વોટર કાર્ડમાં નજીવી ભૂલોથી મતદાર મતાધિકારથી વંચિત ન રહે: ચૂંટણી પંચ
વોટરકાર્ડ ન હોય તો મતદાતા અન્ય પુરાવા દ્વારા મત આપી શકે: ચૂંટણી પંચે પ્રામાણિક મતદાતા મતાધિકારના હકથી વંચિત ન રહે તે નિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણે રાજ્યના ચૂંટણી અધિકારીઓને જણાવ્યું છે કે, વોટર આઇ-કાર્ડ દ્વારા મતદાતાની ઓળખ થઈ શકતી હોય તો સ્પેલિંગમાં ભૂલ સહિતની નજીવી ભૂલોને અવગણી શકાય.૧૯ એપ્રિલે મતદાનનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે,અન્ય વિધાનસભા મતવિસ્તારના રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા વોટર આઇ-કાર્ડ જારી કરવામાં આવ્યું હોય અને મતદાતાનું નામ મતદાન મથકની યાદીમાં હોય તો તેને ઓળખ માટે સ્વીકારી શકાશે. મતદાતાનો ફોટો મેચ ન થતો હોય તો તેણે ચૂંટણી પંચની સૂચના મુજબના અન્ય ફોટો ડોક્યુમેન્ટ્સ દર્શાવવાના રહેશે. ચૂંટણી પંચે ગયા મહિને આપેલા નિર્દેશમાં જણાવ્યું હતું કે, “વોટર કાર્ડ આપી નહીં શકનારા મતદાતાએ ઓળખ માટે અન્ય ફોટો સાથેના દસ્તાવેજ પુરાવા તરીકે આપવાના રહેશે.”