Read Time:2 Minute, 54 Second
અમદાવાદમાં 3 ગ્રેજ્યુએટ બન્યા ડિજિટલ ચોર…
રિલિફ રોડ પર એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા અન્ય મોટું કૌભાંડ સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપ્યા. ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ ગેટવેની પ્રોસેસ વખતે ચેડાં કરી લાખોની વસ્તુ ત્રણ રૂપિયામાં લઇ લેતા હતા.
ગઠિયાઓએ આવી રીતે ચેડા કરીને કુલ ₹7 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે, હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડાં કરીને ત્રણ રૂપિયામાં મેળવી લીધું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું.
- આ ગઠિયાઓ ઇ કોમર્સની વેબસાઇટ પર સર્ચ કરીને મોંઘી વસ્તુ જેવી કે ડ્રોન, સોનાના દાગીના કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઓર્ડર કરતા. જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું આવે ત્યારે તેઓ પૂરા પેમેન્ટ માટેની પ્રોસેસ કરતા હતા. પેમેન્ટ થાય ત્યારે જે પાંચ સેકન્ડનો સમય લાગે તેમાં તેઓ ડી બગિંગ સોફ્ટવેરની મદદથી પેમેન્ટ ગેટ વેમાં ચેડાં કરી જે-તે વસ્તુની પ્રાઇઝમાંથી પાછળના ડિજિટ કાઢી નાખી નજીવી રકમ ચૂકવતા. જેમ કે એક લાખના સોનાની ચેઇનના પેમેન્ટ વખત તમામ ઝીરો કાઢી નાખી એક જ રૂપિયા ચૂકવતા હતા.
આરોપીઓ
- વિજય અમરાભાઇ વાઘેલા (અશ્વમેઘ ટેર્નામેન્ટ, સોનરિયા બ્લોકની સામે, બાપુનગર) કામ: સર્ચ એન્જિન પરથી ડી બગિંગ સોફ્ટવેર મેળવી બગ હંટિંગ કરી વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતો હતા.
- નિતેશ ઉર્ફે છોટુ મડતા (ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર) કાર્ય: વિજયે બગ હંટિંગ કરી મેળવેલી પ્રોડક્ટને માર્કેટમાં વેચાણ કરવાનું.
- આદિલ વિજયભાઇ પરમાર (રામીની ચાલી, ઓજસ હોસ્પિટલ પાસે, રખિયાલ રોડ) કાર્ય: ઓનલાઇન સટ્ટાની વેબસાઇટ પર જુગાર રમી રૂપિયા કમાવાનું.