Categories
Banaskatha

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર વાહનચેકીગ દરમ્યાન માદક પદાર્થ મેથએમ્ફેટામાઈન સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી અમીરગઢ, બનાસકાંઠા પોલીસ.

0 0
Read Time:2 Minute, 11 Second

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર વાહનચેકીગ દરમ્યાન માદક પદાર્થ મેથએમ્ફેટામાઈન સાથે ત્રણ ઈસમોને પકડી પાડતી અમીરગઢ, બનાસકાંઠા પોલીસ.

ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા એ લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત માદક પદાર્થ તથા ઈંગ્લીશ દારૂની બદી અટકાવવા સારૂ આપેલ સુચના અંતર્ગત, સી.એલ.સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા ના માર્ગદર્શન હેઠળ, શ્રી ડી.બી.પટેલ, પો.ઈન્સ. અમીરગઢ પો.સ્ટે. એ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ સાથે અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન આરોપીઓની કબજા ભોગવટાની ક્રેટા ગાડી નંબર GJ-10-DJ- 3448 માંથી માદક પદાર્થ મેથએમ્ફેટામાઈન કુલ વજન ૧૦૭૨ ગ્રામ કિ.રૂ.૧,૦૭,૨૦,૦૦0/- તથા કુલ મુદામાલ કિં.રૂ.૧,૧૬,૪૯,૪૦૦/- સાથે આરોપી (૧) ઈસરાકભાઈ સ/ઓ આરીફભાઈ બ્લોચ(મુસલમાન) રહે.હુસેની મસ્જીદ, કાલાવડ ગેટ, શાહ પેટ્રોલપંપની સામે, શેરી નં-૦૨, ૬૫ અમન સોસાયટી, જામનગર તા.જી.જામનગર (ર)સોહીલ સ/ઓ ઓસમાણભાઈ સિંધી (મુસલમાન) રહે.નાદીપા રોડ, ત્રણ દરવાજા, જામનગર તા.જી.જામનગર (3)અસલમભાઈ અબ્દુલસત્તારભાઈ દરજાદા (મુસલમાન) રહે.હોઝા ગેટ, સિલ્વર સોસાયટી, ૫૦ શિશુવિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર તા.જી.જામનગરનાને પકડી પાડી તેઓ વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટેન્સીસ એક્ટ- ૧૯૮૫ ની કલમ-૮(સી),૨૧(સી),૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

અધ્યક્ષ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધાઇ

0 0
Read Time:48 Second

અધ્યક્ષ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધાઇ

અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ફરિયાદ નોંધાવી છે. તેમનો દાવો છે કે બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે. પુરાવાના ભાગરૂપે કેટલાક વીડિયો રજુ કર્યા છે. દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. બંધારણીય રીતે કોઈપણ પાર્ટીનો સભ્ય અધ્યક્ષપદે ચૂંટાયા બાદ તે પાર્ટીની પ્રવૃત્તિઓમાંથી અલિપ્ત થઈ જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

બે નંબરના ધંધા માટે પોલીસને હપ્તા આપવા પડે, ન આપો તો કેસ થાય: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર

0 0
Read Time:46 Second

બે નંબરના ધંધા માટે પોલીસને હપ્તા આપવા પડે, ન આપો તો કેસ થાય: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પ્રચાર દરમિયાન થરાદ તાલુકાના એક ગામમાં પોલીસ પર આરોપ લગાવ્યો કે, “બે નંબરનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તા આપવા પડે, જો ન આપો તો કેસ થાય.” તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના મળતિયાં અહીંયા લાગુ થતા હશે. તેમણે ઉમેર્યું, પોલીસ કેસ થાય એટલે સમજી લેવાનું કે તે વ્યક્તિએ હપ્તો લેટ આપ્યો હશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

બનાસકાંઠાના મુમનવાસ નજીક ટાયર ફાટ્યા બાદ જીપ પલટી મારતા 2 લોકોના મોત, 10 સારવાર હેઠળ

0 0
Read Time:50 Second

બનાસકાંઠાના મુમનવાસ નજીક ટાયર ફાટ્યા બાદ જીપ પલટી મારતા 2 લોકોના મોત, 10 સારવાર હેઠળ બનાસકાંઠાના દાંતા પાલનપુર હાઇવે પર મુમનવાસ નજીક ટાયર ફાટ્યા બાદ જીપ પલટી મારતા સુલતાનપુરાના રહેવાસી ભેરાભાઈ અને બંસીભાઈનું મોત થયું છે, જ્યારે 10 લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તોરણીયા અને સુલતાનપુરાના લોકો જીપમાં બેસીને પાલનપુર તરફ જતા હતા ત્યારે અંધારીયા અને મુમનવાસ વચ્ચે જીપનું ટાયર ફાટ્યું છે. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

બનાસકાંઠાના દાંતામાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જાનહાનિ નહીં

0 0
Read Time:49 Second

બનાસકાંઠાના દાંતામાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જાનહાનિ નહીં બનાસકાંઠાના દાંતામાં મંગળવારે રાતે 11 વાગ્યે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. જો કે, કોઈ જાનહાનિ સર્જાઈ નથી. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે આ ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 51 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં ભૂકંપના 8 આંચકા અનુભવાઈ ચુક્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

બનાસકાંઠાની 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપાયો

0 0
Read Time:49 Second

બનાસકાંઠાની 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠાના કણોદરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે 2 પેઢીમાંથી ₹52.68 લાખની કિંમતનો બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ કહ્યું, “શ્રીમુલ ડેરીમાંથી ₹41.86 લાખની કિંમતનો 6,354 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યા છે. નમસ્તે ફૂડ પ્રોડ્સમાંથી ₹10.82 લાખની કિંમતનો 1,754 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Banaskatha

ડીસામાં રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા એસટી બસમાં ઘૂસતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થઇ

0 0
Read Time:47 Second

ડીસામાં રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા એસટી બસમાં ઘૂસતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થઇડી સામાં બનાસપુલ પાસે રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા ધાનેરા અમદાવાદ એસટી બસમાં ઘૂસી જતા કંડક્ટર સહીત 8 લોકોને ઈજા થતા સારવાર માટે ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસ ચાલક ઓવરટેક કરવા ગયો ત્યારે રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ અને લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસ્યા હતા. અકસ્માત બાદ એસટી બસનો ચાલક ફરાર થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %