અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો

Views: 13
1 0

Read Time:3 Minute, 48 Second

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો

:વસ્ત્રાપુરના 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો,

મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ.

સાબરકાંઠા (હિંમતનગર)10 મિનિટ પેહલાચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યો છે, જેનોં રિપોર્ટ આવતીકાલે આવી શકે છે. જો કે હાલ બાળક વૅન્ટિલેટર પર છે પરંતુ પ્રથમ દિવસ કરતાં સ્થિતિ સુધરા પર છે.ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યોઅમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો વધુ એક કેસ નોંધાયો છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. દર્દીને છેલ્લા કેટલાય સમયથી અસ્થમાની બીમારી હોવાનું જાણવા મળ્યું છે. તેમની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.દર્દીના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV પોઝિટિવ આવેલા દર્દીની હાલત હાલ સ્થિર છે. તેમના સેમ્પલને સિવિલ હોસ્પિટલમાં તેમજ જીનોમ સીકવન્સ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અગાઉ ચાંદખેડામાં પોઝિટિવ આવેલા બે મહિનાના બાળકના સેમ્પલને પણ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.7 વર્ષના બાળકને શંકાસ્પદ HMPVમળતી વિગત મુજબ, બે દિવસ પહેલાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક ગામના ખેતરમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના 7 વર્ષીય પુત્રને તાવ, શરદી, ઉધરસને લઈને હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં નિદાન માટે લાવ્યા હતા. જ્યાં તબીબે નિદાનમાં એક્સરે કરતા તેને ન્યુમોનિયાની અસર દેખાતા ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યા હતા. જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે આવ્યો હતો, જેમાં HMPV વાઇરસ આવ્યો હતો. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *