ફૂલ સ્પીડથી બાઈક ચલાવતા અચાનક બમ્પ આવતા બાઈક સ્લીપ થતા આશિષ નામ વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત
ધોળકા
ધોળકા કાલ રાત્રે બુધવારે ધોળકા જતા રોડ ઉપર અચાનક બમ્પ આવતા બાઈક ચાલક પોતાની બેલેન્સ ગુમાવતા રોડ ઉપર પડકાયો હતો. અને ઘટના સ્થળે તેનું મોત થયું હતુ.
રોડ ઉપર પૂર ઝડપે કાર હોય કે બાઈક ચાલક હોય ફૂલ સ્પીડમાં તેવો ચલાવતા હોય છે તેથી પોતાની જીંદગી દાવ પર લગાવી દેતા હોય છે. સાથે સાથે અન્ય જે લોકો બેકસૂર લોકોનો પણ ભોગ લેતા હોય છે. બસ આવો એક બનાવ ધોળકા રોડ નકળંગ ધામ પાલડી ખાતે બન્યો હતો. તેમાં બુધવારના રાત્રે આશિષનામનો શખ્સ ફૂલ ઝડપે પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક ત્યાં બમ્પ આવી જતા પોતાનું બેલેન્સ ગુમાવતા રોડ પર પડકાયો હતો. અને તેને ગંભીર ઈજા થઈ હતી. અને ઘટના સ્થળે મોત થઈ ગયુ હતુ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](http://gooddaygujaratnews.com/wp-content/uploads/2024/03/road_accident.png)
તેમના સંબધીએ જણાવ્યુ હતું. કે બુધવારે રાત્રે તેમના નાનાભાઈનો ફોન આવ્યો હતો. અને તેમને કહ્યુ હતુ કે તેમના કાકા સુરેશભાઈનો દિકરો ધોળકા ખાતે અકસ્માત થયો છે. તો આપણે ત્યા જવુ પડશે. આ વાત સાંભળતા તાત્કાલિક તેવો ઘટના સ્થળે પહોચી ગયા તો. ત્યા જઈ ખબર પડી કે તેમના કાકાનો દિકરો આશિષભાઈ મૃત હાલતમાં રોડ સાઈડ ઉપર પડ્યો છે. અને તેના માથામાંથી ખાસુ બધુ લોહી વહી ગયું છે અને તે ઘટના સ્થળે મોત થયુ છે.
![](http://gooddaygujaratnews.com/wp-content/uploads/2024/03/Screenshot_2024_0321_194506.jpg)
આજુ બાજુના લોકોને તપાસ કરતા ખબર પડી કે તે આશિષભાઈ ઘોળકા રોડ નકળંગ ધામ ખાતે પોતાનું બાઈક ફૂલ સ્પીડથી ચલાવી રહ્યા હતા. અને ત્યાં અચાનક બમ્પ આવતા તેમને પોતાના બાઈકનું બેલેન્સ ગુમાવ્યુ અને તેની સાથે જ તે જમીન ઉપર બાઈક સ્લીપ ખાતા જમીન ઉપર પછડાયા હતા. અને માથા ઉપર ગંભીર ઈજા થઈ હતી. આ જોતા આજુ બાજુના ઉભેલા લોકો તરત જ તેમની મદદ કરવા દોડી આવ્યા હતા. અને તેમાંથી એક જણે 108ને ફોન કર્યો હતો. જ્યારે 108 આવી ત્યારે 108ના ડોક્ટરોએ તેમને ઘટના સ્થળ ઉપર જ મૃત જાહેર કરી દીધા હતા. આ જોતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.