Categories
Breaking news

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માં પત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

0 0
Read Time:1 Minute, 54 Second

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માં પત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં લેટેસ્ટ અપડેટ સાથે ડિજિટલ જર્નાલીઝમ સુધીના વિષયને આવરી લેવામાં આવશે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોર્સ શરૂ કરી રહી છે. આ કોર્સ એક વર્ષ( બે સેમેસ્ટર)ના છે.

વ્યવસાયે પત્રકાર હોય પણ તેણે જર્નાલીઝમ નથી કરેલું તેવા પત્રકારો માટે આ કોર્સ કરવા માટેની સુવર્ણ તક છે. તેમજ કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ હોય તે આ કોર્સ કરી શકે છે. હાલના ડિજિટલ યુગમાં જર્નાલીઝમે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આથી આ કોર્સમાં લેટેસ્ટ અપડેટ સાથેનું શિક્ષણ આપવાનો અમારો ધ્યેય છે.

આ અંગે વધુ માહિતી આપતાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પ્રોવોસ્ટ ડૉ. સુનિલ જોશીએ કહ્યું હતું કે આપ પત્રકારત્વમાં કારર્કિદી બનાવવા ઈચ્છો છો તો આપ આ કોર્સમાં જોડાઈ શકો છો. બીજુ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, એન્કર અને ટેકનિકલ પર્સનના લેકચર પણ રહેશે. જેથી આપ પત્રકારત્વમાં વધુ જાણકારી મેળવી શકશો. તેમજ પ્રેકટિકલ કરવા માટે અમો વર્કશોપનું આયોજન કરીશું. ટૂંકમાં આ કોર્સમાં આપને “એ ટુ ઝેડ” શીખવાની તક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ભજન સમ્રાટ ,ગુજરાત ના લોક ગાયક , લોકો ના દિલ મા રાજ કરનારા શ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે ડો મનોજ ભાઈ પરમાર અને તેમના સાથી મિત્રો ની શુભેચ્છા મુલાકાત.

1 0
Read Time:2 Minute, 30 Second

ગુજરાત ના લોક ગાયક , સારા ભજનીક તેમજ લોકો ના દિલ મા રાજ કરનારા શ્રી હેમંતભાઈ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત.હેમંત ચૌહાણ એટલે ગુજરાત નુ ખ્યાતનામ નામ અને એમા પણ લોકોને ભજન ના તાલે મશગુલ કરી દેતુ નામ. શ્રી હેમંત ચૌહાણ નો જન્મ તારીખ 07/11/1955 મા ગુજરાત ના રાજકોટ જિલ્લા ના કુંદની ગામ મા થયો હતો, તેમની કારકિર્દી ની શરૂઆત ” દાસી જીવણ” ના ભજનો ગાઈ ને થઈ હતી. તેમનુ પહેલુ આલ્બમ ” દાસી જીવણ ના ભજનો” 1978 મા રિલીઝ થયુ હતુ અને આખા ગુજરાત મા ખુબજ લોકપ્રિય બન્યુ હતુ, શ્રી હેમંત ચૌહાણ ને ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને દેશ વિદેશોમા પણ ડંકો વગાડ્યો છે તેમજ શ્રી હેમંત ચૌહાણ ને લોક સંગીત મા યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ” અકાદમી રત્ન એવોર્ડ -2011″ અને 2023 મા પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો. આવા ખ્યાતનામ લોક ગાયક અને ભજનીક શ્રી હેમંત ચૌહાણ ને રાજકોટ મા મળવાનો મોકો મળ્યો હતો, તેમની સાથે તેમના નિવાસ સ્થાને જુની યાદો તાજા કરીને ખુબજ સરસ વાર્તાલાપ કર્યો હતો. એમને મળીને ખુબજ ગૌરવ અનુભવાયો તેમજ એમને મળીને એ પણ આશ્ચર્ય લાગ્યુ કે જેવુ શ્રી હેમંત ચૌહાણ વિશે સાંભળ્યુ હતુ તેવાજ સારા અને બહુજ સરળ સ્વભાવના છે. શ્રી હેમંત ચૌહાણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના ગીતો પણ ગાયા છે જે ગીતો થી પણ શ્રી હેમંત ચૌહાણ ને બહુજન મુમેન્ટ મા પણ લોકો વઘારે ઓળખતા થયા છે. શ્રી હેમંત ચૌહાણ નો પાટણ ના ડૉ.મનોજ પરમાર ( વકીલ, ) તેમજ પરમાર બળદેવભાઈ રામજીભાઈ પુર્વ સરપંચ ,લીંચ , હિંમતભાઈ, જયેશભાઇ તેમજ દિલીપભાઈ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેઓએ એમનો કિમતી સમય આપ્યો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મા પાટણ ના એડવોકેટ ડૉ.મનોજ પરમાર ની કો-ઓપ્ટ મેમ્બર તરીકે ડીસીપ્લીન કમિટી મા નિમણુક કરવામાં આવી.

0 0
Read Time:1 Minute, 8 Second

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મા પાટણ ના એડવોકેટ ડૉ.મનોજ પરમાર ની કો-ઓપ્ટ મેમ્બર તરીકે ડીસીપ્લીન કમિટી મા નિમણુક કરવામાં આવી. આ ખુશી ના પ્રસંગને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન શ્રી જે.જે.પટેલ સાહેબ તથા GLH કમિટી ના ચેરમેન શ્રી ભરત ભગત સાહેબ , શ્રી દિલીપભાઈ પટેલ ( બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેમ્બર ) , શ્રી દીપેનભાઈ દવે ( ભુત પૂર્વ વા.ચે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) , શ્રી શંકરજી ગોહિલ ( બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) દ્વારા ડૉ.મનોજ પરમાર ને અભીનંદન પાઠવવા મા આવ્યા. ડૉ. મનોજ પરમાર એ સામાજિક સેવા પણ અદા કરી રહ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે જે.જે પટેલ પટેલને કરાયા નિમણુક

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ત્રિપુરામાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ અંદાજિત 79.83% મતદાન થયું

0 0
Read Time:39 Second

ત્રિપુરામાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌથી વધુ અંદાજિત 79.83% મતદાન થયું, ત્યારબાદ પશ્ચિમ બંગાળ (77.57%), पुडुचेरी (72.84%), आसाम (70.77%), मेघालय (69.91%), मणिपुर (68.62%), सिडिङम (68.06%), અને જમ્મુ અને કાશ્મીર (65.08%). બિહારમાં સૌથી ઓછું અંદાજિત 46.32% મતદાન, રાજસ્થાનમાં 50.27% મતદાન નોંધાયું છે. ઉત્તરાખંડ અને મિઝોરમમાં અનુક્રમે 53.56% અને 53.96%, જ્યારે મહારાષ્ટ્ર 54.85% મતદાન થયું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

એલર્ટ: હીટ વેવ મોટી આગાહી

0 0
Read Time:45 Second

એલર્ટ: હીટ વેવ મોટી આગાહી

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી નોંધાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર, ઓડિશા, ૫. બંગાળ અને તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે પણ આગાહી કરી છેકે, ગુજરાતનું તાપામન 42 ડિગ્રીથી વધારે નોંધાઈ શકે છે. ગરમીમાં બહાર નીકળતા પહેલા ખાસ કાળજી રાખવી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

પાટણની કોર્ટે 2015ના તોડફોડના કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો

0 0
Read Time:54 Second

પાટણની કોર્ટે 2015ના તોડફોડના કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો

પાટણની એમ.કે. સ્કૂલમાં વર્ષ 2015ના પાટીદાર આંદોલન સમયે થયેલી તોડફોડના કેસમાં પોલીસે જમા કરેલા સમરી રિપોર્ટને પાટણની કોર્ટે નામંજૂર કરી ધારાસભ્ય કિરીટ પટેલ સહીત 4 શખ્સો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવા આદેશ કર્યો છે. કોર્ટે આદેશમાં જણાવ્યું કે, “સમગ્ર કેસમાં સાક્ષીઓએ સોગંદ ઉપર પુરાવો આપ્યો હોય અને પુરાવામાં ગુનાની સંડોવણીને લગતી હકીકત હોય ત્યારે હાલની સમરી મંજૂર કરવી ઉચિત લાગતી નથી.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ

0 0
Read Time:36 Second

હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂરી કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે. તેમણે લખ્યું કે, શનિ-રવિની રજાઓમાં ભીડ ઓછી રહેશે તેથી ફોર્મ ભરવું સરળ પડશે. ઝડપથી ફોર્મ ભરી તૈયારી શરૂ કરવા તેમણે અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા,

0 0
Read Time:56 Second

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા,

રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીને જાહેરકોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના 4 અને વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 ઉમેદવારો જાહેર કર્યા, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને જાહેર કર્યા છે. નવસારીમાં નૈષધ દેસાઈ, અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોરને ટિકિટ મળી છે. વિધાનસભાની પેટાચૂંટણી માટે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલનમાં આવી રહેલા શીલા ગોગામેડીની રતનપુર બોર્ડરથી અટકાયત કરાઇ

0 0
Read Time:54 Second

રાજકોટમાં ક્ષત્રિયોના સંમેલનમાં આવી રહેલા શીલા ગોગામેડીની રતનપુર બોર્ડરથી અટકાયત કરાઇ

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં હાજર રહેવા માટે આવી રહેલા શીલા ગોગામેડીની રાજસ્થાન ગુજરાત બોર્ડરના રતનપુર પાસેથી અટકાયત કરાઇ છે. સુખદેવસિંહ ગોગામેડીના પત્ની શીલા ગોગામેડીને પોલીસે રતનપુર બોર્ડરે અટકાવીને અજ્ઞાત સ્થળે નજરકેદ કર્યા છે. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા સંમેલનમાં હાજર રહેવા અન્ય રાજ્યોના ક્ષત્રિયો ગુજરાત આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

0 0
Read Time:46 Second

ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કયા મુખ્ય વચનો આપ્યાં?

ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન-વન ઇલેક્શન અને નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનું વચન આપ્યું છે. ગેરંટી આપી છે કે, ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. ભાજપે ભારત-ચીન, ભારત-પાકિસ્તાન અને ભારત-મ્યાનમાર સરહદો ઉપર માળખાકીય વિકાસ અને પૂર્વોત્તરમાં શાંતિ જાળવી રાખવાનું વચન આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં કહેવાયું છે કે, આગામી 5 વર્ષ સુધી 80 કરોડ નાગરિકોને મફત રાશન આપવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %