સુરતમાં પગારને લઈને બીઆરટીએસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા
સુરત
સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવરો આજે વહેલી સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. કેમ કે તેમને જે પ્રકારનું વેતનની વાત થઈ હતી તે પ્રકારનું વેતન આપવા આવતુ નથી. તેથી ચૂંટણી પહેલા તે પોતાની માગ પૂરી કરવા માટે આજે વહેલી સવારથી બીઆરટીસના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા ગયા છે.
સુરત શહેરમાં આજે સામાન્ય વર્ગના લોકો જે રોજ બરોજબ પોતાની નોકરીયાત વર્ગો જે લોકો બીઆરટીએસમાં જાય છે. જે લોકોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે આજે વહેલી સવારથી બીઆરટીએસના ડ્રાઈવરો પોતાની પગારને લઈને આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે. તે લોકોને કહેવુ છે કે અમને જે પ્રકારનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો. તે પ્રકારનો બીઆરટીએસના ડ્રાઈવરનો પગાર મળતો નથી. તેથી ચૂંટણી પહેલા સુરતના બીઆરટીએસના ડ્રાઈવરો આજ સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે.
સુરત શહેરમાં અવનવા રીતે બસ ડ્રાઈવરોને વિવાદ સામે આવતો હોય છે. આવો વિવાદ એક સામે આવ્યો છે. જે મગોબ ડેપો બસ ચાલકો આજે સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ડ્રાઈવરોને કહેવુ છે કે જ્યારે અમને નોકરી પર રાખ્યા ત્યારે અમને જે પગાર કહ્યુ હતો તે પગાર કરતા ઓછ પગાર આપવામાં આવે છે. અને આ ફરિયાદ અમારા ઉચ્ચ અધિકારીને પણ કરવામાં આવી હતી. પણ કોઈ સારો જવાબ અમને આપવામાં આવતો હતો નહી. એટલે આજે વહેલી સવારથી અમે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.
સુરતમાં આજે સામાન્ય નોકરિયાતવર્ગોને હેરાન પરેશાન થઈ ગયા હતા. રોજના 30 હજાર લોકો બીઆરટીએસનો ઉપયોગ કરે છે. જેથી બીઆરટીએસના હડતાલના લીધી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે બીઆરટીએસમાં 92 બસો રોકી દેવામાં આવી હતી. અને તેમાંથી રૂટ નંબર 12,13,16 અને 19 નંબરની બસો રૂટ આજ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
Category: Surat
સુરતમાં જ્વેલરીના વેપારી સાથે છેતરપિંડી કરનાર નકલી ડેપ્યુટી કલેક્ટર મહિલા અને તેનો પ્રેમી પકડાયાં
સુરતમાં ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે ખોટી ઓળખ આપી જ્વેલરીના વેપારી પાસેથી ₹12 લાખથી વધુની કિંમતના ઘરેણા લઈ છેતરપિંડી કરનાર હેતલ પટેલને તેના પ્રેમી સાથે પોલીસે પકડી લીધી છે. હેતલ પટેલે વેપારીને ચેક આપ્યા હતા, જે રિટર્ન થતા ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “અગાઉ તાપીમાં હેતલે મેડીકલ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈ કરી હતી.
ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો
ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો
સુરત
સુરતમાં ફરી એક વાર ટ્રકચાલકે એક મહિલાનો ભોગ લીધો. આજ સવારે ટ્રકચાલક અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલા ઉપર ડમ્પર ફરી વળ્યુ અને મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ. ડમ્પર ચાલક પકડીને પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી છે.સુરત શહેર આજકાલ વિવાદમાં રહે છે. અવનવાર રસ્તાઓ ઉપર અકસ્માતની હાર માળા જોવા મળે છે. બસ આવો એક બનાવ સુરતમાં કતાર ગામ કિરણ હોસ્પિટલની સામે બન્યો હતો. જ્યારે ટ્રકચાલકે ટુ વ્હીલર ઉપર પસાર થઈ ગયુ હતુ. અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલાનો ઘટના સ્થળે મોત થયુ હતુ.
અને આજુ બાજુના લોકો રોષે ભરાયા હતા.સુરતની ટ્રાફિક પોલીસની બેદકારીનો આરોપ ત્યાના સ્થાઈ લોકો જણાવી રહ્યા છે. સુરતમાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ છે તો પણ સવારના પોરમાં ડમ્પર ચાલક બેફામ સુરતમાં ફરતા હોય છે. અને કેટલાક બેકસુર લોકોનો જીવ લેતા હોય છે. બસ આજ સવારે એમ જ થયુ હતુ. સુરતમાં કતારગામ ખાતે એક મહિલાનું ટુ વ્હીલર પર પસાર થતી હતી અને ડમ્પરે તેને અકસ્માત કર્યો હતો.
અને ટુ વ્હીલર પર જતી મહિલાનું ઘટના સ્થળે મોત થતા. આજુ બાજુના લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અને ત્યાના સ્થાનિક લોકોનું કહેવુ છે કે ટ્રક ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો. અને નશામાં તેને ટુ વ્હીલપર જતી મહિલાનો ભોગ લીધો હતો. આ જોતા આજુ બાજુના લોકો જે પોલીસની ગાડીમાં ટ્રકચાલકને પકડીને બેસાડીયો હતો. તે પોલીસની ગાડી લોકોને ઘેરી લીધી હતી. અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
અહેવાલ રાહુલ દેસાઈ
સુરતમાં નકલી જન સિવધા કેન્દ્ર ઝડપાયું, છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતુ
સુરતસુરતમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડવામાં આવ્યું છે. જે છેલ્લા દોઢ વર્ષથી ચાલુ હતુ.
ત્યાથી નકલી આધાર કાર્ડ, વેરા બીલ, અને દસ્તાવેજો જેવી અનેક વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.સુરતમાં વધુ એક નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપવામાં આવ્યું છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ કેન્દ્ર ચાલી રહ્યુ હતુ. ત્યા હજારો લોકો પોતાની ડોક્યુમેન્ટ બનાવામાં આવતા હતા. અને તે સુરતમાં જલારામ કોમ્પલેક્ષમાં ભગવતી કન્સલ્ટન્સી ચલાવતો હતો. અને દરેક પ્રકારના સરકારી અને અર્ધ સરકારી કામ કરી આપતો હતો. જેમ કે બિન અનામત, આવકનો દાખલો, સરકારી યોજનાઓ અને ભાડા કરારના સરકારી દસ્તાવેજો કરી આપતો હતો.જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે તાત્કાલિક ભગવતી કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. તે ઓફિસના અંદરથી આધાર કાર્ડ, લાઈસન્સ, વેરા બીલ, દસ્તાવેજો, ભાડા કરારના કેટલાક પુરાવા મળ્યા હતા. આ સાથે 14 પાનાની પીડીએફ ફાઈલ પર મળી આવતા પોલીસે ઓફિસના માલિકને જેનું નામ છે. નિકુંજ દુધાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પોલીસે તપાસ કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બનાવાવમાં આવ્યા છે. તેની પોલીસ તપાસ કરશે.
અહેવાલ રાહુલ દેસાઈ
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો
સુરત
સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીએ મોબાઈલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. મોબાઈલની લત એવી હતી. કે રાત દિવસ ફક્ત મોબાઈલ જ દેખાતો હતો. જ્યારે મંદિરે જાય ત્યારે તેને ચારે બાજુ મોબાઈલ દેખાતો. હતો. અને તે કહેતી હતી કે ગૂગલ કહે છે કે તુ ન ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે કે તુ મરી.
આજ કાલ યુવાનોને મોબાઈલની લત એવી લાગે છે. કે જે જ્યા જોવો ત્યા ફક્ત મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. નાની નાની વાતમાં ગૂગલ કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. જ્યા જોવો ત્યા ઘરમાં ઘરની બહાર કોલેજમાં શાળાઓમાં વગેરે ફક્ત નાની નાની વાતમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તેને કારણે પોતાના પરિવાર જનો થી દૂર થઈ જાય છે. અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. બસ આવો બનાવ સુરતમાં રહેતી 20 વર્ષની યુવતી વિશાખા રાણા જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેને મોબાઈલની લત એવી હતી કે જ્યારે જોવો ત્યા મોબાઈલને ઉપયોગ કરતી હતી. તેના કારણે વિશાખાએ પોતાનાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.,
વિશાખા રાણા પોતાની માતા સાથે કારખાનામાં જોડે કામ કરતી હતી. વિશાખાના પરિવારનું એવુ કહેવુ છે કે તેને મોબાઈલની લત હતી. તે મોબાઈલ દ્વારા ફેસ એક્સરસાઈઝ કરતી હતી. તેથી તેનું ફેસ બદલાઈ ગયુ હતુ. ત્યારે તેને પરિવાર તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે તેનું ફેસ બરોબર છે. ત્યારે પછી પરિવાર તેને માનસિક રોગના ડોક્ટર જોડે લઈ ગયા હતા. અને માનસિક દવા પણ ચાલતી હતી. પરિવાર કહે છે કે તેને અવનવા ગૂગલ કહે છે તૂ ના ખાઈશ નહી, ગૂગલ કહે છે કે તે મરી જા તેવો આવાજ સંભળાતો હતો. આના કારણે વિશાખાએ પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી નાખી હતી. આ વાતની જાણ થતા પરિવાર તાત્કાલીક દવાખાના લઈ જતા તેને મૃત જાહેર કરી હતી. આ વાતની ખબર પડતા પોલીસ તરતજ ઘટના સ્થળે દોડી આવી આક્સમિક છે કે નહી તેનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ
ગૂગલ કહે છે મરી જા: સુરતમાં પરિવારને આપવીતી જણાવી 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરત શહેરમાં 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ યુવતી છેલ્લા કેટલાય સમયથી પરિવારને જણાવતી હતી કે, “મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાની ના પાડે છે, ગુગલ કહે છે મરી જા.” મૃતક યુવતીના પરિજને જણાવ્યું કે, “અમે એક મહિના પહેલા યુવતી પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને 2 મહિનાથી તેણીની માનસિક સારવાર ચાલુ હતી.”
સુરતમાં 11 લાખ રુદ્રાક્ષથી 35 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરાશે સુરતના ગોડાદરામાં મહાશિવરાત્રી પર્વને લઈ નેપાળથી લાવવામાં આવેલા 11 લાખ રુદ્રાક્ષ વડે 35 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાઠમંડુથી 25 કારીગરોની ટીમે બોલાવી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગની મહારુદ્રાક્ષ પૂજા કરવામાં આવશે, પૂજા દરમિયાન શિવલિંગ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવશે. શિવલિંગની લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે.
સુરતમાં આપના કોર્પોરેટરના મકાનમાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત થયું, અન્ય સભ્યોએ કૂદીને જીવ બચાવ્યો સુરતના મોટા વરાછામાં આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના મકાનમાં આગ લાતા તેમના 17 વર્ષીય યુત્ર પ્રિન્સનું મોત થયું છે. પ્રિન્સ દાઝી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ઘરમાં ફસાયેલા અન્ય સભ્યો કૂદી જતા તેમનો બચાવ થયો છે.
સુરતમાં પત્ની અને દીકરાને ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે, “લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ-56માં રહેતા 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલાએ પત્ની નિર્મલ અને 7 વર્ષીય દીકરા દેવઋષિને ઝેરી દવા આપી હત્યા કર્યા બાદ તેણે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.” વધુમાં કહ્યું કે, તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલમાં વીડિયો મળી આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાદરાની ઢાઢર નદી કિનારે એક યુવકે મગરની પજવણી કરી, વીડિયો વાઇરલ થયો પાદરા તાલુકામાં આવેલી ઢાઢર નદી કિનારે એક યુવક દ્વારા મહાકાય મગરની પજવણી કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં એક યુવક નદી કિનારે બેઠેલા એક મગર પાસે જઈને તેની પીઠ પર હાથ ફેરવી અને તેની પૂંછડી ઊંચી કરતો દેખાઈ રહ્યો છે. ઘટનાસ્થળે હાજર અન્ય વ્યક્તિ દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે.