સઇજ ગામની સીમ CTF KALOL ONGC પાસે આવેલ બાવળની ઝાડીમાંથી વિદેશીદારૂની નાની મોટી કાચની બોટલો નંગ – ૨૭૩ કિંમત રૂ.૪૧,૮૮૦/- ની પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કલોલ તાલુકા પોલીસ
ગાંધીનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃત્તી આચરતા ઇસમોને પકડી પાડવા ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.ડી.મણવર . કલોલ વિભાગ કલોલના એ અસરકારક પેટ્રોલીંગ કરી પ્રોહી જુગાર અન્વયે રેઇડો કરી પરીણામલક્ષી કામગીરી કરવા કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલ એ ખાસ સુચના કરેલ જે અનુસંધાને યું.એસ.પટેલ એ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા ચોકી/બીટ ના માણસોને અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરવાની સુચના આપેલ જેના ભાગરૂપે આજરોજ અ.પો.કો. વિજયસિંહ ને ચોક્કસ ખાનગી બાતમી હકિકત મળેલ ખોરજાપરા ગામે રહેતા દિપકજી ખોડાજી ઠાકોર તથા ધાનજ ગામે રહેતા વિજયજી મંગાજી ઠાકોર એ સઇજ ગામની સીમ CTF KALOL ONGC પાસે આવેલ બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ પોતાના કબ્જામાં રાખી વેપાર ધંધો કરે છે. જે બાતમી ના આધારે હકીકતવાળી જગ્યાએ પ્રોહી રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશીદારૂ કાચની નાની-મોટી બોટલો નંગ – ૨૭૩ કિ.રૂ.૪૧,૮૮૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૩૧/૦૫/૨૦૨૪
ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ : વચેટીયાની ભૂમિકા અદા કરનાર શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો
લગ્નવાંચ્છું યુવાન સાથે લગ્નના સાત ફેરા ફરી લૂંટેરી દુલ્હન સહિતની ગેંગ લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. રાજ્ય વ્યાપી ચાલતાં નેટવર્ક મામલે હાલમાં ગાંધીનગર પોલીસે રૂપાલ અને રાંધેજા ગામના ત્રણ યુવાનો સાથે 10 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના દહેગામ-રખીયાલ રોડ પર ઈનોવા કારે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા સવાર મહિલાનું માથું ધડથી અલગ થઈને અંદાજિત 15 ફૂટ દુર ફંગોળાયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રિક્ષા પલટી ખાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. રિક્ષામાં સવાર પરિવાર સધી માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતો એ દરમિયાન આ બનાવ બન્યો છે.
કલોલ તાલુકાના પોલીસ ઇન્સ્પેકટર યુ.એસ.પટેલ દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌ હત્યાની ગેર કાયદેસર પ્રવૃતી કરનાર ઇસમોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન કરેલ
જે સર્વેલન્સ સ્ટાફના અ.પો.કોન્સ નિકુંજભાઇ ક ને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કલોલના ગામડા વિસ્તારમાં ગેર કાયદેસર ગૌ હત્યા કરી તેનુ માંસ આરોપી (૧) બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી રહે લોધવાડ, પેરેડાઇઝ કોમ્પલેક્ષની પાછળ, મીરઝાપુર, અમદાવાદ વાળો મીરઝાપુર માર્કેટમાં તેનુ વેચાણ કરે છે તેવી ચોકકસ અને સચોટ બાતમી હકીકત તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરાવતા આ ઇસમને. સર્વેલન્સ સ્ટાફના ટીમે ઝડપી પાડેલ જે ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા આરોપીઓ (૨) નાસીરમીયા સ/ઓફ સફીનમીયા અબ્દુલમસ્જીદ પઠાણ રહે. છત્રાલ ગામ અલસફા સોસાયટી તા.કલોલ જી.ગાંધીનગર વાળાને સમી પાટણ ખાતેથી ઝડપી તથા (૩) યાસીફખાન હયાતખાન કુરેશી રહે,છત્રાલ ગામ, અહેમદપુરા વિસ્તાર, તા.કલોલ, જી.ગાંધીનગર વાળાને છત્રાલ ખાતેથી ઝડપી તથા (૪) ઇનાયતખાન ઉર્ફે બોરો અસબાબખાન સૈયદ રહે કડી, સિંધીવાડા, સહારા ગેસ્ટ હાઉસની બાજુમાં, કસ્બામાં, તા. કડી, જી.મહેસાણા વાળાને કડી ખાતેથી ઝડપી લેતા જે આરોપીઓની પુછ પરછ કરતા ઉપરોકત આરોપીઓ નં-૨ થી ૪ તથા વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે ઘઉં નાઓ ભેગા મળી જેમાં આરોપી નં-૨ નાઓ ગાય કાપવા માટેની જગ્યાની રેકી કરી આરોપી નં-૧ બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી નાની ક્વોલીસ તથા ઇવાલીયા ગાડીઓનો ઉપયોગ કરી કલોલ શહેર તથા છત્રાલ જી.આઇ.ડી.સી.માંથી બીન વારસી રખડતી ભટકતી ગાયો ઉપાડી લઇ ગૌ- હત્યા કરી ગૌમાંસ ની હેરાફેરી કરી વેચાણ કરેલ જે તપાસ દરમ્યાન આજથી આશરે એક વર્ષના સમયગાળા પહેલા છત્રાલ ઇસંડ રોડ ઓ.એન.જી.સી ના વેલ પાસે આરોપીઓ નં-૨ થી ૪ તથા વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે ઘઉં સાથે મળીને કરેલ ગો હત્યાની કબુલાત કરતા ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ગુનાના કામે મુદ્દામાલ કુલ કી.રૂ. ૪,૬૫,૦૦૦/- નો કબજે કરેલ છે. જે આરોપીઓને વણ શોધાયેલ ગુનાઓમાં અટકકરવામાં આવેલ છે.
ડીટેકટ કરેલ ગુનાઓ
(૧) કલોલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૬૦૨૨૨૩૦૨૧૬/૨૦૨૩ ગુજરાત સંવર્ધન અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૬, ૬(ખ)(૧)(૨) (૩), ૮, ૯, ૧૦ મુજવા(૨) કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ગુ.ર.નં ૧૧૨૧૬૦૨૨૨૪૦૨૫૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૨૯, ૨૯૫(ક), ૧૧૪, તથા ધી પ્રાણી સંરક્ષણ (સુધારા) અધીનીયમ ૨૦૧૭ ની કલમ ૮(૨), ૮(૪) તથા ધી પ્રણી ક્રુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧) એલ મુજબ
આરોપીઓનો પુર્વ ગુનાહીત ઇતિહાસ નીચે મુજબ છે
બુરહાનુદ્દીન મોહમ્મદયાસીન કુરેશી રહે લોધવાડ, પેરેડાઇઝ કોમ્પલેક્ષની પાછળ, મીરઝાપુર, અમદાવાદ
અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી
અમદાવાદ
અમદાવાદમાં આજે અમિત શાહ 2024નું ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્ય. અમદાવાદમાં હનુમાન મંદિરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. અને તમામ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાંહવે 2024માં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગમે ત્યારે તારીખો બહાર આવી શકે છે. અને તમામ પાર્ટીઓ પોતાના પક્ષને જીતાડવા માટે વિવિધ કાર્યક્રમો સભાઓ કરતા હોય છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. જે ગાધીનગરના ઉમેદવાર પણ છે. જે અમદાવાદમાં સુભાષચોક પાસે આવેલા હનુમાન મંદિર દર્શન કર્યા. પ્રચારનો શરૂઆત કરી. અને ગુજરાતના તમામ કાર્યકર્તા અને ધારાસભ્યો ત્યા હાજર રહ્યાં.અમિત શાહ આજે અમદાવાદમાં આજથી 2024નો ચૂંટણીનો પ્રારંભ કર્યો. અને ગુરુકુળ રોડ પરથી શરૂઆત કરી. હનુમાન મંદિર દર્શન કરીને ગાંધીનગર મધ્યસ્થ કાર્યલયમાં મહત્ત્વની બેઠક પણ કરશે. આ બેઠકમાં તમામ કાર્યકરો અને ધારાસભ્યો હાજર રહેશે. અને આગામી કેટલા કામોનો માહિતી પણ લેશે.
ભાજપ ડરનો દંડો બતાવી અને લાલચ આપી અમારા નેતાઓ તોડે છે: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નર્મદાના રાજપીપળા ખાતેથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ભાજપ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે. ભારત તો કોંગ્રેસમુક્ત નહીં થાય, પણ આખી બીજેપી કોંગ્રેસયુક્ત થઈ રહી છે.” ગોહિલે વધુમાં કહ્યું, અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે તે દૂધે ધોયેલા થઈ ગયા.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAમાં 4%નો વધારો કરાયોકેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહત 4% વધારવાની દરખાસ્તને મંજૂરી આપી છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 46% મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી પરત ખેંચી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભાજપમાંથી નોંધાવેલી પોતાની દાવેદારી પાછી ખેંચી છે. આ અંગેની જાહેરાત કરી તેમણે જણાવ્યું કે, “કેટલાંક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી, જે હવે પરત ખેંચું છું.” ઉલ્લેખનીય છે કે, ભાજપે શનિવારે ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં મહેસાણા બેઠકનો સમાવેશ થતો નથી.
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના નિર્ણય વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ છે. ગીર સોમનાથના સામાજિક કાર્યકર ઈરફાન ભગાણીએ રિટ પિટિશનમાં દલીલ કરી કે, “દારૂબંધી દૂર કરી દેવાશે તો ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો થઇ શકે છે. ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં જમીનોના ભાવ ઉંચા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
ગાંધીનગરના લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ કાનાજી ઝાલા અને વિક્રમસિંહ ઝાલાનું મોત થયું છે, જ્યારે 3 લોકોને સારવાર માટે દાખલ કરાયા છે. ઉત્તરાયણની મોડી રાત્રે ઘટના બનતા રેન્જ IG વિરેન્દ્ર યાદવ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી અને રખિયાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમે તપાસ કરતા દારૂમાં મિથેનોલ નહીં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.