પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી:તારી પત્નીને છૂટાછેડા આપી દે,
અમદાવાદ
અમદાવાદમાં મોડી રાત્રે અસારવા નજીક આવેલા ચમનપુરા ખાતે એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની હત્યા કરનાર તેની પત્નીનો પ્રેમી હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરો નથી પરંતુ મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા કરનાર પ્રેમી અને તેના સાગરીતો ચાઈના ગેંગના હોવાનો સ્થાનિકોએ આરોપ મુક્યો છે.
ચાઇના ગેંગના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે ત્યારે તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.યુવકને પત્નીના અનૈતિક સંબંધની ખબર પડી હતીચમનપુરા વિસ્તારમાં આવેલા તાળાવાળી ચાલી પાસે ગઈકાલે મોડી રાત્રે વિશાલ કિશન પટણી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કિશનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વિશાલ પટણી નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો અને તેના લગ્ન પાલનપુરમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. વિશાલ અને યુવતીને એક સંતાનમાં એક દીકરો છે. થોડા સમય પહેલાં વિશાલને ખબર પડી હતી કે, તેની પત્નીને ડેબુ પટણી નામના યુવક સાથે અનૈતિક સંબંધ છે.તું તારી પત્નીને છૂટાછેડા આપી દે કહીં યુવકની હત્યા કરીડેબુના મામલે વિશાલ અને યુવતી વચ્ચે અવારનવાર બબાલ થતી હતી અને મામલો એટલી હદ સુધી પહોંચ્યો હો કે, ડેબુએ વિશાલની હત્યા કરી નાખી હતી.
ગઈકાલે તાળાવાળી ચાલી પાસે વિશાલ ઉભો હતો ત્યારે ડેબુ તેના સાગરીત કમલેશ, સમીર સહિતના લોકોને લઈને આવ્યો હતો. ડેબુએ આવતાની સાથે જ વિશાલને કહ્યું હતું કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકોર નથી પરંતુ મારો છે. વિશાલ અને ડેબુ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો એટલે ગંભીર બન્યો કે, ડેબુએ વિશાલના ગળામાં તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
Average Rating