Categories
Ahemdabad crime news

અમદાવાદ ઝોન 2 ની પ્રસંશનીય કામગીરી . સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૫૪૦ લીટર દેશી દારૂ પકડી પાડયો

1 1
Read Time:4 Minute, 51 Second

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી તેમજ એલ.સી.બી. ઝોન દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

ઝોન-૨ એલ.સી.બી સ્કોડ ના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ અને અ.લો.ર. રોનક કુમાર ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા કુલ ત્રણ આરોપીઓને દેશી દારૂ કુલ ૫૪૦ લીટર કિ.રૂ.૧૦,૮૦૦/- સાથે અંગજડતીના નાણા રૂ.૫૧૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા સેન્ટ્રો કાર, એક્ટીવા અને મો.સા. જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૪,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીઓની વિરૂધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ગુનો દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓનાનામ :-

(૧)મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી ઉવ૪૫ હાલ રહે. મનં.૧૪૪, ગજાનંદ સોસાયટી, ગીરધરનગર, શાહીબાગ અમદાવાદશહેર મુળવતનગામ-નાની ભગેડી તા.કાલાવાડ જી.જામનગર

(૨) દારૂનો જથ્થો મંગાવનાર- અજય કાનજીભાઈ જાડેજા(છારા) ઉવ ૨૮રહે. છારાનગર, જુનાઅચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદ શહેર

(૩) દારૂનો જથ્થો મંગાવનાર-યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ઉવ ૩૨ રહે. છારાનગર, જુના અચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદશહેર

(૪)વોંટેડ: દારૂનો જથ્થો આપનાર-શૈલેષ ઠાકોર રહે.ગામ ચિત્રોડીપુરા તા.જી.મહેસાણા મો.નં. ૯૦૯૯૧૮૬૫૪૯

આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:

(૧) મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી વાળાની વિરુધ્ધમા

(૧) માણસા પો.સ્ટે. જી.ગાંધીનગર પ્રોહી- ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૯૨૩૦૪૩૫ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(ઈ),૯૮(૨) મુજબ. (૨) જામનગર સીટી બી ડીવીઝન પોસ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ-૦૦૧૧/૨૦૧૧ મુજબ. (૩) માતર પો.સ્ટે. જી.ખેડા પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૪૦૪૦૨૦૦૨૬૫ મુજબ ..

(૨) અજય કાનજીભાઈ જાડેજા(છારા)ની વિરુધ્ધમાં.

(૧) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ -૦૦૭૩/૨૦૧૪ ધી ઈ.પી.કો. કલમ૪૯૮(ક),૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ. (૨) સાબરમતી પોસ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૦૫૯૧ ધી ઈ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ), ૧૧૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

(૩) યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ની વિરૂધ્ધમાં

(૧) એલીસબ્રીજ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૧૪૨૦૮૬૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬ (બી),૮૧ મુજબ. (૨) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૦૦૧૪૬ ધી ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ),૩૨૩,૫૦૬(૧),૧૩૫(૧) મુજબ. (૩) ડભોડા પો.સ્ટે. એન.સી. નં ૦૦૨૨/૨૦૧૮ મુજબ. (૪) સાબરમતી પો.સ્ટે. પ્રોહી-ગુ.ર.ન. ૦૪૫૧/૨૦૧૯ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(ઈ) મુજબ

કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી). (૩) અ.હે.કો.સફીકઅહેમદસીરાજઅહેમદ. (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ (૮) પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ. (૧૦)અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ (બાતમી)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Ahemdabad crime news

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

0 0
Read Time:2 Minute, 13 Second

મંગળવાર રાત્રે સાબરમતી રિવરફ્રન્ડ ઉપરથી સબ ઈન્સ્પેક્ટરની લાશ મળી આવી

અમદાવાદ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લાશ મળી આવી છે. જેમનું નામ જયદિપભાઈ ચંદુભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. અમદાવાદમાં અવનવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ખાસ કરીને પોલીસ સ્ટાફમાંથી થોડા દિવસ પહેલા વાસણાની એક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ આત્મહત્યા કરી હતી. બસ આવો એક બનાવ ગઈકાલ રાત્રે મંગળવારની રાત્રે સબ ઈન્સ્પેક્ટર જયદિપભાઈ ચંદુભાઈ પટેલ. ઉ.29 વર્ષ, નવજીવન એપાર્ટમેન્ટ, પાલડી ખાતે રહે છે. તેમને બિમારીના લીધે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરી લીધી છે. ગાઈ કાલે રાત્રે જયદિપભાઈ ચંદુભાઈ પટેલ મોડી રાત્રે ઘરે પાછા ના આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. અને જ્યા નોકરી કરે છે. ત્યા તેમને તપાસ કરી હતી. પણ તે પોતાની ફરજ પર હતા નહી. તેથી પરીવાર જણા ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યા તેમને એક મેસેજ આવ્યો હતો કે જયદિપભાઈનું બાઈક રીવરફ્રન્ટ પાસે પાર્ક છે. આ વાતની ખબર પડતા જ તેમનો પરિવાર રિવરફ્રન્ટ ખાતે દોડી ગયો હતો. જ્યારે રિવરફ્રન્ડ ખાતે બાઈક મળી આવતા પોલીસે તપાસ કરતા જયદિપભાઈની લાશ મળી હતી. તેથી પરીવાર પર આભફાટી પડ્યુ હતુ. પરિવારના કહેવા પરથી જયદિપભાઈ ઘણા સમયથી બિમાર હતા અને તે થોડા ટેન્શનમાં હતા. તેવુ પરીવાર દ્વારા કહેવામાં આવે છે. પણ પોલીસ તપાસ કરી રહી છે. કે તે હત્યા છે કે આત્મહત્યા તેના પર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

0 0
Read Time:1 Minute, 52 Second

ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી

અમદાવાદ

ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં આખરે પી.આઈ ખાચરએ આગોતરા જામીનની આરજી કરી છે પી.આઈ ખાચર વૈશાલી જોષી આત્મહત્યામાં દુષ્પ્રેરણાનો આરોપ છે. જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યાકરી છે ત્યારથી જ પી.આઈ ખાચર લાપતા છે. થોડા દિવસ પહેલા ડૌ વૈશાલી જોષીએ ક્રાઈમ બ્રાન્ચની અંદરના પોતાને ઈન્જેકશન મારીને પોતાનો જીવ લીધો હતો. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ડો વૈશાલી જોષી અને પી.આઈ ખાચર વચ્ચે સંબંધ હતા. અને ડો વૈશાલી જોષીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના જોડેથી એક ચીઠ્ઠી મળી આવી હતી.

એમાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા.પી.આઈ ખાચર અને વૈશાલી જોષી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંબંધ હતા. અને પણ જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યા કરી છે. અને પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યું છે.

ત્યારથી જ પી.આઈ ખાચર લાપાતા હતા. અને વૈશાલી જોષીના પરીવાર તરફથી પણ પી.આઈ ખાચર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પણ હજુ સુધી પી.આઈ ખાચરની ધરપકડ કરવામાં આવી ન હતી. પણ હવે પી.આઈ ખાચર આજે અચાનક આગોતરા જામીનની અરજી કરી છે સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. હવે જોવાનું એ રહેશે કે પી.આઈને આગોતરા જમીન મળશે કે નહી.

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર બેગમાં લાખો રૂપિયાના દાગીના હતા

0 0
Read Time:2 Minute, 34 Second

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર
બેગમાં લાખો રૂપિયાના દાગીના હતું


અમદાવાદ.


અમદાવાદ ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજર રેલ્વે સ્ટેશનથી બરોડા આવતા ટ્રેનમાં સુઈ ગયા હતા. જ્યારે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ટ્રેન આવી તો તે જાંગી જતા તેમને જોયુ કે તેમના પાસે રહેલુ બ્લૂ કલરનું બેગ ગાયબ હતુ. અને આજુ બાજુમાં તપાસ કરતા બેગના દેખાતા ગંભરાઈ ગયા હતા અને તે બેંગમાં સોનાના દાગીના હતા જેની કિંમત કુલ 2,19,000 લાખ થાય છે. તેમને તરત જ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના વિશે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છે તો આપણે સંપૂર્ણ પણે આપણું અને આપણા સામાનનું ધ્યાન રાખવુ પડે છે. કેમ કે ટ્રેનોમાં કે બસમાં કોણ બેઠું છે તે આપણે ખબર હોતી નથી. અને આપણી નજર ચૂકવીને આપણે જોડે રહેલો સામાન લઈ ફરાર થઈ જાય છે. બસ આવો બનાવ ભૂજમાં રહેતા ક્રિષ્નાબેન જોડે બન્યો છે.
ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજાર રેલ્વે સ્ટેશન પરથી બરોડા આવતા પોતાની સિટ પર બેઠા હતા. તેમની સાથે પોતાનો દિકરો યશ સાથે હતા. ગાંધીધામ આવતા તેમને ઉંધ આવી હતી. તે સુઈ ગયા હતા. જ્યારે ક્રિષ્નાબેન જાગ્યા ત્યારે તેમના પગ જોડે રાખેલું બેગ તેમના જોડે હતુ નહી. તેથી તે આજુબાજુની તપાસ કરતા હતા. પણ બેગ દેખાતી હતી નહી. તેથી આજુ બાજુ તપાસ કરતા કોઈને આ બેગનો ખ્યાલ હતો નહી. અને તે બેગના અદર સોનાના દાગીના હતા. જેમાં મંગળસૂત્ર, બે જોડી સોનાની બુટ્ટી, સોનાનું પેંડલ, સોનાનું ચેન વગેરે જેવી કિંમતી વસ્તુ હતી. જેમાં કુલ મળીને 2, 19,000 લાખ કિંમત થાય છે. તેથી ક્રિષ્નાબેને અજાણ્યા વ્યક્તિ સામે ચોરીને ફરિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

અહેવાલ:: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

મિત્રએ મિત્રનું અપહરણ કરીને 23 હજાર રૂપિયા પડાવ્યા

0 0
Read Time:3 Minute, 19 Second

મિત્રએ મિત્રનું અપહરણ કરીને 23 હજાર રૂપિયા પડાવ્યા
અમદાવાદ


અમદાવાદના વિવેકરાજ ગઢવી તેના મિત્રોનો રાત્રે ફોન આવ્યો હતો. કે તારૂ કામ હોવાથી તું મને મળવા આવ વિવેકરાજ મિત્રને મળવા જતા વિવેકરાજના દોસ્તોએ તેને ગાડીમાં બેસાડીને કહ્યું હતુ કે તુમ અમારી સમાજને બદનામ કેમ કરે છે તેમ કહેતા જ કેડનેપ કરીને તેની પાસેથી 24 હજાર રૂપિયા લીધા હતા.
અમદાવાદ વેજલપુર વિસ્તારમાં વિવેકરાજ ગઢવી જી.એલ.એસ ખાતે અભ્યાસ કરે છે વિવેકરાજના મોબાઈલ ઉપર તેનો મિત્ર પ્રેમ દેસાઈનો સોમવારે સાંજે 7-30 વાંગ્યે ફોન આવ્યો હતો. અને કહ્યુ હતુ કે મારે તારું કામ છે. તું મને વસ્ત્રાપુર મને મળવા આવ વિવેકરાજને કામ હોવાથી તેને ધ્યાન ન આપ્યુ પણ ઉપરા છાપરી ત્રણ ફોન આવી ગયા હોવાથી વિવેકરાજે તરત જ તે અને તેનો દોસ્તે તેના પિતાની કાર લઈને વસ્ત્રાપુર ગયા હતા. ત્યાં પહેલાથી જ મિત્રો પાર્થ દેસાઈ, જૈનીલ દેસાઈ, ટાઈગરભાઈ સનાથલ, દીપ રામપુરા, કૃંષાત દેસાઈ, પ્રેમ દેસાઈ હાજર હતા. વિવેકરાજને કહેવા લાગ્યા હતા કે તારે મારા સમાજતી શું તકલીફ છે. કેમ તું મારા સમાજ વિશે ખરાબ બોલે છે. તેમ કહેતા તેને કારમાં બેસવાનું કહ્યુ હતુ. પણ તેના ના પાડતા જબરદસ્તી કારમાં બેસાડી દેધો હતો. અને ગાલ પર જોરદાર લાફા માર્યા હતા.
જ્યારે વિવેકરાજને ગાડીમાં જબરદસ્તી બેસાડીને વિવેકરાજના મિત્રોએ તેના ટાઈગરભાઈ સનાથલને ફોન કર્યો હતો. અને ટાઈગરભાઈ વિવેકરાજને કહ્યુ હતુ કે તું હમારા સમાજને કેમ ખરાબ બોલે છે. તેવું કહેતા વિવેકરાજને આપણા ખેતરમાં લઈ આવ ત્યારે તેને પતાવી દઈએ. પછી વિવેકરાજને કહ્યુ હતુ કે જો તારે બચવું હોય તો તારે હમને બે લાખ આપવા પડશે.
જેથી વિવેકરાજ ડરી ગયો હતો. તેને તેના મિત્રોને કહ્યુ હતુ કે મારા જોડે આટલા બધા પૈસા નથી. તો તરત જ તેના મોબાઈલમાંથી તરત જ બેંક બેલેન્સ ચેક કરતા તેના ખાતામાં ફક્ત 900 રૂપિયા હતા. પણ તેના જોડે કેન્ટીના રૂપિયા 23 હજાર રૂપિયા હતા. તે લઈન લીધા અને તેના બેંક બેલેન્સમાં રહેલા 900 રૂપિયા હતા તે પણ લઈ લીધા અને તેને પાછો મુકી દોધો અને કહ્યુ કે જો આ વાત તું બીજાને કહીશ તો તેને જાનથી મારી નાખીશ. આ વાતથી વિવેકરાજ ડરી ગયો હતો. અને તેને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ગરીબોને મફત અનાજ આપવાની જગ્યાએ બારોબાર વહેચી દેવાની કૌભાડ બહાર આવ્યું

1 0
Read Time:2 Minute, 29 Second

ગરીબોને મફત અનાજ આપવાની જગ્યાએ બારોબાર વહેચી દેવાની કૌભાડ બહાર આવ્યું

અમદાવાદ

સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ જે બારોબાર વેચી દેવાનો કૌભાડ બહાર આવ્યું છે. કેસરીસિંહ પરમાર ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ગરીબોને અનાજ આપતા નથી. અને બીજાને બારોબાર અનાજ આપીદે છે. અને પોતે મોટો નફો લેતા હોય છે. તેથી પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સરકાર દ્વારા ગરીબોને મફતમાં સૌથી સસ્તુ અનાજ શાકભાજી અને વગેરે વસ્તુઓ મળી રહી તે માટે સરકાર ઘણા બધા પ્રયાસ કરતી હોય છે. પણ સરકારના અમુક લોકો ગરીબનાનામે અનાજની દુકાનો ચલાવતા હોય છે.

જે સરકાર તરફથી મફતમાં અનાજ તો લે છે પણ તે અનાજ ગરીબો સૌથી આવતુ નથી. અને તે બારોબાર પોતાના ફાયદા માટે ઉંચા ભાવમાં વેચી દેવામાં આવે છે. બસ આવુ કૌંભાડ પકડવામાં આવ્યું છે. જે અસલાલીમાં કેસરીસિંહ પરમાર ઉ. 43 તે રહે. બારેજાતે ગરીબોને મફતમાં અનાજ મળી રહી તેની દુકાન ચલાવે છે. પણ તે અનાજ ગરીબોને આપતા નથી. બારોબાર વેચી દેતા હોય છે. અને જે ગરીબો દુકાનમાં અનાજ લેવા આવે છે તેમને કહેવામાં આવે છે. કે અનાજ હજુ આવ્યુ નથી. તેવુ ગ્રાહકોને કહે છે.

પોલીસને જ્યારે આ પ્રકારની માહિતી મળી ત્યારે ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને ત્યાં જઈને જોયું તો ગરીબોનુંજે અનાજ હતુ તે ગરીબોને આપવાની જગ્યાએ પોતાને આર્થિક લાભ મળે તે માટે બીજાને અનાજ આપી દેતા હોય છે. તેથી પી.બી.એમ. અધિનિયમ હેઠળ તેમને ધરપકડ કરવામાં આવી છે. અને તેમને આગળ આવા કેટલા પ્રકારના કૌભાળો કર્યા છે. તેની પોલીસ દ્વારા વિગત લેવામાં આવશે. તેની તપાસ કરશે. અત્યારે તો કેસરસિંહને અટકાયત કરીને જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આખરે પી.આઈ. ખાચર સામે પોલીસ ફરિયાદ

0 0
Read Time:2 Minute, 36 Second

ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં આખરે પી.આઈ. ખાચર સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બહાર ડો વૈશાલી જોષીને ઈન્જેકશન મારી પોતાનો જીવ લીધો હતો. અને સુસાઈડ નોટમાં પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યુ હતુ. પણ પી.આઈ ખાચર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવી નથી. પણ ગુરુવારે સાંજે ડો વૈશાલી જોષીને બહેને પી.આઈ. ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદમાં ડો વૈશાલી જોષી આત્મહત્યા કેસમાં પી.આઈ ખાચર સામે હવે પોલીસ ફરિયાદ કરી છે. ડો. વૈશાલી જોષી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની બહાર તેમને આત્મહત્યા કરી હતી. અને વૈશાલી જોષી પાસે 14 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. તેના અંદર વૈશાલી અને પી.આઈ ખાચરને સંબંધ વિશે વાત કરવામાં આવી હતી. પણ આટલા દિવસ વિતી ગયા હોવા છતા. પણ પી.આઈ ખાચર સામે કોઈ ફરિયાદ નોંધાવી હતી નહી. પણ આજે જ્યારે વૈશાલી જોષીનું અંતિમ વિધી અને બેસણાનું વિધી પતી ગયા પછી વૈશાલી જોષીની બહેન કિંજલ રાવલે ગાયકવાડ હવેલી પોલીસમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જોષી અમદાવાદમાં પી.જીમાં રહેતી હતી. અને એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતી હતી. અને પી.આઈ. ખાચરના સંપર્કમાં હતી. બંન્ને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી મિત્રતા હતી. પણ વૈશાલી જોષીને પરિવાર બંન્ને વચ્ચે મૈત્રતા વિશે અજાણ હતો. અને કઈક કારણ સર વૈશાલી જોષીને પોલીસ સ્ટેશની બહાર આત્મહત્યા કરી નાખી હતી. અને આત્મહત્યાના પાછળ પી.આઈ ખાચર જવાબદાર છે. તે તેની સુસાઈડ નોટમાંથી મળી આવ્યુ હતુ. તેથી સુસાઈડ નોટ અને પી.જી.માં રહેતા તેમના દોસ્તના નિવેદન પર વૈશાલી જોષીની બહેને પી.આઈ ખાચર સામે પોલીસ ફરિયાદ કરી છે. પણ હાલ પી.આઈ ખાચર ફરાર છે. પોલીસ તેમની શોધખોળ ચાલુ છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

વસ્ત્રાપુરમાં બંધ મકાનમાં ચોરે હાથ ફેરો કર્યો

0 0
Read Time:2 Minute, 10 Second

વસ્ત્રાપુરમાં બંધ મકાનમાં ચોરે હાથ ફેરો કર્યો
અમદાવાદ,
અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પરિવાર સંબંધિના ઘરે બરોડા ગયા હતા. ત્યારે તેમના ઘરે ચોર આવ્યો હતો. અને તેમના ઘરમાં રહેલા કિમતી સામાન અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. કુલ કિંમત તેની 93,000 હજાર રૂપિયા થાય છે. અને ઘરનો સમાન વેરવિખેર થઈ ગયો હતો. આ જોતા કમલેશભાઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


વસ્ત્રાપુરમાં રહેતા કમલેશભાઈ રજનીકાન્તભાઈ ડાંગરવાલા ઉ. 64 વર્ષની છે. તેમના ઘરમાં તે અને તેમની પત્ની રહે છે. અને તેમનો છોકરો રૂત્વિક આઠ મહીનાથી બેંગ્લોરમાં નોકરી કરે છે. બરોડામાં તે તેમના પરિવારમાં મરણ પ્રંસગે ગયા હતા. ત્યારે તે 12-03-2024ના જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમનો ઘરનો દરવાજો ઈન્ટરલોક પણ તૂટેલો હતો. અને ઘરની લાઈટો બંધ હતી. જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં ઘર વેર વિખેર હતો. ઘરમાં કિંમતી વસ્તુઓ પણ ગાયબ હતી.


કમલેશભાઈ જ્યારે બરોડાથી ઘરે પાછા ફરીયા ત્યારે ઘરને દરવાજો અને ઘરની અંદરની વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. અને ઘરમાં પડેલા કિંમતી સોનાના દાગાના જેમ કે બે કાનની બુટ્ટી – 02 નંગ, સોનાના પાટલા -04 નંગ, અને ઘરમાં પડેલા રોકડા જેની કિંમત 40,000 હજાર, અને ચાંદીનો જમવાનો સેટ અને લેપટોપ તે ઘરમાંથી ગાયબ હતો. અને આમ કુલ મળીને ટોટલ 93,000 હજારની કિમતી વસ્તુઓ ઘરમાંથી ગાયબ છે. આ જોતા કમલેશભાઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

શિવરંજી ચાર રસ્તા ઉપર અકસ્માત સર્જાયો હતો તેમાં એક્ટિવાચાલક 21 વર્ષિય વિશ્વાનું આજે સવારે મોત પોલીસ કાર ચાલકને બચાવી રહી છે ???

0 0
Read Time:2 Minute, 31 Second

શિવરંજી ચાર રસ્તા ઉપર અકસ્માત સર્જાયો હતો તેમાં એક્ટિવાચાલક 21 વર્ષિય વિશ્વાનું આજે સવારે મોત પોલીસ કાર ચાલકને બચાવી રહી

અમદાવાદ

અમદાવાદમાં આવતી કાલે શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અને કાર ચાલકને પણ ઈજા થઈ હતી. બસ આવા બનાવમાં એક્ટિવાચાલકને ઝાયડસ કેડિલામાં દાખલ કરી હતી. અને તેની ગંભીર ઈજા થઈ હતી. આજ સવારે તેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. અને તેનું મૃત્યુ થયું છે.કાલ સવારે શિવરંજની નજીક એક કાર અને એક્ટિવાચાકલનું અકસ્માત થયો હતો. તેમાં એક્ટિવાચાલક 500 મીટર સુધી ઘસડાઈ હતી. તેનું નામ વિશ્વા ઉ.21ના માથે ગંભીર ઈજા થઈ હતી.

તે એક્ટિવાચાલકને બેભાન અવસ્થામાં તેને તાત્કાલિક નજીકના લોકો એ ફોન કરી ઝાયડસ કેડિલામાં દાખલ કરી હતી. અને આખા શરીરમાં તેને ઈજા પહોંચી હતી. અને તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ સાથે તેને એક્ટિવા ચાલકનું આજ સવારે મોત થયુ છે. અને છતા પોલીસ કાર ચાલક સામે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. વિશ્વા ઉ21 વર્ષ જે.જી ઈન્ટરનેશનલ કોલેજમાં અભ્યાસ કરે છે. ફિઝિયોથેરાપી ડોક્ટરનો ચોથા વર્ષમાં છે. આજ કાલ દિવસે દિવસે ગંભીર અકસ્માત થતા જાય છે. લોકો બેફામ કાર ચલાવતા હોય છે. એ લોકો પોતાનો જીવતો જોખમમાં મુકે છે. પણ બીજા બેકસુર લોકોનો પણ ભોગ લેતા હોય છે. બસ આવો બનાવ કાલે સવારે શિવરંજની ખાતે સવારેમાં થયો હતો. જ્યા કાર અને એક્ટિવા ચાલક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. અને એક્ટિવા ચાલક ગાડીની નીચે આવી ગઈ હતી. અને 500 મીટર સુધી ઘસડાઈ હતી. અને તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે આજુબાજુના લોકો તરત જ મદદ માટે આવી પહોંચ્યા હતા. અને એક્ટિવા ચાલકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

ડૉ. વૈશાલી આપઘાત ઃ સાથીકર્મી, પરિજનોના નિવેદનો લેવાશે, ફોન, ચિઠ્ઠી FSLમાં મોકલાશે

0 0
Read Time:1 Minute, 32 Second

ડૉ. વૈશાલી આપઘાત ઃ સાથીકર્મી, પરિજનોના નિવેદનો લેવાશે, ફોન, ચિઠ્ઠી FSLમાં મોકલાશે

પીઆઇ ખાચર અંતર વધારીને પ્રેમિકાથી દૂર થવા લાગ્યા હતા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પ્રાંગણમાં ડોક્ટર મહિલાએ કરેલા આપઘાત કેસમાં એક બાદ એક ખુલાસા થઇ રહ્યા છે. મહિલા ડોક્ટર અને આર્થિક ગુના નિવારણ શાખાના PI બી. કે. ખાચર વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, PI ખાચરે છેલ્લા કેટલાક સમયથી પ્રેમિકા સાથે અંતર વધારી દેતા તેણે આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે હવે ગાયકવાડ હવેલી પોલીસ ચિઠ્ઠી, મૃતકનો ફોન FSLમાં મોકલી પુરાવા અકત્રિત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરશે. ત્યારે આગામી દિવસોમાં મૃતક જ્યાં રહેતી હતી તે પીજીમાં રહેતા લોકો અને વૈશાલીબેન જે હોસ્પિટલમાં નોકરી કરતા હતા ત્યાંના સાથીકર્મીની સાથે તેમના પરિવારજનોના પણ નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે ઘટના બન્યા બાદ પીઆઇ ખાચર પત્નીની બીમારીનું બહાનું કાઢીને રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %