Categories
Gandinagr

લૂંટેરી દુલ્હન ગેંગ: રૂપાલ અને રાંધેજા ગામના 3 યુવાનો 10 લાખમાં છેતરાયા

0 0
Read Time:57 Second

ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ : વચેટીયાની ભૂમિકા અદા કરનાર શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો

લગ્નવાંચ્છું યુવાન સાથે લગ્નના સાત ફેરા ફરી લૂંટેરી દુલ્હન સહિતની ગેંગ લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. રાજ્ય વ્યાપી ચાલતાં નેટવર્ક મામલે હાલમાં ગાંધીનગર પોલીસે રૂપાલ અને રાંધેજા ગામના ત્રણ યુવાનો સાથે 10 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

GangCrime #Looting #PoliceInvestigation #CriminalGang #WeddingRobbery #CrimeAlert #GujaratCrime #PoliceProbe #GangArrest #RobberyCase

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
vadodara

બોગસ કંપની ઉભી કરી બ્લેકનાં નાણાં વ્હાઇટમાં કરવાનું વડોદરામાં ઝડપાયુ17ની ધરપકડ

0 0
Read Time:1 Minute, 15 Second

બોગસ કંપની ઉભી કરી બ્લેકનાં નાણાં વ્હાઇટમાં કરવાનું વડોદરામાં ઝડપાયુ17ની ધરપકડઃ એન્જલ બ્રોકિંગ કસ્ટમર કેરના નામે બનાવટી કંપની ઊભી કરાઈ હતી-બોગસ કંપની ઉભી કરીને બ્લેકના નાણાં વ્હાઇટમાં કન્વર્ટ કરવાનું એક કૌભાંડ વડોદરામાં ઝડપાયુ છે. એન્જલ બ્રોકીંગ કસ્ટમર કેરના નામે બોગસ કંપની ઉભી કરીને તેના થકી વોટસ્ અપ ગ્રુપ ઉભુ કરીને લાખ્ખો રૂપિયાની હેરાફેરી કરનાર ૧૭ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે.

આ ટોળકી દ્વારા વડોદરાની એક કંપનીમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરી ચૂકેલાના ૯૪.૧૮ લાખ પડાવ્યા હતા. પકડાયેલા તમામને આજે અદાલતમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જો કે મિત્રતાના નાતે નાણાંની હેરાફેરી કરનારાઓ જ હજી પોલીસના હાથમાં લાગ્યા છે, મોટા માથાઓની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

#VadodaraScam #Fraud #PoliceAction #BogusCompany #IllegalActivities #CorporateCrime #Justice #LegalSystem #WhiteCollarCrime #CorporateFraud #Investigation #Enforcement #GooddayGujaratnews #Gujarat

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Blog

હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા

0 0
Read Time:2 Minute, 22 Second

હિંમતનગરમાં નિવૃત્તિ પોલીસકર્મીને ધોળે દિવસે ઘરમાં ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા હિંમતનગરસાંબરકાઠામાં રહેતા નિવૃત પોલીસકર્મીના ઘરે બપોરે પતિ અને પત્નીને બપોરના સમયે ઘરમાં કોઈ હત્યા કરી ભાગી ગયો હતો. અને તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. અને જ્યારે લોકો ઘરની અંદર ગયા ત્યારે નિવૃત્ત પોલીસકર્મી પતિ અને પત્ની લોહીલુહાણ હાલતમાં જમીન તેમની લાશ પડેલી હતી. આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.સાંબરકાઠામાં ભરબપોરે દંપતીનું મર્ડર થઈ જાય છે.

અને કોઈને ખબર પડતી નથી. બસ આવી હિંમતનગરમાં મોટકોટડા ગામમાંના વતની અને હાલ હિંમતનગરમાં રામનગરમાં રહેતા વિક્રસિંહ ભાટી અને તેમના પત્ની મીનાકુમારીનું આજરોજ બપોરે તેમના ઘરમાં ઘૂસીને કોઈ અજાણ્યા શખ્સે તેમનું હત્યા કરી નાખી છે. જ્યારે સોસાયટીના સભ્યોને ખબર પડી ત્યારે સોસાયટીમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને મર્ડર થવાની વાત પોલીસને ખબર પડી ત્યારે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ ચાલુ કરી લીધી છે.જ્યારે દંપતીની હત્યા થઈ ત્યારે સોસાયટીના લોકો ઘરની અંદર ગયા ત્યારે દંપતી ઘરના અંદર જમીન ઉપર લુહીલુહાણમાં તેમની લાશ પડેલી હતી. અને તેમના ઘરમાંથી તીક્ષ્ણ હથિયારો તેમના ઘરમાંથી મળી આવેલા હતા. જ્યારે આ મર્ડરની વાત સમગ્ર હિંમતનગમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને આસપાસના વિસ્તારોમાં એક ચર્ચાનો વિષય છે. અને અજાણ્યા વિરુદ્ધ સામે મર્ડરનો ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક નિવૃત્તિ પોલીસક્રમીને દિવસ દરમિયાન ઘરમાં ઘૂસીને તેમનું મર્ડર થઈ જાય તે એ ખુબ જ દુખની વાત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
સાબરકાંઠા સમાચાર

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ

0 0
Read Time:2 Minute, 13 Second

વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ


સાબરકાંઠા
સાબરકાંઠા વડાલી ગામે ઓનલાઈન એક પાર્સલમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. અને ઓનલાઈન બ્લાસ્ટ થતા 4 જણા વ્યક્તિને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 2 વ્યક્તિનું મોત થયુ હતુ. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આજ કાલના યુવાનો કોઈપણ વસ્તુઓ મંગાવી હોઈ તો તે સીધુ ઓનલાઈન મંગાવામાં આવે છે અને વસ્તુઓ સસ્તી હોય છે. પણ ઓનલાઈન વસ્તુ મગાવો ત્યારે ખુબ ધ્યાન રાખવુ પડે છે. બસ આવો બનાવ સાબરકાઠામાં આવેલું વડાલી ગામે બન્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન ઈલેક્ટ્રિક વસ્તુઓ મંગાવી હતી હતુ તે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. અને 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અને એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે એટલો જોરદાર હતો કે ત્યા ના આજુબાજુના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને તાત્કાલીક તેમને દવાખાન લઈ ગયા હતા. અને પોલીસને આવાતની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડાલી ગામમાં ઘરે ઓનલાઈન ઈલેક્ટ્રિક વસ્તુ ઘરે આવી ત્યારે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થઈ ગયો હતો. અને આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યા ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ. અને ત્રણ વ્યક્તિનું ઈજા પહોંચી હતી. ઈડર અને હિંમતનગર હોસ્પિટલ ખાતે તેમને સારવાર ખાતે લઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આ સમગ્ર મામલની તપાસ કરી રહ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો.

0 0
Read Time:2 Minute, 43 Second

15 વર્ષ પછી મહાઠગ અશોક જાડેજાનો સાગરીત કિશોર છારાની રાજસ્થાનથી ઝડપાયો. અમદાવાદ. અમદાવાદમાં અશોક જાડેજાનો સાગરીત 15 વર્ષે રાજસ્થાનતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 15 વર્ષથી નાસતો ફરતો અશોક જાડેજાનો સાગરીત આખરે પોલીસે 15 વર્ષ પછી સફળતા મળી હતી. આ આરોપી પાછળ પોલીસે 20 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. અને તેના ઉપર 20 થી વધારે ગુનાઓ પણ સામેલ હતો.અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં 15 વર્ષ પહેલા અશોક જાડેજા એક કા તીન કોંભાડ ચલાવતો હતો. લોકો જોડેથી પૈસા લઈને એકના ત્રણ ગણા પૈસા કરી આપતો હતો. અને લોકોને છેતરપિંડી કરતો હતો. તેના સાથે તેનો ખાસ સાગરીત કિશોર છારા તે લોકોને અશોક જાડેજા પાસે લાવતો હતો. અને લોકો જોડે પૈસા પડાવતો હતો. જ્યારે અશોક જાડેજાની પોલ ખુલ્લી અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે અશોક જાડેજાનો સાગરીત કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પણ તે હાથમાં આવતો હતો નહી. તેથી પોલીસે કિશોર છારા ઉપર 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવતુ હતુ. સરખેજ પોલીસે 15 વર્ષ પછી એક મોટી સફળતા મળી છે. 15 વર્ષથી નાસતો ભાગતો અશોક જાડેજાનો ખાસ સાગરીતે કિશોર છારા રાજસ્થાનથી પોલીસે તેની ધરપકડ કરી છે. તેના ઉપર 20થી વધારે ગુનો નોધાવામાં આવ્યા છે. અશોક જાડેજાનો તે એજન્ડ હતો. અને અશોક જાડેજા જોડે લોકોને કિશોર છારા લાવતો હતો. અને પૈસાનો હિસાબ રાખતો હતો. અને અશોક જાડેજાનો 24 કલાક લોકોની અવર જવર હતી. અને ત્યા લાંબી લાબી લાઈન પણ લાગતી હતી. અને લોકો જોડેથી લાખો રૂપિયા લેતો હતો અને પૈસાનો હિસાબ રાખતો હતો. જ્યારે કોરોડો રૂપિયા ભેગા થયા ત્યારે કિશોર છારા લાપતા થઈ ગયો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આખરે 15 વર્ષ પછી કિશકોર છારાન રાજસ્થાન દ્વારા ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

વાડજ માં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર

0 0
Read Time:2 Minute, 15 Second

વાડજમાં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર અમદાવાદ. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા મનોજભાઈના ઘરે ગુરુવાર રાત્રે ધાબા ઉપર સુઈ રહ્તા હતા. તેમના પરિવાર સાથે ત્યારે તેમના ઘરે અજાણ્યા શખ્સે ઘરમાં ખુસીને કિંમતી વસ્તુની ચોરી કરીને ભાગી ગયો હતો. તે કિમનતી વસ્તુ 1,96,000 રૂપિયા થાય છે. જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જોધાવી છે.અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયે જ્યારે ઉનાળાનો સમય હોય અને ગરમી સખત પડતી હોય ત્યારે પરિવારના દરેક સભ્યો ગર્મીના લીધે ધાબા ઉપર સુવા જતા હોય છે. બસ આ તકનો લાભ લઈને ચોરો ઘરમાં ઘૂસીને ચોરી કરતા હોય છ. આવો બનાવ વાડજમાં ચંદ્રભાગા રો હાઉસમાં રહેતા મનોજભાઈ પંચાલના ઘરે બન્યો હતો. જ્યારે તે રાત્રીના સમયે જમીન કરીને પોતાના પરિવાર સાથે ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે સવારે તેમની માતા નીચે આવી હતી. ત્યારે તેમને જોઈ હતુ કે ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો. અને ઘરમાં બધી વેરવિખેર હતી. જ્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ત્યારે તેમની માતાએ ધાબા ઉપર સુતેલા મનોજભાઈને બૂમ પાડી હતી. ત્યારે મનોજભાઈ નીચે આવતા જોયુ તો તેમના પાકીટમાંથી 4000 હજાર રૂપિયા ગાયબ હતા. અને બીજા રૂમમાં જઈને જોયુ તો .કિમતી સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. તેની કિલુ કિંમત 1,96,000 હજાર રૂપિયા થાય છે.તે જોતા તે ગંભરાઈ ગયા હતા. અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kach

કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે.

0 0
Read Time:2 Minute, 23 Second

કચ્છના સરહદ ડેરીનો મહત્ત્વનો નિર્ણય 7 તારીખે જે પશુપાલકો મતદાન કરશે તેમને દૂધમાં 1 રૂપિયો પ્રતિલિટર વધુ મળશે. કચ્છ. કચ્છના સરહદ ડેરીના એક નિર્ણય લેવામાં આવ્યો છે. કે પશુ પાલકનો 7 તારીખે મતદાન કરશે તેમને પ્રતિ લિટર દૂધ 1 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારોના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે. અને સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે 1.5 કરોડ પશુપાલકને વધારે ચૂકવામાં આવશે.ભારતમાં અત્યારે લોકશાહી ચૂટણી ચાલી રહી છે. જેમાં દરેક દેશવાસીઓ પોતાનો કિમતી મત આપે તેવી દરેક નાગરિકને સરકાર દ્વારા અને ખાનગી કંપનીઓ દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે. જે તારીખે જે તે રાજ્યમાં મતદાન હોય તે રાજ્યમાં રજા પણ જાહેર કરવામાં આવી હોય છે. અને દરેક કંપની હોય કે ડેરીઓ હોય પોતાના કર્મચારી મત માટે જાગૃત્ત થાય તે માટે વિવિધ પ્રકારની ઓફર આપતા હોય છે. બસ એક આવો ઓફર કચ્છના સરહદ ડેરીના પશુપાલકો માટે એક ઓફર કરવામાં આવી છે. ગુજરાતમાં 7 તારીખે જે પોતાનો મત આપશે તેમને પ્રતિલિટર 1 રૂપિયો વધારે કરવામાં આવાયો છે. તેના લીધે 34 હજાર પશુપાલકોને ફાયદો થશે.સરહદ ડેરી ચેરમેન વલમજી આર. હુંબલ કહ્યુ હતુ. કે જે પશુ પાલકો અમારા ત્યા દૂધ આપે છે. તેમને 7 તારીખે જે મતદાન આપશે તેમને 1 રૂપિયા પ્રતિલિટર વધારે આપવામાં આવશે. તેથી સરહદ ડેરી તે દિવસે 1.5 કરોડ વધારે ચૂકવશે. જ્યારે દૂધ ભરવા આવશે પશુ પાલકો ત્યારે તેમના હાથમાં મતદાનનું નિશાન હશે તેને જ 1 રૂપિયો વધુ મળશે. આથી લોકોમાં મતદાનનું જાગૃતિ થાય તે માટે આ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
સાબરકાંઠા સમાચાર

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

0 0
Read Time:1 Minute, 49 Second

સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી
સાબરકાઠા
સાંબરકાઠામાં પાણપુર પાટિયા પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં ભયકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ઉનાળાના સમયે આગના બનાવો વધતા જતા હોય છે. શોર્ટસર્કિટથી કે અન્ય કારણો સર આગના બનાવો બનતા હોય છે. તેમાં મોટા ભાગના કારખાના કે ગોડાઉનના વધારે બનતુ હોય છ. બસ આવો બનાવ કાલે રાત્રે સાંબરકાઠાના પાણપુર પાટિયા પાસે ભંગારના એક ગોડાઉનમાં બન્યો હતો. કોઈ કારણસર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી. કે આજુ બાજુના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ભંગારના ગોડાઉનમાં જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને માહામહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી વિકરાટ હતી. કે તેના ધૂમાળા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. અને આસ પાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. અને ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અંદર રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Surat

સુરત માં પગાર ને લઈને બીઆરટીએસ બસ ના ડ્રાઇવરો હડતાલ પર..

0 0
Read Time:2 Minute, 21 Second

સુરતમાં પગારને લઈને બીઆરટીએસ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા
સુરત
સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવરો આજે વહેલી સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. કેમ કે તેમને જે પ્રકારનું વેતનની વાત થઈ હતી તે પ્રકારનું વેતન આપવા આવતુ નથી. તેથી ચૂંટણી પહેલા તે પોતાની માગ પૂરી કરવા માટે આજે વહેલી સવારથી બીઆરટીસના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા ગયા છે.
સુરત શહેરમાં આજે સામાન્ય વર્ગના લોકો જે રોજ બરોજબ પોતાની નોકરીયાત વર્ગો જે લોકો બીઆરટીએસમાં જાય છે. જે લોકોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે આજે વહેલી સવારથી બીઆરટીએસના ડ્રાઈવરો પોતાની પગારને લઈને આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે. તે લોકોને કહેવુ છે કે અમને જે પ્રકારનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો. તે પ્રકારનો બીઆરટીએસના ડ્રાઈવરનો પગાર મળતો નથી. તેથી ચૂંટણી પહેલા સુરતના બીઆરટીએસના ડ્રાઈવરો આજ સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે.
સુરત શહેરમાં અવનવા રીતે બસ ડ્રાઈવરોને વિવાદ સામે આવતો હોય છે. આવો વિવાદ એક સામે આવ્યો છે. જે મગોબ ડેપો બસ ચાલકો આજે સવારથી જ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ડ્રાઈવરોને કહેવુ છે કે જ્યારે અમને નોકરી પર રાખ્યા ત્યારે અમને જે પગાર કહ્યુ હતો તે પગાર કરતા ઓછ પગાર આપવામાં આવે છે. અને આ ફરિયાદ અમારા ઉચ્ચ અધિકારીને પણ કરવામાં આવી હતી. પણ કોઈ સારો જવાબ અમને આપવામાં આવતો હતો નહી. એટલે આજે વહેલી સવારથી અમે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે.
સુરતમાં આજે સામાન્ય નોકરિયાતવર્ગોને હેરાન પરેશાન થઈ ગયા હતા. રોજના 30 હજાર લોકો બીઆરટીએસનો ઉપયોગ કરે છે. જેથી બીઆરટીએસના હડતાલના લીધી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે બીઆરટીએસમાં 92 બસો રોકી દેવામાં આવી હતી. અને તેમાંથી રૂટ નંબર 12,13,16 અને 19 નંબરની બસો રૂટ આજ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %