કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે. કચ્છ. કચ્છના સરહદ ડેરીના એક નિર્ણય લેવામાં આવ્યો છે. કે પશુ પાલકનો 7 તારીખે મતદાન કરશે તેમને પ્રતિ લિટર દૂધ 1 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારોના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે. અને સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે 1.5 કરોડ પશુપાલકને વધારે ચૂકવામાં આવશે.ભારતમાં અત્યારે લોકશાહી ચૂટણી ચાલી રહી છે. જેમાં દરેક દેશવાસીઓ પોતાનો કિમતી મત આપે તેવી દરેક નાગરિકને સરકાર દ્વારા અને ખાનગી કંપનીઓ દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે. જે તારીખે જે તે રાજ્યમાં મતદાન હોય તે રાજ્યમાં રજા પણ જાહેર કરવામાં આવી હોય છે. અને દરેક કંપની હોય કે ડેરીઓ હોય પોતાના કર્મચારી મત માટે જાગૃત્ત થાય તે માટે વિવિધ પ્રકારની ઓફર આપતા હોય છે. બસ એક આવો ઓફર કચ્છના સરહદ ડેરીના પશુપાલકો માટે એક ઓફર કરવામાં આવી છે. ગુજરાતમાં 7 તારીખે જે પોતાનો મત આપશે તેમને પ્રતિલિટર 1 રૂપિયો વધારે કરવામાં આવાયો છે. તેના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે.સરહદ ડેરી ચેરમેન વલમજી આર. હુંબલ કહ્યુ હતુ. કે જે પશુ પાલકો અમારા ત્યા દૂધ આપે છે. તેમને 7 તારીખે જે મતદાન આપશે તેમને 1 રૂપિયા પ્રતિલિટર વધારે આપવામાં આવશે. તેથી સરહદ ડેરી તે દિવસે 1.5 કરોડ વધારે ચૂકવશે. જ્યારે દૂધ ભરવા આવશે પશુ પાલકો ત્યારે તેમના હાથમાં મતદાનનું નિશાન હશે તેને જ 1 રૂપિયો વધુ મળશે. આથી લોકોમાં મતદાનનું જાગૃતિ થાય તે માટે આ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર રાહુલ દેસાઈ
Category: Kach
કચ્છમાં 8 વર્ષ જૂના કેસમાં 2 એસપી, 3 ડીવાયએસપી અને એક પીએસઆઈ સહિત 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ
કચ્છમાં વર્ષ 2015માં પોલીસે અપહરણ અને લૂંટના કેસમાં ક્લોઝર રિપોર્ટ આપી દીધો હોવાથી 2 એસપી, 3 ડીવાયએસપી અને એક પીએસઆઈ સહિત 19 લોકો સામે ભૂજ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીડિત પ્રેમ શીરવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઈલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજર પ્રેમ શીરવાણીનું તેમની જ કંપનીના એમડી શૈલેષ ભંડારી અને તેના ભત્રીજા અનુરાગ ભંડારીએ અપહરણ કર્યું હતું.
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી
કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કચ્છમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા૦૦૦૦ભુજ,
શનિવાર: કચ્છ જિલ્લાની બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કરવા પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના દરિયાકાંઠે આવેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેલિપેડ પહોંચ્યા હતા.જ્યાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જખૌ પી.એચ.સી. ખાતે આવેલ શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા અને આ ગંભીર વાવાઝોડા વિશે તંત્રની કામગીરી બાબતે પૃચ્છા કરીને તેમને મળતી પ્રાથમિક જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નો સાંભળ્યા અને તંત્રને સૂચનો આપ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિ વિષે લોકોથી માહિતી મેળવી હતી. તદુપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને શેલ્ટર હોમમાં મળતી સુવિધા વિષે પૂછ્યું હતું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શેલ્ટર હોમમાં જોઈને લોકોએ તેમને આવકાર આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, બી.એસ.એફ આઈ. જી રવિ ગાંધી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલીયા કમાન્ડન્ટ સંદીપ સફાયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રીરાજકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના ચકચારી રેપકાંડમાં રેપ થયો જ નથી : એસ પી કરણ રાજ વાઘેલા ની પત્રકાર પરિષદ માં ઘટસ્ફોટ
રેપ નહિ પણ હકીકતે હતો હની ટ્રેપ : કચ્છ માં હની ટ્રેપ નાં વધતા કિસ્સા નો વ્યાપ છેક કુવૈત સુધી પહોંચ્યો
રેપ ની ખોટી ફરિયાદ દાખલ કરનાર દિવ્યા ચૌહાણ નામની અમદાવાદ ની યુવતી મનીષા ગોસ્વામી ની સાથી નીકળી
કુવૈત થી માંલદાર બકરો ફસાયેલો પરંતુ તેના સદનસીબ કે તે કોઈ કારણસર ભારત આવી નાં શક્યો : તેને ફસાવી ૧૦ કરોડ પડાવવાનો કારસો હતો
દિવ્યા અમદાવાદ થી ભુજ આવી સેવન સ્કાય હોટેલ માં રોકાઈ હતી : ત્યાંથી મૃતક આહીર યુવાન દિલીપ સાથે ફરવા ગઈ અને રાત્રે પરત આવીને રેપ ની ફરિયાદ દાખલ કરી
આહિર યુવાન પાસેથી ૪ કરોડ પડાવવાના ષડયંત્ર માં મનીષા નો પતિ ગજજુ ગોસ્વામી, બે એડવોકેટ કોમલ જેઠવા અને આકાશ મકવાણા ,અખલાક અને અઝીઝ સહિત નાં ૮ લોકો શામેલ હતા
મનીષા પાલારા જેલ માં રહી એન્ડ્રોઇડ ફોન વડે દોરીસંચાર કરતી હતી :
મૃતક દિલીપ આહિરને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મઝબુર કરનારા લોકોમાં થી ત્રણ ની ધરપકડ
મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદનાં નરોડા પોલીસ મથકમાં હની ટ્રેપની એફ આઈ આર ફાટેલી છે
અમુલે કચ્છમાં ખાટી છાશ લોન્ચ કરી.
કચ્છ સરહદ ડેરી દ્વારા અમૂલ ખાટી છાસ લોન્ચ કરવામાં આવી જે નવા પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી થે મસાલા છાસ હવેથી બજારમાં ઉપલબ્ધ થશે.
લોકોને જે ઘરમાં જે ખાટી છાસ પીવાનું ચલણ છે તે ન વા પ્લાન્ટ ખાતેથી તે સ્વાદની અમૂલ ખાટી છાસનું ઉત્પાદન શરૂ કરાયું. આ છાસ 400 ml બજારમાં ઉપલબ્ધ થશે.
ખાટી છાસ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરુ કરવામાં આવી છે જે ધીમે ધીમે ગુજરાત અને ત્યાર બાદ ભારતભરમાં આ પ્રકારની અમૂલ છાસ બજારમાં મળતી થશે.
રિપોર્ટર ભરત ઠાકોર