0
0
Read Time:1 Minute, 1 Second
ઘાટલોડીયાઃ હીરેનભાઇ ગજેન્દ્રપ્રસાદ પંડ્યા (ઉ.વ.૫૧)(રહે,સ્ટેટ્સ-ર, સામ્રાજ્ય ટાવર સામે, માનવમંદીર, મેમનગર) એ તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ વોટસએપ નંબર ૯૭૩૦૧૭૬૧૭૮ ના ધારકે હીરેનભાઇને ફોન કરી પોતાની ઓળખ સરકારી લોન ફાયનાન્સર” તરીકે આપી, હીરેનભાઇને વિશ્વાસમાં લઇ કુલ એંશી લાખની લોન મંજુર કરાવી આપવાનું કહી, અલગ-અલગ બહાને હીરેનભાઇ પાસેથી કુલ રૂપિયા ૧,૬૦,૯૯૨/- મેળવી લઇ, હીરેનભાઇને કોઇ લોન નહીં આપી તેમજ રૂપિયા પણ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી આર.જે.ચૌધરી ચલાવે છે.