રંગીલા રાજકોટમાં આ વર્ષે જન્માષ્ટમી ના પાવન પર્વે પ્રાદેશિક લોકમેળામાં જામ્યો જન્માષ્ટમી નો રંગ.
રંગીલા રાજકોટ ની તો વાત જ નિરાલી છે અને એમાં પણ સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને રાજકોટના રહીશો સાથે આપણ ને સૌને મહેમાનગતિ કઈ રીતે કરવી એ પણ સિખવા જેવું છે આ ગુજરાતનું રંગીલું રાજકોટ શહેર,
છેલ્લા ઘણા દાયકાઓ થી લોકમેળો રાજકોટ ની એક ઓળખ બની ગયો છે ત્યારે રાજકોટ માં દર વર્ષ ની જેમ આ વર્ષે એટલે કે ૨૦૨૩ માં તારીખ ૩ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર સુંધી રેસકોર્સ મેદાન ખાતે સાપ્તાહિક લોકો મેળા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં આવનારા તમામ ઉંમર ના રહીશો અને સહેલાણીઓ માટે રાજકોટના મા.કલેક્ટર શ્રીઓ દ્વારા અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાયા નું સુવિધાઓ નું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમ કે લોકમેળામાં વીજળી પ્રવાહ ન ખોરવાય એ માટે PGVCL ની ટીમ, પીવા માટે પાણી ની સગવડ , આરોગ્ય વિભાગ ની ટીમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, એમબ્યુલન્સ , સફાઇ કર્મીઓ ની ટીમ, જુદાજુદા કંટ્રોલ રૂમ સહિત અન્ય પાયા ની સુવિધાઓ નું ખુબજ આયોજન પૂર્વક ટીમો ને કામ ની જવાબદારી સોંપવામાં આવી હતી
,
આ સાપ્તાહિક ભવ્ય લોકમેળા માં વાહનો લઈ આવનારા સહેલાણીઓ અને અવર જવર માટે મેટલ ડિટેક્ટર્સ સહિત પોલીસ ચેકીંગ પોઇન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ ની કામગીરી માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ની ક્રેન સાથે ટીમ અને મેળામાં આવનારા સહેલાણીઓ ની સુરક્ષા બાબતે રાજકોટ પોલીસ ની અલગ અલગ ટીમો અને મહિલા પોલીસ કર્મીઓ મેળા ની અંદર અને બહાર સતત ખડેપગે પેટ્રોલીંગ સાથે કાર્યરત જોવા મળી હતી,
રંગીલા રાજકોટ માં આયોજીત લોક મેળામાં જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ, હસ્ત કળા ની અને આર્ટ અને ક્રાફટ ની અનેક ચીજ વસ્તુઓ રમત ગમત ના સાધનો, નાના બાળકો અને ભૂલકાઓ માટે રમકડાં, ખાણી પીણી ના સ્ટોલ, કુમારિકાઓ અને મહિલાઓ ની શાર શ્રૃંગાર ની વસ્તુઓ, બાળકો માટે જુદી જુદી જાત ના ચકડોળ, રાઇડસ્, સુશોભન ની વસ્તુઓ, છોકરાઓ અને પુરુષો માટે ની અનેક વસ્તુઓ વેચાણ થતું જોવા મળ્યું હતું લોકમેળા માં મફત પાણી સેવા ની સેવા સહેલાણીઓ માટે જુદીજુદી સંસ્થાઓ અને નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,
રાજકોટ ના સાપ્તાહિક લોકમેળામાં રાજકોટ પોલીસ તરફથી ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઇમ ની સમજ આપતું અને રાજા મહારાજાઓ ના સમયે સેના દ્વારા વાપરતા હથિયારો થી લઇ પોલીસ વિભાગ તરફથી ઉપીયોગમાં લેવાતા અનેક હથિયારો ના ઈતિહાસ ની ઝાંખી કરાવતું એક ખાસ ડેસ્ક પ્રદર્શન અર્થે ઉભુ કરાયું હતું
આ લોકમેળા માં સૌરાષ્ટ્ર ના જંગલો ની ઝાંખી કરાવતું ડેસ્ક સાથે સરકાર ની જુદીજુદી યોજનાઓ ના લાભ મેળવતા રહીશો જે ની માહિતી જાહેર કરવામાં આવી હતી અને ચંદ્રયાન ની સફળતા માટે નું એક ડેસ્ક પણ ઉભુ કરાયું હતું, મેળા માં બાળકો અને સહેલાણીઓ માટે આ તમામ ડેસ્ક આકર્ષણ ના કેન્દ્ર બન્યા હતા, આ લોકમેળા માં સૌરાષ્ટ્ર પંથક સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યમાં થી આવતા લાખો લોકો એ મુલાકાત કરી મનોરંજન માણ્યું હતું.,
છેલ્લા એક સપ્તાહમાં લાખો લોકો એ આ રાજકોટ ના લોકમેળા ની મુલાકાત લઈ મોજ માણી હતી અને અનેક લોકો એ આ મેળામાં રોજગાર પણ મેળવ્યો હતો અને ગુજરાત સરકાર ના એસ.ટી વિભાગ ને પણ મેળો જોવા આવનાર મુસાફરો ના કારણે કરોડોમાં આવક થઈ હતી જે નોંધનીય રહ્યું હતું.
બ્યુરો ચીફ ઇલામારું રાજકોટ
મો :: 7383033986