Categories
Gujarat

ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી-બદલીના આદેશ કરાયા, સુરતના નવા સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકાયા

0 0
Read Time:49 Second

ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી-બદલીના આદેશ કરાયા, સુરતના નવા સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકાયા લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાં 35 આઈપીએસની બઢતી અને બદલીના આદેશ કરાયા છે. અનુપમસિંહ ગેહલોતને સુરત અને નરસિંહમા કોમરને વડોદરાના પોલીસ કમિશનર બનાવાયા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી એડીજીપી બનાવવામાં આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન અપાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી

0 0
Read Time:54 Second

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકરે વંથલી પોલીસને અરજી કરી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ દલિત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા સામાજિક કાર્યકર અજય વાણવીએ વંથલી પોલીસમાં અરજી કરી છે. અરજી મુજબ, “રૂપાલાએ દલિત સમાજ કાર્યક્રમમાં ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણીની માંફી માંગતા કહ્યું, એ કાર્યક્રમ કોઈ કામનો નહોતો, આમ જ ત્યાં પહોંચી ગયા હતા. આ ટિપ્પણીથી દલિતોનું અપમાન થયું છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર

0 0
Read Time:46 Second

પવન ખેડાએ PM પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા પવન ખેડાએ તેની સામેના ટેબલ પર વોશિંગ મશીન રાખ્યું હતું. તેના પર BJP વોશિંગ મશીન લખેલું હતું. પવન ખેડાએ કહ્યું કે, ભાજપ પાસે એવું વોશિંગ મશીન છે જેમાં 10 વર્ષ જૂનો કેસ મુકો તો પણ આરોપી બેદાગ નીકળી જાય છે. અમે ન તો તમને આવી વોશિંગ મશીન વેચી શકીશું અને ન તો તમે ખરીદી શકશો. કારણ કે, 8,552 કરોડની કિંમતનું મશીન ફક્ત એક જ વ્યક્તિ રાખી શકે છે. તેનું નામ નરેન્દ્ર મોદી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

0 0
Read Time:1 Minute, 43 Second

ધ્રાંગધ્રા હાઈવે પર વધુ એક એકસ્માત નોંધાયો : બે વ્યક્તિ ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર હાઈવે પર વધુ એક અકસ્માત નોંધાયો છે. જેમાં એક કાર ટ્રક પાછળ ઘુસી જતા અંદર બેઠેલા ત્રણ યુવાનો માંથી બે યુવાન ઘટના સ્થળે પર મોત થયા છે. જ્યારે ત્રીજો યુવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.સુરેન્દ્રનગર જીલ્લામાં માં આવેલા ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આજે વહેલી સવારે એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો છે.

જે કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ છે. અને અંદર બેઠેલામાંથી ત્રણ યુવાનો મોત થયા છે. જેમાં બે યુવાનો ઘટના સ્થળે મોત થયા છે. અને એક યુવાન હોસ્પિટલની સારવાર દરમિયાન મોત થયું છે.

ધ્રાંગધ્રા અને માલવણ હાઈવે પર ટ્રક અને કારનો આજે વહેલી સવારે એટલો જોરદાર અકસ્માત હતો કે તેમાં બેઠેલા ત્રણેય યુવાનો ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ જ્યારે અકસ્માત થયો ત્યારે આજુ બાજુના ઉભેલા લોકો તરત જ તેમની મદદ આવી પહોંચી હતા. અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પારડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Gujarat

પોલીસની ખોટી ઓળખાણ આપી આંગડીયાપેઢી પાસેથી 49 લાખ રૂપિયાનો માલ લઈ રફૂચક્કર પેટા: હિંમતનગર બસ સ્ટેશની બહાર પાંચ શખ્સે લૂટ ચલાવી

0 0
Read Time:3 Minute, 4 Second

પોલીસની ખોટી ઓળખાણ આપી આંગડીયાપેઢી પાસેથી 49 લાખ રૂપિયાનો માલ લઈ રફૂચક્કર પેટા: હિંમતનગર બસ સ્ટેશની બહાર પાંચ શખ્સે લૂટ ચલાવી

હિંમતનગરહિંમતનગરમાં મંગળવારે સવારે બસ સ્ટેશનમાંથી સોના ચાંદીની બેંગ કુલ 49 લાખની લૂટ થઈ હતી. અજાણ્યા માણસોએ પોલીસની ખોટી ઓળખાણ આપી હતી. અને તેમને ધાક ધમકી આપીને ગાડીમાં બેસાડીને તેમના જોડે કાળા કલરની બેગ લઈને વિઝાપુર હાઈવે ઉતારીને ત્યાથી રફૂચક્કર થઈ ગયા હતા.

વધુ વિગત એવી છે કે હિંમતનગરમાં અશ્વિનકુમાર એન્ડ કંપનીમાં આંગડીયાપેઢી આવેલી છે. કમલેશભાઈ હસમુખભાઈ ત્યા કામ કરે છે. ત્યારે અમદાવાદમાંથી અશ્વિનકુમાર એન્ડ કંપનીના માણસો અમદાવાદથી માલ લઈને આવ્યા હતા. ત્યારે તેમને લેવા જવાનું કામ કમલેશ હસમુખભાઈનું હતુ. તેથી તે સવારે કમલેશભાઈ તેમને પોતાની બાઈક ઉપર લેવા અમદાવાદથી જયવિર સિંહ ઉર્ફ કાળુ જસવંતજી ઝાલા અને રોહિત ઠાકોર હિંમતનગર બસ સ્ટેશન લેવા ગયા હતા. જ્યારે બસ સ્ટેશની બહાર નિકળ્યા ત્યારે એક સિલ્વર કલરની કારમાંથી ત્રણ લોકો ત્યા આવી પહોંચ્યા હતા. અને તેમને કહ્યુ કે અમે પોલીસમાં છે. અમે તમને છેલ્લા ત્રણ દિવસથી શોધીએ છે. તમારા ઉપર ગુનો નોંધાયો છે કે તમે ત્રણ જણા ડ્રગ્સનો ધંધો કરો છો. તે કમલેશભાઈ ના પાડતા તેમના ઉપર લાકડીનો માર માર્યો હતો. અને ત્રણ જણાને તેમની બાઈક ઉપરથી નીચે ઉતારીને તેમને સિલ્વર કલરની કારમાં બેસાડી લઈ ગયા હતા.કમલેશભાઈના હાથમાં આગડીયાપેઢીનો જે કાળા કલરનો ઠેલો હતો. તે તેમને જોડેથી લઈ લીધો હતો. અને ત્રણ જણાને કારમાં બેસાડીને ત્યાથી લઈ ગયા હતા. અને જ્યારે કમલેશભાઈ એ કહ્યુકે તમે અમને ક્યા લઈ જાવો છો. તો તેમને કહ્યુ કે અમે તમને આમારા સાહેબ જોડે લઈ જઈએ છીએ. પછી વિજાપુર રોડ તરફ તેમની કાર લઈ ગયા હતા. અને ત્રણ જણાને જકાતનાકાત નાકા ઉપર ગાંડી ધીરી કરીને તેમને ઉતારી દીધા હતા. અને કમલેશભાઈ જોડે જે ફોન હતો તે પણ જપાજપીમાં ખરાબ થઈ ગયો હતો. ત્યારે તમને રાહદારી જોડેથી ફોન લઈને સમગ્ર માહિતી કહ્યુ હતુ કે અમારી બેગમાં અલગ અલગ પાર્સલ 19 છે.જેની કિંમત 49,40,936 લાખ રૂપિયા થાય છે. પોલીસ સ્ટેશનમાં આપી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા

0 0
Read Time:57 Second

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં તાપીના સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, “11 માર્ચે ‘ભારત જોડો ન્યાયયાત્રા’ એક દિવસનો વિરામ લેશે, જે બાદ 12 માર્ચે નંદુરબારમાં આદિવાસી સંમેલન અને 13 માર્ચે ધૂળેમાં મહિલા સંમેલન યોજાશે.” રાહુલ ગાંધીએ ન્યાયયાત્રા દરમિયાન બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લઇ સરાદર પટેલને યાદ કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

0 0
Read Time:48 Second

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે ભરૂચના નેત્રંગ ખાતે પહોંચી. રાહુલે કહ્યું, “ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા. તમને અધિકાર નથી આપવા માંગતા એટલે ભાજપે નામ બદલી નાખ્યું છે.” રાહુલે વધુમાં કહ્યું, આદિવાસીનો અર્થ ભારતની જમીનના પહેલા માલિક છે. તમારો હક કોંગ્રેસ તમને અપાવશે, અમે ફોરેસ્ટ એક્ટ ફરીથી લાગુ કરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

નાના વેપારીને ખતમ કરાઈ રહ્યા છે, દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે: ગોધરાથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

0 0
Read Time:49 Second

નાના વેપારીને ખતમ કરાઈ રહ્યા છે, દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે: ગોધરાથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શુક્રવારે ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચી છે. રાહુલે કહ્યું, “અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવવાનું.” તેમણે વધુમાં કહ્યું, નાના વેપારીને ખતમ કરવામાં આવી રહ્યા છે. દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે. શુક્રવારે ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ 2 જિલ્લામાં ફરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પક્ષમાંથી રાજીનામુ આપ્યું, આવતીકાલે ભાજપમાં જોડાશે

0 0
Read Time:54 Second

રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પક્ષમાંથી રાજીનામુ આપ્યું, આવતીકાલે ભાજપમાં જોડાશે રાજુલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. જોકે, તેની પહેલા કોંગ્રેસ શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. રાજીનામુ આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું, “મંગળવારે 12:30 વાગ્યે હું ભાજપમાં જોડાઈશ.” તેમણે વધુમાં કહ્યું કે, મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામ મંદિર પ્રત્યેના વલણનું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

ઉત્તર ગુજરાત સહીત અમદાવાદમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, રાજકોટમાં લગ્નના મંડપો વિખેરાયા

0 0
Read Time:50 Second

ઉત્તર ગુજરાત સહીત અમદાવાદમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, રાજકોટમાં લગ્નના મંડપો વિખેરાયા ઉત્તર ગુજરાત સહીત અમદાવાદમાં કરા સાથે કમોસમીવરસાદ પડ્યો છે જ્યારે રાજકોટના કાલાવડ રોડ પર ભારેપવન સાથે વરસાદ પડતા લગ્નના મંડપો વિખેરાયા છે. બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં શનિવાર સવારથી * ગાજવીજ સાથે વરસાદી ઝાપડાં પડ્યાં, જામનગરના કાલાવડ માર્કેટયાર્ડમાં ખેતી પાક પલળી ગયો છે. અફઘાનિસ્તાન નજીક સાઇક્લોન સિસ્ટમને લીધે હવામાન વિભાગે 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %