Categories
Ahemdabad crime news

વકફની જગ્યામાં બનેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

Views: 5
0 0

Read Time:3 Minute, 39 Second

વકફની જગ્યામાં બનેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

:અમદાવાદશહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ વફક બોર્ડની જમીન પર બનાવવામાં આવેલી ગેરકાયદેસર દુકાનોને આજે શનિવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે.પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની કામગીરી કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો. જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે. મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો. આ વિવાદ સામે આવતા ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગના ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા આ મામલે અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ કોર્ટે કોર્પોરેશનને કાર્યવાહીનો આદેશ આપતા આજે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે આવેલી ગુજરાત રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે 8થી 10 જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હતી. સ્થાનિક સલીમ પઠાણ નામના વ્યક્તિ દ્વારા આ સમગ્ર જગ્યા પરનો વહીવટ કરવામાં આવતો હતો. જે જગ્યા પર દુકાનો બનાવી દેવામાં આવી હતી તે જગ્યા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની હોવા અંગેનો ભાજપના ધારાસભ્યનો આક્ષેપ હતો. જો કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ જગ્યા ભાડા પટ્ટે લેવામાં આવી હતી જે મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે.જો કે આ જગ્યાના વિવાદ બાદ જે જગ્યા ઉપર બાંધકામ થયેલું છે તેને લઈને સવાલો ઊભા થયા હતા. મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા જે દુકાનો બનાવવામાં આવેલી છે તેની કોઈ મંજૂરી લેવામાં આવેલી નહોતી અને દુકાનો ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવી હતી. જેથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ આજે શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *