Categories
Bhavnagr

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવકોએ હોબાળો કર્યો

0 0
Read Time:53 Second

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવકોએ હોબાળો કર્યો ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા ફરકાવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે, જોકે પોલીસે તેઓની અટકાયત કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સભાને સંબોધતા હતા ત્યારે તળાજા તાલુકાના ક્ષત્રિય સમાજના અને ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhavnagr

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, 3 લોકોના સ્થળ પર મોત થયા

0 0
Read Time:45 Second

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, 3 લોકોના સ્થળ પર મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભોળાદ પાટિયા પાસે રવિવારે સવારે 6 વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે 4 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhavnagr

ભાવનગરના હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા

0 0
Read Time:46 Second

ભાવનગરના હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા, 3ના મોત થયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સંઘને અડેફેટે લેતા 3 યાત્રાળુઓના મોત થયા છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો એ દરમિયાન આ ઘટના બની છે. ઈજાગ્રસ્ત 4 યાત્રાળુઓને એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhavnagr

એ.સી.બી. દ્વારા ભાવનગર ડમીકાંડ – જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ-૫૧ કર્મચારી/અધિકારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા

1 0
Read Time:3 Minute, 30 Second

સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કારયાયત . આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકારશ્રી તરફથી આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહેલ છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તો સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો નો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અ નેતેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગ રૂપે તાજેતરમાં બ્યુરો દ્વારા જુદા- જુદા વિભાગના લાંચીયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી ઉપર ખાસ નિગરાની રાખવામાં આવેલ. આ અંતર્ગત સરકારશ્રીના નીચે જણાવેલ વિભાગોના કકુલ -૩૫ (પાત્રીસ) અધિકારી/કર્મચારીઓએ તેઓની કાયદેસર સમાવેલ હોવાના પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તે તમામ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાના હુકમો કરવામાં આવેલ છે.

આ વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિ ર્માણ વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ , કૃષિ અને ખેડુત, ક્લ્યાણ વિભાગ, નર્મદા જે પૈકી વર્ગ-૧ ના ૪ (ચાર), વર્ગ-૨ ના ૧૨ (બાર) અને વર્ ગ-૩ ના ૧૯ (ઓગણીસ) અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ અપ્ર માણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જીલ્લામાં ઉજાગર થયેલ ‘મીકાંડ’ના કૌભાંડમાં

સંડોવાયેલા જુદા-જુદા વિભાગ અને વર્ગના કુલ-૧૬ અધિકારી/કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી

તાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી

સંભાવનાઓ રહેલી હોઇ તે તમામ વિરૂધ્ધ પણ અપ્રમાણ સર મિલકતની તપાસના આદેશો કરવામાં

આવેલ છે. આવા ઇસમોની 8ચોટ અને વિસ્તૃત માહિતી સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર, ૦૭૯ ૨૨૮૬૬ Whatsapp No.૯૦ ૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા

પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને ન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %