અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન. ઘાસુરા તરફથી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને અટક કરવા પોલીસ સ્ટેશન ના સ્ટાફ સૂચના આપવામાં આવેલ હતી જે બાતમી ના આધરે મળેલ બાતમી હકિકત આધારે ” નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર : ૧૧૮૨૨૦૦૪૨૩૦૬૮૭/૨૦૨૩ ઘી ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ ૨૦૧૫ (THE GUJRAT CONTROL OF TERRORISM AND ORGANISED CRIME ACT 2015) હેઠળની કલમ ૩ -(૧) ની પેટા કલમ (૨)તથા કલમ ૩ (૨), ૩ (૪) મુજબનો ગુનો તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ ઉપરોકત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતો. ગુનાના આરોપી અરબાઝઅલી ઉર્ફે ટોટો સ/ઓ સાહિદઅલી જાતે સૈયદ ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હતો .
જે આરોપીને તા.૦૮/૧૨/૨૦૨૩ ના રોજ કલાક ૧૭/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઇ) મુજબ પકડી અટક કરી તેના પાસેનો મો.ફોન ટેકનો કંપનીનો BF-7 મોડલનો જેની કિ.૫૦૦૦/- ગણી શકાય તે પંચનામા વિગતે કબ્જે કરી આરોપીનો કબ્જો નવસારી જિલ્લા પોલીસને સોંપવા સારુ તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનું નામ અને સરનામું અરબાઝઅલી ઉર્ફે ટોટો સ/ઓ સાહિદઅલી જાતે સૈયદ ઉ.વર્ષ.૨૪ રહેવાસી :રામલાલના ખાડાની અંદર, લાલાકાકા હોલની પાછળ, દુધેશ્વર રોડ, માધવપુરા, અમદાવાદ શહેર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) બાતમી આપનાર જય કિશન હર્ષદરાય અનાર્મ હેડ કોન્સ્ટેબલ
(૨) નિલેશભાઇ ભરતભાઇ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ: માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર
Average Rating