ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને નજર ચૂકવીને અજાણ્યા વ્યક્તિ બેગ લઈ ફરાર
બેગમાં લાખો રૂપિયાના દાગીના હતું
અમદાવાદ.
અમદાવાદ ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજર રેલ્વે સ્ટેશનથી બરોડા આવતા ટ્રેનમાં સુઈ ગયા હતા. જ્યારે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ટ્રેન આવી તો તે જાંગી જતા તેમને જોયુ કે તેમના પાસે રહેલુ બ્લૂ કલરનું બેગ ગાયબ હતુ. અને આજુ બાજુમાં તપાસ કરતા બેગના દેખાતા ગંભરાઈ ગયા હતા અને તે બેંગમાં સોનાના દાગીના હતા જેની કિંમત કુલ 2,19,000 લાખ થાય છે. તેમને તરત જ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિના વિશે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છે તો આપણે સંપૂર્ણ પણે આપણું અને આપણા સામાનનું ધ્યાન રાખવુ પડે છે. કેમ કે ટ્રેનોમાં કે બસમાં કોણ બેઠું છે તે આપણે ખબર હોતી નથી. અને આપણી નજર ચૂકવીને આપણે જોડે રહેલો સામાન લઈ ફરાર થઈ જાય છે. બસ આવો બનાવ ભૂજમાં રહેતા ક્રિષ્નાબેન જોડે બન્યો છે.
ક્રિષ્નાબેન પ્રજાપતિ અંજાર રેલ્વે સ્ટેશન પરથી બરોડા આવતા પોતાની સિટ પર બેઠા હતા. તેમની સાથે પોતાનો દિકરો યશ સાથે હતા. ગાંધીધામ આવતા તેમને ઉંધ આવી હતી. તે સુઈ ગયા હતા. જ્યારે ક્રિષ્નાબેન જાગ્યા ત્યારે તેમના પગ જોડે રાખેલું બેગ તેમના જોડે હતુ નહી. તેથી તે આજુબાજુની તપાસ કરતા હતા. પણ બેગ દેખાતી હતી નહી. તેથી આજુ બાજુ તપાસ કરતા કોઈને આ બેગનો ખ્યાલ હતો નહી. અને તે બેગના અદર સોનાના દાગીના હતા. જેમાં મંગળસૂત્ર, બે જોડી સોનાની બુટ્ટી, સોનાનું પેંડલ, સોનાનું ચેન વગેરે જેવી કિંમતી વસ્તુ હતી. જેમાં કુલ મળીને 2, 19,000 લાખ કિંમત થાય છે. તેથી ક્રિષ્નાબેને અજાણ્યા વ્યક્તિ સામે ચોરીને ફરિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે
અહેવાલ:: રાહુલ દેસાઈ
Average Rating