ડો વિશાલી જોષી કેસમાં પી.આઈ.ખાચરે આગોતરા જામીનની અરજી કરી
અમદાવાદ
ડો. વૈશાલી જોષી આપઘાત કેસમાં આખરે પી.આઈ ખાચરએ આગોતરા જામીનની આરજી કરી છે પી.આઈ ખાચર વૈશાલી જોષી આત્મહત્યામાં દુષ્પ્રેરણાનો આરોપ છે. જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યાકરી છે ત્યારથી જ પી.આઈ ખાચર લાપતા છે. થોડા દિવસ પહેલા ડૌ વૈશાલી જોષીએ ક્રાઈમ બ્રાન્ચની અંદરના પોતાને ઈન્જેકશન મારીને પોતાનો જીવ લીધો હતો. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ડો વૈશાલી જોષી અને પી.આઈ ખાચર વચ્ચે સંબંધ હતા. અને ડો વૈશાલી જોષીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના જોડેથી એક ચીઠ્ઠી મળી આવી હતી.
એમાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા.પી.આઈ ખાચર અને વૈશાલી જોષી વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સંબંધ હતા. અને પણ જ્યારથી વૈશાલી જોષીએ આત્મહત્યા કરી છે. અને પી.આઈ ખાચરનું નામ બહાર આવ્યું છે.
ત્યારથી જ પી.આઈ ખાચર લાપાતા હતા. અને વૈશાલી જોષીના પરીવાર તરફથી પણ પી.આઈ ખાચર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પણ હજુ સુધી પી.આઈ ખાચરની ધરપકડ કરવામાં આવી ન હતી. પણ હવે પી.આઈ ખાચર આજે અચાનક આગોતરા જામીનની અરજી કરી છે સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. હવે જોવાનું એ રહેશે કે પી.આઈને આગોતરા જમીન મળશે કે નહી.
અહેવાલ:: રાહુલ દેસાઈ
Average Rating