Categories
vadodara

બોગસ કંપની ઉભી કરી બ્લેકનાં નાણાં વ્હાઇટમાં કરવાનું વડોદરામાં ઝડપાયુ17ની ધરપકડ

0 0
Read Time:1 Minute, 15 Second

બોગસ કંપની ઉભી કરી બ્લેકનાં નાણાં વ્હાઇટમાં કરવાનું વડોદરામાં ઝડપાયુ17ની ધરપકડઃ એન્જલ બ્રોકિંગ કસ્ટમર કેરના નામે બનાવટી કંપની ઊભી કરાઈ હતી-બોગસ કંપની ઉભી કરીને બ્લેકના નાણાં વ્હાઇટમાં કન્વર્ટ કરવાનું એક કૌભાંડ વડોદરામાં ઝડપાયુ છે. એન્જલ બ્રોકીંગ કસ્ટમર કેરના નામે બોગસ કંપની ઉભી કરીને તેના થકી વોટસ્ અપ ગ્રુપ ઉભુ કરીને લાખ્ખો રૂપિયાની હેરાફેરી કરનાર ૧૭ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે.

આ ટોળકી દ્વારા વડોદરાની એક કંપનીમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલાના ૯૪.૧૮ લાખ પડાવ્યા હતા. પકડાયેલા તમામને આજે અદાલતમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મિત્રતાના નાતે નાણાંની હેરાફેરી કરનારાઓ જ હજી પોલીસના હાથમાં લાગ્યા છે, મોટા માથાઓની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

#VadodaraScam #Fraud #PoliceAction #BogusCompany #IllegalActivities #CorporateCrime #Justice #LegalSystem #WhiteCollarCrime #CorporateFraud #Investigation #Enforcement #GooddayGujaratnews #Gujarat

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી દરમિયાન ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતાં 3 કોર્પોરેટર દાઝ્યા

0 0
Read Time:52 Second

વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી દરમિયાન ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતાં 3 કોર્પોરેટર દાઝ્યા

વડોદરામાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની રેલી દરમિયાન ગેસના ફુગ્ગામાં બ્લાસ્ટ થતાં 3 કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સ્મિત પટેલ અને મનીષ પગાર દાઝ્યા છે. સંગીતાબેને કહ્યું કે, “ડો.હેમાંગ જોશીના હસ્તે ફુગ્ગા છોડવાનું આયોજન હોવાથી હું 500 ગેસના ફુગ્ગાનો બંચ લઇ ઉભી હતી.” વધુમાં તેમણે ઉમેર્યું, જોકે ફટાકડા ફૂટતાં જ બ્લાસ્ટ થયો હતો જેમાં હું હાથ, પીઠ અને પગના ભાગે દાઝી ગઈ છું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓએ અન્ય 3 શખ્સોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું વડો

0 0
Read Time:51 Second

વડોદરામાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓએ અન્ય 3 શખ્સોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિતના આરોપીઓએ અન્ય ૩ શખ્સોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું પોલીસ પુછપરછમાં કબૂલ્યું છે. જુહી સહિત તેના પતિ યોગેશ લબાના, સન્ની બારોટ અને અનિલ બારોટે મસાજના બહાને ડોક્ટર સાથે હનીટ્રેપ કરી ₹1 લાખ પડાવ્યા બાદ વધુ ₹1 લાખની માંગણી કરી હતી. આ અંગે ડોક્ટર સિવાય અન્ય કોઈ શખ્સોએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં ડોક્ટરને મસાજ કરાવવા બોલાવી બ્લેકમેઇલ કરી ₹10 લાખ માંગનારી યુવતી સહીત 4 શખ્સોની ધરપકડ કરાઇ

0 0
Read Time:51 Second

વડોદરામાં ડોક્ટરને મસાજ કરાવવા બોલાવી બ્લેકમેઇલ કરી ₹10 લાખ માંગનારી યુવતી સહીત 4 શખ્સોની ધરપકડ કરાઇ

વડોદરામાં ખાનગી કંપનીના ડોક્ટરને મસાજ કરાવવા બોલાવી વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી ₹10 લાખ માંગનારી યુવતી સહીત યોગેશ મેરાવત, અનિલ બારોટ અને સન્ની બારોટની પોલીસે ધરપકડ કરી છે. ગોત્રીના PI પટેલે કહ્યું, “ડોક્ટરને બ્લેકમેઇલ કરનારી ગેંગને ઝડપી પૂછપરછ કરાઇ છે.” યુવતીએ ડોક્ટરને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પોતાના ઘરે મસાજ કરાવવા બોલાવ્યો અને અન્ય શખ્સોએ નકલી પોલીસ બની રેડ કરી પૈસા માંગ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે IPS નરસિમ્હા કોમરની નિમણૂક કરાઇ

0 0
Read Time:45 Second

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે IPS નરસિમ્હા કોમરની નિમણૂક કરાઇ

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી નરસિમ્હા કોમરની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાથી બદલી કરીને સુરત શહેરના પોલીસ કમિશ્નર બનાવાયા છે. નોંધનીય છે કે, IPS નરસિમ્હા કોમરને વર્ષ 2023માં ગુજરાત પોલીસમાં એડિશનલ ડીજીપી તરીકે સુરક્ષા વ્યવસ્થાની સારી કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ₹1.50 લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરનારો શખ્સ મહારાષ્ટ્રથી પકડાયો

0 0
Read Time:53 Second

વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ₹1.50 લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરનારો શખ્સ મહારાષ્ટ્રથી પકડાયો વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેન સહીત ₹1.50 લાખના ઘરેણાંની ચોરી કરનારા શખ્સને પોલીસે મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી પાડ્યો છે. વડોદરા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી શખ્સને પકડી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને શખ્સને લેવા માટે વડોદરા પોલીસની એક ટીમ નાગપુર જવા માટે રવાના થઇ છે. મંદિરના પૂજારીએ ચોરી અંગે જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસમાં જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરાના એક ગામમાં રાજપૂત સમાજે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું

1 0
Read Time:50 Second

વડોદરાના એક ગામમાં રાજપૂત સમાજે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું વડોદરાના સાઠોદ ગામમાં મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. બેનરમાં લખ્યું કે, “પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.” રાજપૂત સમાજના આગેવાને જણાવ્યું કે, “માંગ નહીં સ્વીકારાય તો ગામે ગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ

0 0
Read Time:47 Second

વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેન મળશે, પીએમ મોદી અમદાવાદથી કરશે ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમદાવાદથી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરતા વડોદરાને વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી આ ટ્રેન વડોદરા સવારે 7 વાગ્યે પહોંચશે અને રાતે 8:16 વાગ્યે મુંબઈથી પરત વડોદરા આવશે. પેસેન્જર એસોસિએશનના મહંમદ હબીબ લોખંડવાલાએ કહ્યું કે, “વડોદરાના લોકો એક દિવસમાં મુંબઈથી પરત આવી શકશે.” વડોદરામાં ટ્રેનને 3 મિનિટનું સ્ટોપેજ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

વડોદરામાં મકાનના ચોર ખાના અને ડીજેના સ્પીકરમાંથી પોલીસે ₹3.5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

1 0
Read Time:47 Second

વડોદરામાં મકાનના ચોર ખાના અને ડીજેના સ્પીકરમાંથી પોલીસે ₹3.5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પોલીસે પિન્ટુ ગવલીના ઘરે રેડ કરી ચોર ખાનામાંથી અને ડીજેના સ્પીકરોની અંદરથી ₹3.5 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 480 બોટલ દારૂ, રોકડ રકમ, 3 મોબાઇલ, ડીજેના 9 સ્પીકર મળીને મળીને કુલ ₹6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પીન્ટુ ગવલીની ધરપકડ કરી પવન, રવિ અને મહિડા નામના 3 શખ્સને વોન્ટેડ જાહેર કર્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવાયા: દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી

0 0
Read Time:58 Second

રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવાયા: દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવી પહોંચી. જાહેરસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, “રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિને ટીવી પર કોઈએ જોયા? એ આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા, અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય.” યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા જોડાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %