માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થી 10 લાફા મારવાનો વિડીયો બહાર આવ્યો
સ્કુલ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
અમદાવાદ
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કુલમાં એક શિક્ષકે સ્કુલના બાળકને મારા મારવાનો વિડીયો બહાર આવતાની સાથે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્કુલના શિક્ષકે એક પછી એક 10 વિદ્યાર્થીને લાફો મારતા સ્કુલ દ્વાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં દિવસે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે મારમારવાનો બનાવો બનતા હોય છે. પૂર્વ વિસ્તારમાં આવેલા માધવ પબ્લિક સ્કુલમાં એક વિડીયો બહાર આવ્યો છે. જ્યારે એક શિક્ષક એક વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બહાર આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને એક સાથે 10 લાફા માર્યા હતા. અને તેને દિવાલ સાથે માથુ પછાડે છે. તે વિડીયો બહાર આવતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અને સ્કુલના વાલીઓમાં શિક્ષક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કુલમાં ગણિતના ટીચર અભિષેક પટેલનામના શિક્ષકે એક વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બહાર આવ્યો હતો. અને ગુજરાતના શિક્ષણ વિભાગે આ બનાવનો નોંધ લીધી હતી. જ્યારે સ્કુલના ડીઈઓ દ્વારા જણવામાં આવ્યુ કે ત્યારે આ વિડીયો બહાર આવ્યો ત્યારે તાત્કાલિક અમે સ્કુલના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Average Rating