Categories
Ahemdabad crime news

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં PCB ના દરોદા

0 0
Read Time:4 Minute, 57 Second

અમદાવાદ PCB ટીમ ચોકકસ હકીકત મળેલ કે ” કવિતાબેન હરીશભાઈ તુસેકર (છારા) રહેવાસી સંતોષીનગર ના છાપરા મહાકાળી મંદિર સામે, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ નાએ પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારુ નો જથ્થો રાખી પોતાના ઘરની નીચે ગ્રાઉન્ડ ફલોર ઉપર બહારથી ગ્રાહકો બોલાવી વિદેશી દારુની મહેફીલનું આયોજન કરેલ છે જે વિગેરે મતલબેની બાતમી હકીકત આધારે ઉપરોકત જગ્યાએ સ્ટાફના માણસોએ રેઈડ કરતા ઉપરોકત આરોપીબેન તેમજ અન્ય ૧૨ ઈસમો મળી કુલ્લે ૧૩ ઈસમોને વિદેશીદારુની બોટલો તેમજ ટીન બીયર મળી કુલ્લે નંગ ૧૦૭ કિ.રૂ.૧૪,૩૩૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ્લે રુપિયા ૫,૨૯,૨૮૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી સરદારનગર પો.સ્ટે. ખાતે સી પાર્ટ ગુરન.૧૧૧૯૧૦૪૦૨૩૨૮/૨૦૨૩ પ્રોહિ એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૮૧,૬૮,૮૪, ૮૬,૯૮(૨),૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:

(૧) કવિતાબેન હરીશભાઈ સોમચંદ તુસેકર (છારા) ઉ.વ.૪૫ રહે. સંતોષીનગર ના છાપરા મહાકાળી મંદિર સામે કુબેરનગર અમદાવાદ

(૨) નરેશ ઉર્ફે કાઠીયાવાડી રાજાભાઈ ઉકાભાઈ ગોહિલ ઉ.વ.૩૮ રહે. જશુબેનની ચાલી, સંતોષીનગરના છાપરા, કુબેરનગર સરદારનગર અમદાવાદ

(૩) અર્જુનભાઈ ઉદાજી ગુર્જર (પટેલ) ઉ.વ.૪૫ રહે.બી.એમ. ટ્રેડર્સના ગોડાઉનમાં, નરોડા જીઆઈડીસી અમદાવાદ

(૪) વિનુ મડીયા ભાભોર ઉ.વ.૩૨ રહે. ગ્રામ પંચાયત ઓફિસ સામે કાચા છાપરામાં ભાટ અમદાવાદ

(૫) નવિન ગજેન્દ્ર કામલે ઉ.વ.૩૫ રહે.એફ/૨૦૪ વાઈબ્રન્ટ રેસીડેન્સી, હંસપુરા, નરોડા, અમદાવાદ

(૬) દિનેશ ટીટુભાઈ ભાભોર ઉ.વ.૩૬ રહે. ગ્રામ પંચાયત ઓફિસ સામે કાચા છાપરામાં ભાટ અમદાવાદ

(૭) દિનેશ જીતરાભાઈ ગરવાડા ઉ.વ.૨૮૨હે. ગ્રામ પંચાયત ઓફિસ સામે કાચા છાપરામાં ભાટ અમદાવાદ

(૮) પુર્વેશ વિભાગકરભાઈ નાયક ઉ.વ.૩૮ રહે.એચ/૨૦૩ શ્લોક પરીશર નિરમા યુનિ.ની બાજુમાં ગોતા, અમદાવાદ

(૯) કિરીટ ખીમાભાઈ ડાંગર ઉ.વ.૩૩ રહે.૧૪૭, રામકૃષ્ણ સોસાયટી, ખોડીયાર માતાના મંદિર પાસે નિકોલ, અમદાવાદ

(૧૦) સુનીલ ગોવિંદભાઈ પટેલ ઉ.વ.૪૭ રહે.૩૫ જય ગાયત્રીનગર સોસા., અંબીકા સોસા.ની બાજુમાં, મેઘાણીનગર અમદાવાદ

(૧૧) રવિ રામભાઈ મારવાડી ઉ.વ.૨૪ રહે. સંતોષીનગર ના છાપરા ભાગ્યોદય સોસા.ની પાછળ કુબેરનગર સરદારનગર અમદાવાદ

(૧૨) જીગ્નેશકુમર ત્રિકમલાલ શાહ ઉ.વ.૩૦ રહે. ૪૧ અંત્યોદય નગર સોસા. મોનોગ્રામ પોલીસ ચોકી પાસે, રખીયાલ અમદાવાદ શહેર

(૧૩) વિશાલ કિર્તીકુમાર પટેલ ઉ.વ.૩૨ રહે.૯૪૬/૩, શંકરભાઈની ચાલી, ફતેહનગર, એલીસબ્રીજ, અમદાવાદ શહેર

વોન્ટેડ આરોપી :

(૧) હર્ષદ ઉર્ફે મુંગડો જેલીયાભાઈ તમાઈચે રહે. છારાનગર સરદારનગર અમદાવાદગુનાની જગ્યા :કવિતાબેન હરીશભાઈ સોમચંદ તુસેકર (છારા) રહેવાસી: સંતોષીનગરના છાપરા, મહાકાળી મંદિર સામે, કુબેરનગર અમદાવાદના મકાનમાં

પકડાયેલ મુદામાલ :(૧) ભારતીય બનાવટનો વિદેશીદારુ ભરેલ બોટલો તથા ટીન બીયર મળી કુલ્લે નંગ ૧૦૭ કિ.રુ.૧૪,૩૩૦/

(૨) રોકડા રુપિયા ૮૯૫૦/-

(૩) મોબાઈલ ફોન નંગ ૯ કિ.રૂ.૮૧,૦૦૦/-

(૪) ૪ ટુ વ્હીલર તથા ૧ ફોર વ્હીલર કિ.રૂ.૪,૨૫,૦૦૦/-

(૫) લાઈટ બિલ કિ.00

(૬) પ્લાસ્ટીકની ખુરશી નંગ ૧૭ તથા પ્લાસ્ટીકના ટેબલ નંગ ૧૦ તથા પ્લાસ્ટીકના ગ્લાસ નંગ ૧૧ તથા વિદેશીદાર ની ખાલી બોટલો નંગ ૨૦ તથા ટીનબીયર ના ખાલી ટીન નંગ ૬ કિ.રુ.૦૦ ગણી કુલ્લે રુપિયા ૫,૨૯,૨૮૦/ ની મત્તાનો મુદામાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૩ ઈસમોને રોકડા રુપિયા ૨૮,૮૭૦/ મળી કુલ્લે રુપિયા ૮૮,૮૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી પી.સી.બી. પોલીસ

0 0
Read Time:3 Minute, 41 Second

ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો સટ્ટા બેટિંગનો જુગાર રમતા ૩ ઈસમોને રોકડા રુપિયા ૨૮,૮૭૦/ મળી કુલ્લે રુપિયા ૮૮,૮૭૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી પી.સી.બી.

અમદાવાદ PCB ને ચોકકસ બાતમી હકીકત આધારે નહી પકડાયેલ આરોપીબેન સમીરબાનુ મહંમદાસ્ફાક શેખ રહે.દેવી પ્રસાદના છાપરા હાજીગફારની ચાલી ચાંદસહીદ દરગાહ ની સામે ગોમતીપુર અમદાવાદ શહેર નાની તેના ભાડુતી માણસો રાખી પોતાના ઘર સામે બહાર ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદાસારૂ બહારથી ગ્રાહકો બોલાવી સટ્ટા બેટીંગના આંક લખી લખાવી આંક ઉપર આંક ફરકનો નાણાંની હારજીતનો જુગાર રમી રમાડતી હોય રેઈડ કરતા આરોપીઓ નામે જમીર આલમ ઉર્ફે મોની સ/ઓ જહીરઅહેમદ મીંયાખા રાજપુત ઉ.વ.૪૫ રહે.૬૨/૩૭૮ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરારી ચોક બાપુનગર અમદાવાદ શહેર તથા અન્ય બે આરોપીઓ મળી કુલ્લે ૩ આરોપીઓને રોકડા રુપિયા ૨૮,૮૭૦./- તથા તથા અન્ય મુદામાલ મળી કુલ્લે રૂપિયા ૮૮,૮૭૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુરન.૧૧૧૯૦૧૮૨૩૧૭૧૦/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ :(૧) જમીર આલમ ઉર્ફે મોની સ/ઓ જહીરઅહેમદ મીંયાખા રાજપુત ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે.૬૨/૩૭૮ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરારી ચોક બાપુનગર અમદાવાદ શહેર (૨) મુકેશકુમાર અમૃતકુમાર પટેલ ઉ.વ.પર ધંધો મજુરી રહે.ધ.નં.૪૧ જલસાગર સોસાયટી મહાદેવ નગર વસ્ત્રાલ રોડ અમદાવાદ શહેર (૩) બાબુભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.પર ધંધો વેપાર રહે.૩૮૪ રુમ નંબર ૨૦૮૩ ગુ.હા.બોર્ડ ગાયત્રી મંદિર પાછળ બાપુનગર અમદાવાદ શહેર

નહી પકડાયેલ :(૧) સમીરબાનું મહંમદાસ્ફાક શેખ રહે.દેવી પ્રસાદના છાપરા હાજીગફારની ચાલી ચાંદસહીદ દરગાહની સામે ગોમતીપુર અમદાવાદ શહેર (૨) નવાબ શેખ રહે.ગોમતીપુર અમદાવાદ શહેર (૩) જગંલીભાઇ (૪) મોની (૫) સફલગુનાની જગ્યા: નહી પકડાયેલ આરોપીબેન સમીરબાનું મહંમદાસ્ફાક શેખ રહે,દેવી પ્રસાદના છાપરા હાજીગફારની ચાલી ચાંદસહીદ દરગાહ ની સામે ગોમતીપુર અમદાવાદ શહેર ના ઘર આગળ ખુલ્લીજગ્યામાં

પકડાયેલ મુદામાલ : (૧) નાણાં રુપીયા ૨૮.૮૭૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૬૦,૦૦૦/- (3)વરલી મટકાના સટ્ટા બજારના આંકડા લખેલ ડાયરીઓ નંગ ૪ તથા એક ચોપડો તેમજ આંકડાઓ લખેલરબ્બર બેંડ મારેલ ૧૦ થપ્પીઓ તથા ર સ્ક્રીન શોર્ટ તથા સટ્ટા સ્લીપો તથા બોલપેન કિ.રૂ.૦૦/- મળીકુલ્લે રૂ.૮૮,૮૭૦/- નો મુદામાલ કબ્જે કર્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news

દારૂબંધી હટાવવાના નિર્ણય પર ‘આપ’ મહિલા મોરચાનો સખત વિરોધ. રસ્તા પર ઉતરવાની ચીમકી આપી.

0 0
Read Time:2 Minute, 4 Second

દારૂબંધી હટાવવાના નિર્ણય પર ‘આપ’ મહિલા મોરચાનો સખત વિરોધ. રસ્તા પર ઉતરવાની ચીમકી આપી.*

*ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે: રેશ્મા પટેલ**સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય: રેશ્મા પટેલ**અમદાવાદ/જુનાગઢ/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારે ગિફ્ટ સીટીમાંથી દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય લીધો છે, તે ખુબ જ શરમજનક નિર્ણય છે. ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે. હાલ નિયમો હોવા છતાં પણ ચારે તરફ દારુ વેચાઈ રહ્યો છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે જેના કારણે લઠ્ઠા કાંડ પણ થઈ રહ્યા છે અને માતાઓ બહેનો પોતાના જ ઘરમાં માર પણ ખાઈ રહી છે.સરકારે આ બધી બાબતો પર થોડો વિચાર કરવાની જરૂર હતી. અમે આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે સરકાર આ નિર્ણયને તાત્કાલિક પાછો લે નહિતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તથા આવેદનપત્ર પણ આપીને વિરોધ નોંધાવશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, હતી અને હંમેશા રહેશે. સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય

.*આમ આદમી પાર્ટી ગુજરાત*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ઓનલાઈન લોન ન લધી હોવા છતા છોકરીનો ફોટો મોર્ફ કરીને સગાવાલાને મોકલી દીધો

1 0
Read Time:3 Minute, 6 Second

ઓનલાઈન લોન ન લધી હોવા છતા છોકરીને ફોટો મોર્ફ કરીને સગાવાલાને મોકલી દીધો

અમદાવાદ

અમદાવાદ વિસ્તારમાં જૂના વાડજમાં રહેતી રીયા ધર્મેન્દ્રભાઈ ઓનલાઈન લોન માટે પ્રોસેસ કરી હતી. અને પોતાની બધી ડીટેલ આપી દીધી હતી. પણ ઓન લાઈન લોન ન લીધી હતી. તો તેમના મોબાઈલ નંબર ઉપર ફોન આવ્યો હતો કે જે તેમને લોન લીધી છે. તે ભરી દેવાની કહેવામાં આવ્યુ હતુ. જે લોન ન લધી હોવાનું કહેતા તેમનો ફોટો મોર્ફ કરીને સગા વાલાને મોકલાત તે ચોકી ગયા હતા. તેથી તેમને પોલીસ ફરીયાદ કરી હતી.આજકાલ ઓનલાઈન લોનની ઘણી એવી એેપ્લીકેશન છે જે તમને તરત જ લોન આપી દેવાની ખાતરી આપી છે.એ પણ ઓછા વ્યાજે આ જોઈ ઘણા લોકો લોન માટે એપ્લાય કરે છે. અેમા ઘણા લોકો ફસાઈ જાય છે. બસ આવી રીતે જૂના વાડજમાં રહેતી એક યુવતી રીયાનામની જે પોતાનું ગુજરાન ચલાવા માટે સિંધુભવન ખાતે નોકરી કરે છે. તે એક દિવસ ઈન્સ્ટાગ્રામ જોઈ રહી હતી. ત્યારે અચાનક મની લેન્ડ લોનની ઓનલાઈન લોનની જાહેરાત આવી છે. લોનની જરૂર તો આ એપ્લિકેશન ઉપર જાવો અને ફોર્મ ભરો આ જોતો રીયાએ પોતાના નામ, સરનામું, પાનકાર્ડ, આધારકાર્ડ, અને પોતાના પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરી દીધો હતો. જ્યારે રીયાએ પોતાની એપ્લિકેશન ઉપર પોતાની બધી માહીતી અાપી દીધી હતી. ત્યારે પછી તેને લોન લેવા માટે આગળની પ્રોસેસ કરી નહતી. કે તેનો કોઈ લોન પણ લીધી ન હતી. પણ થોડા દિવસ પછી તેના એક નંબર ઉપર થી ફોન આવ્યો હતો. કે તમે થોડા દિવસ પહેલા જે ઓનલાઈન લોન લીધી હતી તેની જલ્લી ભરપાઈ કરી દેજો આ જોતા રિયાએ કહ્યુ કે મે કોઈ લોન લીધી નહતી. તેવુ કહ્યુ હતુ પણ વોટ્સએપ પર પોતાનો બિભત્સમ રીતે મોર્ફ કરી વોટ્સએપ કર્યો હતો. તે રીયાઅે નંબર બ્લોક કરી દીધો હતો. પણ થોડા દિવસ પછી આ મોર્ફ કરેલો ફોટો તેના જોડે જેની સગાઈ થઈ હતી વિશાલને મોકલી આપેલા અને પોતાના માતા પિતાને પણ મોકલી આપેલા સંગા સંબંધીથી રિયાને જાણ થઈ હતી. આ જોતા રિયાએ પોતાના જોડે કાઈ ખોટું થયુ છે તેમ જણાતા તેને પોલીસ ફરીયાદ કરી હતી.અને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

રિપોર્ટર રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

એરપોર્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂની 331 બોટલ પોલીસે કાલ રાત્રે પકડી પાડી…. આરોપી ગાડી મૂકીને ભાગી ગયો !!

0 0
Read Time:3 Minute, 22 Second

એરપોર્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂની 331 બોટલ પોલીસે કાલ રાત્રે પકડી પાડી આરોપી ગાડી મૂકીને ભાગી ગયો

અમદાવાદ
અમદાવાદ વિસ્તારમાંથી અવનવા દારૂની પેટીઓ પકડાય છે. પોલીસથી છુપી રીતે શહેરની અંદર ઘુસાડવામાં આવે છે. બસ આવો એક પ્રયત્ન શાહીબાગ વિસ્તારમાં થયો હતો. રાત્રે પોટ્રોલીંગ કરતા પોલીસે શાહીબાગ ટફનાળા ખાતે ગેરકાયેદસર દારૂની પેટી ભરેલી કાર પોલીસે બુધવાર રાત્રે પકડી પાડી હતી. પોલીસ આગળની કાર્યવાહી કરી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો પણ કેટલા લોકો ગેરકાયદેસર રીતે દારૂ શહેરની અંદર લાવા માંગતા હોય છે. રાત્રે પોલીસની કડક પેટ્રોલીંગ હોવા છતા આવો સાહસ કરે છે. બસ એક આવો બનાવ અમદાવાદ ના શાહીબાગ અેરપોર્ટ વિસ્તારમાં બન્યો હતો. બુધવાર રાત્રે પોલીસને બાતમી મળી હતી કે ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો શહેરની અંદર ઘુસાડવામાં અાવી રહ્યો છે. ત્યારે એરપોર્ટના ટફનાળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા પોલીસ કર્મચારીઓ દરેક ગાડીને ચેક કરી રહ્યા હતા. ત્યારે બુધવારે રાત્રે ટફનાળા ચાર રસ્તા ઉપર 11-20 વાગે અચાનક સફેદ કલરની ટાટા સફારી ગાડી આવતા જોઈ હતી. પોલીસને જોઈ જતા ડ્રાઈવરે ગાડી રીવર્સ લઈ લીધી હતી. અને રોગ સાઈટ પર ગાડી દોડાવી હતી. અા જોતા પોલીસે પોતાના ખાનગી વાહન પીછો કર્યો હતો. અને તેની શોધખોળ કરી હતી.


પોલીસ સફેદ કલરની ટાટા સફારી ગાડી બુધવારે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે અચાનક કેમ્પ સદર બજાર ખાતે આવેલા કેન્ટોનમેન્ટમાં કોલોની ખુલ્લી જાહેર જગ્યામાં ગાડી મળી આવેલ હતી. અને ગાડીનો દરવાજો ખુલ્લો હતો. ગાડીની આગળની બપર તૂટી ગયુ હતુ. અને આગળ અને પાછળ કાચ તૂટી ગયા હતા. પોલીસે ગાડીના ડ્રાઈવરને આજુબાજુમાં તપાસ કરી પણ તે ડ્રાઈવર ગાડી મૂકીને ભાગી ગયા હતા.અને પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીના અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સફેદ કલરની ટાટા સફારીનો નંબર જીજે.-01-આરવી-7031 છે અને ગાડીની કિંમત 8 લાખ છે. અને દારૂની સીલબંધ બોટલ 331 તેની કિંમત 1,65,000 જાય છે. આથી ગાડી અને દારૂની કિંમત કુલ 9,65,000 હજાર કિંમતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો. અને પોલીસે ગાડીનો ડ્રાઈવરને પકડવા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને પોલીસે કલમ 66(1)બી, 65(એ)(ઈ), 116(1)(બી), 81,98(2), મુજબની કલમ લગાવી હતી. અને અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol

વેરા વધારાની સુનાવણીમાં નગરસેવકનું માઇક બંદ

0 0
Read Time:1 Minute, 34 Second

કલોલ નગરપાલિકા દ્વારા ત્રણ ગણો વેરો વધારવાનો ઠરાવ પાસ કરેલ છે. જેના વિરોધમાં વાંધા અરજીઓ આપેલ નાગરીકોએ અલગ અલગ દિવસે સુનાવણી માટે બોલાવવામાં આવે છે. જેમાં તારીખ ૨૦ ડિસેમ્બર બુધવારે પૂર્વ વિભાગની સુનાવણી નો દિવસ હતો. જેમાં પૂર્વ વિભાગમાં કુલ ૧૨ નગર સેવકો માંથી માત્ર ૨ (બે) જ પ્રતિનિધિ હાજર રહ્યા હતા, અને પ્રજાએ ચૂંટેલા ૧૦ કાઉન્સિલરો સુનાવણી માં ગેરહાજર રહ્યા હતા. નગરપાલીકા દ્વારા એક એક સભ્યને રજૂઆત કરવા જણાવેલ. જેમાં વોર્ડ નંબર ૧૧ ના મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ. કુંજ મકવાણા રજૂઆત કરવા ઊભા થયા ત્યારે નગરપાલિકાની સી ગ્રેડ સ્થતિ ખુલ્લી પાડી દેતાં તેમનું માઇક બે વાર બંદ કરી દેવામાં આવ્યું હતું. પ્રજાના ઉગ્ર વિરોધ બાદ ફરી માઇક શરૂ કરવામાં આવ્યું. વધુ માં નગર સેવકે જણાવ્યું હતું કે જ્યાં સુધી એમને ૩ ત્રણ ગણો વેરો તો દૂર એક રૂપિયો પણ વધારવા સાથે સહમત નથી, અને પહેલા હાલ જે વેરો ભરીએ છીએ તેની સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે. જો આગામી સમય માં વેરો વધારો પાછો નહિ ખેચાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.

0 0
Read Time:2 Minute, 4 Second

અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો દ્વારા શીરા મગ ની પ્રસાદ સાથે માયાદેવ ની સાતમ ની ઉજવણી કરવામા આવી.

આજ તા -19-12-2023 મંગળવાર ,માગસર સુદ – સાતમ… દર મહિનાની સુદ સાતમને માયાસાતમ તરીકે વિરમાયાં મંદિર, માયાટેકરી, પાટણ ખાતે ઉજવવાનું સ્થાનિક સૌ મિત્રોએ નક્કી કર્યું છે. અને આ દિવસે વિરમાયાં દેવ ને શિરો અને મગનો મહાપ્રસાદ ધરાવવો અને શિરો – મગને વિરમાયાં દેવની સત્તાવાર પ્રસાદી= નૈવેદ્ય જાહેર અમે સૌએ કરી છે. એ મુજબ શિરો -મગ ની મહાપ્રસાદ વિરમાયાંદેવને ધરાવીને સૌ એ પ્રસાદી લઈને ધન્યતા અનુભવી. શિરો -મગની પ્રસાદીના એક વર્ષ (બાર મહિનાની સાતમ ) સુધી ના દાતા ધીરજભાઈ સોલંકી(દુઃખવાડા ),અમરતલાલ વૈષ્ણવ(મોટી સરાય ), વકીલ શ્રી ડૉ.મનોજભાઈ પરમાર (મોટીસરાય ),કમલેશભાઈ સોલંકી(બગવાડા )તથા બાબુભાઇ ઊંઝાકર (બગવાડા)એ સંયુક્ત રીતે સ્વીકારેલી છે. આજના આ કાર્યક્રમમાં પાટણ શહેરમાંથી સામાજિક આગેવાન ભરતભાઈ વાણીયા, યોગેશભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ગીતાબેન સોલંકી, કનુભાઈ પરમાર, તેમજ આજુબાજુ થી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને માયાપ્રેમીઓ અને માયાવંશી ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. ધીરજભાઈ સોલંકીએ વિરમાયાં ના ઇતિહાસ સંસ્થાનો ઇતિહાસ અને હાલની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિશેષ માહિતી આપી સમગ્ર ઘટના વિશે વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમ નું સંચાલન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

બેંકમાંથી બોલુ છું તે કહી ઓટીપી આપતા જ ખાતામાંથી લાખો રૂપિયા બારોબાર ઉપડી ગયા

0 0
Read Time:3 Minute, 12 Second

બેંકમાંથી બોલુ છું તે કહી ઓટીપી આપતા જ ખાતામાંથી લાખો રૂપિયા બારોબાર ઉપડી ગયા

અમદાવાદ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ફાલ્ગુનીબેન પોતાના પતિના મોબાઈલ ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો. એને કહેવામાં આવ્યુ હતુ. હું એકસીસ બેંકમાંથી બોલું છું તેમ કહીને તેમણે કહ્યું કે તમારા ખાતામાં 4 લાખ 90 હજારનું ટ્રાંજેકશન થયુ છે. તેવુ કહીને તેને રોકવા માટે ચાર વખત ઓટીપી નંબર માંગ્યો હતો. આ ઓટીપી નંબર આપતા તેમના ખાતામાંથી 7, 55, 070 હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા.તેથી તેમને લાગ્યુ કે મારા જોડે વિશ્વાસઘાત થયો છે જાણ થતા મહિલાએ પોતાના પતિ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આજ કાલ ઓનલાઈન ફોર્ડ દિવસે દિવસે વધતો જતો હોય છે. જેમ કે તમારા મોબાઈલ નંબર ઉપર મેસસ આપવામાં આવી કે લીંક મોકલવામાં આવે તે લીંક ઓપન કરતા તમારા ખાતામાં બારોબાર રૂપિયા ઉપડી જાય છે. અથવા હું બેંકમાંથી બોલુ છું તેમ કહી ઓટીપી નંબર માગે છે. આવા બનાવો બનતા હોય છે. બસ ઓવો એેક બનાવ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા મહિલા ફાલ્ગુનીબેન સાથે બનાવ બન્યો છે.ફાલ્ગુનીબેન એકસીસ બેંકના પોતાનું ખાંતુ છે. ફાલ્ગુનીબેન બહાર જવાનું હોવાથી પોતાનો મોબાઈલ પોતાના પતિને આપ્યો હતો. તેવામાં તેમના ફાલ્ગુનીબેન ફોન ઉપર એક મેસેસ ઉપર લીંક આવે છે. ત્યારે બાદ ફાલ્ગુનીબેનના પતિ ઉપર એક વોટસેપ કોલ આવે છે. અને તેમના કહેવામાં આવે છે કે. હું એકસીસ બેંક લો ગાર્ડન બ્રાંન્ચમાંથી બોલુ છું. અને તમારા ખાતામાં 4,90,000 હજાર ટ્રાંજેકશન થયુ છે. તો મારા પતિએ ના પાડી હતી. તે તેને રોકવા માટે કહેવામાં આવ્યુ હતુ. કે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. તે મને આપો તો હું ટ્રાંજેકશન રોકી લઉ. તો ઓટીપી આપતા આ ઓટીપી નથી ચાલતો તેમ કહી બીજો ઓટીપી મંગાવ્યો હતો. તેમ કહીને વારા ફરથી ચાર વાર ઓટીપી મંગાવ્યા હતા. અને ઓટીપી આપતા તરત જ ફાલ્ગુની બેનના ખાતામાંથી પહેલી વાર 2,50,000 જ્યારે બીજી વાર 10,020, જ્યારે ત્રીજી વાર 4,95,025 મળીને કુલ 7,55,070 રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. અા જાણ થતા તેમને લાગ્યુ કે અમારા જોડે વિશ્વાસઘાત થયો છે. તેથી તરત ફાલ્ગુની બેને પોલીસ ફરિયાદ કરી હતી.

રિપોર્ટર રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ભારતમાં કોરોનાની એન્ટ્રી ફરી થઈ રહી છે.આ જોતા ગુજરાતમાં પણ બે મહિલાને કોરોના થયો છે.

0 0
Read Time:2 Minute, 25 Second

અમદાવાદ રાહુલ દેસાઈ રિપોર્ટર

ભારતમાં કોરોનાની એન્ટ્રી ફરી થઈ રહી છે.આ જોતા ગુજરાતમાં પણ બે મહિલાને કોરોના થયો છે. તે મહિલા હાલમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસે ગઈ હોવાથી તેમને કોરોના થયો છે. હાલ આ બે મહિલાને ડોક્ટરોની દેખરેખ નજર રાખવામાં આવ્યા છે.ભારતમાં હાલ નવા કોરોનાની અેન્ટ્રી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસો નોધાયા છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ જોતો ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગરમાં રહેતી બે મહિલા દક્ષિણ ભારતમાં પ્રવાસે ગઈ હતી. ત્યારે તેમને કોરોનાનો ચેપ થયો હતો. અા બે મહિલાની ઉમર એક મહિલાની ઉમર 57 અને બીજી મહિલાની ઉંમર 59 છે. આ બે મહિલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા છે. ગુજરાત આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઈ છે. જ્યારથી ગાંધીનગરમાં બે મહિલાના નવા કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યો છે. ત્યારથી જ ગુજરાત સરકારનું આરોગ્ય ખાતુ સંતર્ક થઈ ગયુ છે. અને જ્યારે આ બે મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટીવ અાવ્યો છે. બે મહિલાઓને આઈસોલેટ કરી તેમની સારવાર કરવામાં આવી છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસ વધતા ત્યાની સરકારે માસ્ક ફજીયાત કરી દેવામાં આવ્યા છે. અને જાહેર જનતાને ભીડ ભાડવાળી જગ્યામાં નહી જવાનું કહેવામાં આવ્યુ છે. અને કર્ણાટકની સરકારે નવા વાઈરસ લઈને ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમના પર સખત નજર રાખી રહી છે.સિગાપુરમાં હાલમાં નવા કેસો 56 હજારથી વધારે કેસો નોંધાયા છે. ત્યાની સરકારે એક એડવાઈઝરી જાહેર કરવામાં અાવી છે. તેમના મત અનુસાર 3 થી 9 ડિસેમ્બરમાં 56 હજારથીવ ધુ કેસો નોંધાયા છે. જ્યારે 3 ડિસેમ્બર પહેલા 32 હજારના કેસો હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન. ઘાસુરા ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 10 Second

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન. ઘાસુરા તરફથી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને અટક કરવા પોલીસ સ્ટેશન ના સ્ટાફ સૂચના આપવામાં આવેલ હતી જે બાતમી ના આધરે મળેલ બાતમી હકિકત આધારે ” નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર : ૧૧૮૨૨૦૦૪૨૩૦૬૮૭/૨૦૨૩ ઘી ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ ૨૦૧૫ (THE GUJRAT CONTROL OF TERRORISM AND ORGANISED CRIME ACT 2015) હેઠળની કલમ ૩ -(૧) ની પેટા કલમ (૨)તથા કલમ ૩ (૨), ૩ (૪) મુજબનો ગુનો તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ ઉપરોકત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. ગુનાના આરોપી અરબાઝઅલી ઉર્ફે ટોટો સ/ઓ સાહિદઅલી જાતે સૈયદ ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હતો .

જે આરોપીને તા.૦૮/૧૨/૨૦૨૩ ના રોજ કલાક ૧૭/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ પકડી અટક કરી તેના પાસેનો મો.ફોન ટેકનો કંપનીનો BF-7 મોડલનો જેની કિ.૫૦૦૦/- ગણી શકાય તે પંચનામા વિગતે કબ્જે કરી આરોપીનો કબ્જો નવસારી જિલ્લા પોલીસને સોંપવા સારુ તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીનું નામ અને સરનામું અરબાઝઅલી ઉર્ફે ટોટો સ/ઓ સાહિદઅલી જાતે સૈયદ ઉ.વર્ષ.૨૪ રહેવાસી :રામલાલના ખાડાની અંદર, લાલાકાકા હોલની પાછળ, દુધેશ્વર રોડ, માધવપુરા, અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) બાતમી આપનાર જય કિશન હર્ષદરાય અનાર્મ હેડ કોન્સ્ટેબલ

(૨) નિલેશભાઇ ભરતભાઇ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ: માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %