જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા એ ફરિયાદી પર પંદરેક દિવસ પેહલા વર્લી (જુગાર ) નો કેશ કરેલ હોય. જે બાબતે ફરિયાદી ઉપર હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા ફરી થી બીજો કેશ નહિ કરવા અને ફરિયાદીના પત્ની ઉપર ખોટો કેશ નહિ કરવાનાં અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.10,000/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,જામનગર એ. સી. બી.માં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની રકમ માંગી, સ્વીકારી કરતા ઝડપાઇ ગયા
નોંધઃ- આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે. જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી:- શ્રી વી.કે.પંડયા,મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ