ગાંધીનગરમાં વીએચપી, બજંરગ દળ અને પોલીસ વચ્ચે ગરબાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવતા ગરબા પણ કાલે તિલક લગાવાને કારણે ગરબામાં બબાલ થઈ ગઈ હતી. પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે બબાલ થઈ હતી.
ગુજરાતમાં ગરબાનો તહેવાર ચાલી રહ્યો છે. તેવામાં સમગ્ર ગુજરાતમાંથી લોકો રાત્રે મન મુકેને ગરબા ગાતા હોય છે. અને ગરબામાં કોઈ પણ પ્રકારની અજુકતુ ન બને તે માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. સાદા કપડામાં પણ પોલીસ હાજર હોય છે. જેથી લોકો ગરબા સારી રીતે રમી શકે. તેવામાં ગાંધીનગર ખાતે સરગાસણમાં એક દિવસનું ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં ખેલૈયાઓ ગરબા રમવા ત્યા પહોંચી ગયા હતા.
ત્યારે ગાંધીનગરમાં સરગાસણમાં ગરબા રમવા ખેલૈયાઓ જ્યારે એન્ટ્રી લેતા હતા. ત્યારે તેમના માથા ઉપર તિલક કરવામાં આવ્યુ હતુ. તે ફરજીયાત હતુ. જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પોલીસને તિલક લગાવતા હતા.ત્યારે બંન્ને વચ્ચ ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને પક્ષ એક બીજાની સામે આવી ગયા હતા. અને મામલો વધારે ઉગ્ર બન્યો હતો.
આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે બબાલ થઈ હતી. તેવામાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે પડ્યા હતા. અને ખેલૈયાઓ વચ્ચે તકરાર થઈ હતી. તેવામાં ગરબા રમતા ખેલૈયાઓનો વીડિયો ઉતારતા હતા. તેને લઈને પણ બબાલ થઈ હતી.
જ્યારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ જ્યારે તિલક કરવા ગયા ત્યારે વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ હતુ. અને બંન્ને બબાલ થતા પોલીસે કર્મચારીઓએ લાઠી ચાર્ચ કર્યુ હતુ.
Average Rating