર આરોપીઓને અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 49 Second

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનસ્ત્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી વી.ડી.ડોડીયા, ટેક્નીકલપો.સ.ઇ. શ્રી સચિન પટેલ તથા અન્ય સ્ટાફના માણસો દ્વારા આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટમેચના સટ્ટાનો જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી ઓનલાઇન આઇ.ડી. બનાવી ગ્રાહકોનેઆપતાં આરોપીઓ..(૧) ભવરલાલ જેઠારામ ચૌધરી ઉ.વ.૧૯, રહે. ગામ: ભોજાસર, સિયોલોકી ઘાણી, (૨) અશોકરામ રાજુરામ સૈન ઉ.વ.૨૦, રહે. ગામ: ખીરજા આશા, તા. શેરગઢ, જી. જોધપુર,તા.બાયતુ, જી.બાડમેર, રાજસ્થાનરાજસ્થાન. (૩) અશોકદાસ તેજદાસ સંત ઉ.વ.૨૦, રહે. ગામ: સોલંકીયા તલા, તા. શેરગઢ, જી.જોધપુર, રાજસ્થાન. (૪) ભીયારામ જેઠારામ ડુકીયા (જાટ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઓડીટ, તા. લાડેનુ, જી. નાગોર, રાજસ્થાન.(૫) પ્રકાશ ઉર્ફે મુન્નો બાબુલાલ માળી ઉ.વ.૩૯, રહે. ગામ: સુમેરપુર, પ્લોટ નં.૧૧૩, ન્યુ મહાવિર નિવાસ, જવાઇ રોડ, તા.જી. પાલી, રાજસ્થાન. (૬) કિશનલાલ મેઘારામ જાટ ઉ.વ.૨૧, રહે. ગામ: મોખાવા, તા. ગુડા માલાની, જી.બાડમેર, રાજસ્થાન,(૭) આસુરામ દેવારામ ચૌધરી (સીયોલ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઉંડુ, ધન્નાની મેઘવાલની ધાણી, તા. શિવ, જી. બાડમેર, રાજસ્થાન.(૮) ઘેવરચંદ રૂપારામ જાટ (ગોદારા) ઉ.વ.૧૯, રહે. ગામ: કુંપલીયા, તાજોણી ભાંભુઓ કી ધાણી, તા. ગીડા, જી. બાડમેર, રાજસ્થાન.(૯) કેશારામ અસલારામ ચૌધરી ઉ.વ.૨૨, રહે. ગામ: રતેઉ, મદો કી ધાણી, તા. ગીડા, જી.બાડમેર, રાજસ્થાન.(૧૦) રાજેન્દ્ર હમીરારામ પ્રજાપતિ ઉ.વ.૧૯, રહે. મકાન નં.૧૧, ભટ્ટી કી બાવડી, ચોપાસની હાઉસીંગ બોર્ડ, નંદનવન, જોધપુર, રાજસ્થાન. (૧૧) સુનીલકુમાર અમરપાલ ગૌતમ ઉ.વ.૨૩, રહે. ગામ: મકુનીપુર, તા.કુંડા, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ.(૧૨) દિલીપકુમાર સાલીકરામ ગૌતમ ઉ.વ.૨૨, રહે. ગામ: રૂમ નં.૩૬, ગોગૌરી, બરબસપુર, તા.કુંડા, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશને ચાંદખેડા ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૨૬ કિ.રૂ.૩,૬૦,૦૦૦/-, તથા મળી આવેલ રોકડા નાણા રૂ.૪૫૦૦/-, યુ.એ.ઈ. ચલણની નોટો નંગ-૦૫ કિંમત રૂ.૦૦/-, નેપાળ ચલણની નોટ નંગ-૦૧ કિંમત રૂ.૦૦/-, લેપટોપ નંગ-૦૪ કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, આધારકાર્ડ નંગ-૦૭ કિં.રૂ.૦૦/-, પાન કાર્ડ નંગ-૦૧ કિ.રૂ.૦૦/- , ડ્રાયવીંગ લાયસન્સાનંગ-૦૧ કિ.રૂ.૦૦/-, ક્રીકેટ સટ્ટા લગત વ્યવહારોની નોંધ ચોપડા નંગ-૦૯ કિ.રૂ.૦૦/-, બૉલ પેન નંગ-૦૬ કિ.રૂ.૦૦/-, કેલ્ક્યુલેટર નંગ-૦૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂ.૪,૮૪,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ચાંદખેડામાં કાળજું કંપાવતી ઘટના, એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા….

2 0
Read Time:2 Minute, 34 Second

:ચાંદખેડામાં કાળજું કંપાવતી ઘટના, એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા….

અમદાવાદ શહેરમા બાળકની હત્યાની હદકંપાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં એપાર્ટમેન્ટના 10મા માળેથી બાળકને નીચે ફેંકીને હત્યા કરી દેતા અરેરાટીજવા પામી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી…

રાજ્યના અવાર-નવાર બાળકોને ત્યજી દેવાની કે પછી તેમના મૃત્યુ નિપજાવાની ઘટના બનતી હોય છે. હતુ થોડા દિવસ પહેલા જ ભરૂચમાં જનેતાએ પોતાની દીકરીની ઠંડા કલેજે હત્યા કરી દીધી હોવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને થોડા દિવસો જ વીત્યા છે. એટલામા આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરનાચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકને એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દેવામા આવી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરી હતી.આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે, આ મામલે પોલીસે FSL ની ટીમને બોલાવી છે. અને પોલીસે CCTV સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી હત્યારાને પકડવા ટીમો કામે લગાડી છે.ત્યારે કહેવામા આવી રહ્યું છે કે આ બાળક કોનું છે. તે જાણવા માટે સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી લોકોને નિવેદન લીધેલા હતા. એપાર્ટમેન્ટમાં જ રહેતી મહિલા શંકાસ્પદ જણાતા પોલીસે મહિલાની અટક કરેલ હતી મહિલાનો ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %