સજા પૂરી થઈ ગયા હોવા છતા પાકિસ્તાની જેલમાં કચ્છનો લતીફ સમા ઉ. 88 વૃદ્ધ જેલમાં બંધ
કચ્છ
કચ્છ વિસ્તારમાં રહેતા લતીફ સમા પાંચ વર્ષ પહેલા ઢોર ચરાવતા ચરાવતા પાકિસ્તાની સરહદ પર પહોંચી ગયા હતા. ત્યા પાકિસ્તાની સૌનિકોએ તેમને પકડીને પાકિસ્તાની જેલમાં બંધ કરી દીધા હતા. તેમના ઉપર જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને પાકિસ્તાની સરકારે તેમને સજા આપવામાં આવી હતી. સજા પૂરી થઈ ગયા બાદ તે હજૂ સુધી ભારતમાં આવી શક્યો નથી. તેની તેથી તેના પરિવાર કેન્દ્ર સરકાર જોડે મદદ માગી હતી.
ભારત પાકિસ્તાની સરદહ ઉપર કેટલા નાના મોટા ગામો આવેલા છે. ત્યાના અમૂક લોકો પોતાનું જીવન જીવવા માટે ગાય, ભેસ, ઘેટા બકરા રાખતા હોય છે. અને ત્યા પોતાના પશુ ચરાવા માટે ખૂલ્લા રણ મેદાનમાં જતા હોય છે. પણ પોતાના પશુઓ ચરાવતા અમૂક વાર પોતાના દેશની સરહદ પાર કરી લેતા હોય છે. જે તેમને પણ ખબર હોતી નથી. અને કેટલી મૂશ્કેલીઓનો સામનો તેમને કરવો પડે છે. બસ આવો એક જ બનાવ ગુજરાતના કચ્છ વિસ્તારમાં રહેતા 82 વર્ષના વૃદ્ધ પાંચ વર્ષ પહેલા પોતાના ઢોર ચરાવતા ચરાવતા પાકિસ્તાની સરહદ પર પહોંચી ગયા હતા. ત્યા તેમને જાસૂસ માનીને તેમને 2018માં જૂનમાં તેમની ધરપકડ કરી હતી. અને તેમને કરાંચી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 2018માં પાકિસ્તાની કોર્ટે તેમને સજા આપી હતી. અને 2019માં તેમની સજા પતી ગઈ છે. સજા પતી ગયા હોવા છતા લતીફ સમા હજુ સુધી ભારત પરત ફર્યો નથી. અને તેમની ઉંમર હાલ 88 વર્ષ થઈ ગઈ છે. તેથી લતીફનો પરિવાર કેન્દ્ર સરકાર જોડે મદદ માંગી છે. કેન્દ્ર સરકારે પણ લતીફના પરિવાર સાથે વાતચીત કરી તેમને સાહનભૂતી આપી હતી. અને કહ્યુ હતુ કે અમે તેના પરિવાર સાથે જે પણ મદદ થાય તે મદદ કરવા અમે તૈયાર છે.
અહેવાલ રાહુલ દેસાઈ