અમદાવાદથી ધોળકા જતી બસમાં અચનાક આગ લાગી હતી
: 40 મુસાફરો સહી સલામત , કેવી રીતે આગ લાગી તે કારણ અંકબધ
અમદાવાદ
આજે અમદાવાદથી ધોળકા જતી એસ.ટી, બસમાં અચનાક આગ લાગી હતી. પણ ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં બેસેલા બધા મુસાફરો સહી સલાતમ છે. બસમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજું એક બંધ છે.હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે આગના બનાવો વધારે બનતા હોય છે. બસ આવો એક બનાવ ગુજરાત એસ.ટી.માં બન્યો હતો. જે અમદાવાદથી ધોળકા તરફ જઈ રહેલી હતી બસમાં અચાનક બસમાં આગ લાગતા બસ સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. પણ બસના ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં બેઠેલા 40 મુસાફરોને સહી સલામત બહાર આવી ગયા હતા.
જ્યારે સરખેજ બાજુથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. અને જ્યારે બસમાં આગ લાગી ત્યારે આજુબાજુના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડીને આવ્યા ગયા હતા. અને ત્યાથી ફાયરવિભાગ દ્વારા તરત જ તેમને જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અને બસમાં સવાર 40 જેટલા બધા મુસાફરો સહી સલામતી છે. પણ બસમાં આગ કેવી રીતે લાગી હજુ અંકબધ છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ રાહુલ દેસાઈ