વસ્ત્રાપુરમાં બંધ મકાનમાં ચોરે હાથ ફેરો કર્યો

વસ્ત્રાપુરમાં બંધ મકાનમાં ચોરે હાથ ફેરો કર્યો


Read Time:2 Minute, 10 Second

વસ્ત્રાપુરમાં બંધ મકાનમાં ચોરે હાથ ફેરો કર્યો
અમદાવાદ,
અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં પરિવાર સંબંધિના ઘરે બરોડા ગયા હતા. ત્યારે તેમના ઘરે ચોર આવ્યો હતો. અને તેમના ઘરમાં રહેલા કિમતી સામાન અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. કુલ કિંમત તેની 93,000 હજાર રૂપિયા થાય છે. અને ઘરનો સમાન વેરવિખેર થઈ ગયો હતો. આ જોતા કમલેશભાઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


વસ્ત્રાપુરમાં રહેતા કમલેશભાઈ રજનીકાન્તભાઈ ડાંગરવાલા ઉ. 64 વર્ષની છે. તેમના ઘરમાં તે અને તેમની પત્ની રહે છે. અને તેમનો છોકરો રૂત્વિક આઠ મહીનાથી બેંગ્લોરમાં નોકરી કરે છે. બરોડામાં તે તેમના પરિવારમાં મરણ પ્રંસગે ગયા હતા. ત્યારે તે 12-03-2024ના જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમનો ઘરનો દરવાજો ઈન્ટરલોક પણ તૂટેલો હતો. અને ઘરની લાઈટો બંધ હતી. જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં ઘર વેર વિખેર હતો. ઘરમાં કિંમતી વસ્તુઓ પણ ગાયબ હતી.


કમલેશભાઈ જ્યારે બરોડાથી ઘરે પાછા ફરીયા ત્યારે ઘરને દરવાજો અને ઘરની અંદરની વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. અને ઘરમાં પડેલા કિંમતી સોનાના દાગાના જેમ કે બે કાનની બુટ્ટી – 02 નંગ, સોનાના પાટલા -04 નંગ, અને ઘરમાં પડેલા રોકડા જેની કિંમત 40,000 હજાર, અને ચાંદીનો જમવાનો સેટ અને લેપટોપ તે ઘરમાંથી ગાયબ હતો. અને આમ કુલ મળીને ટોટલ 93,000 હજારની કિમતી વસ્તુઓ ઘરમાંથી ગાયબ છે. આ જોતા કમલેશભાઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું હિટ એન્ડ રનમાં મોત કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર Previous post વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું હિટ એન્ડ રનમાં મોત કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર
અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી Next post અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી