12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશના આપતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો
– પાસ હોવા છતા પ્રવેશ ના આપતા પોલીસ બોલાવાની ફરજ પડી
અમદાવાદ
અમદાવાદમાં ગરબાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યુ છે. તેવામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યુ છે. તેવામાં સાયન્સ સીટી ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેવામાં કાલે ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા. ત્યારે 12 વર્ષના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને લોકોમાં ગુસ્સો જોતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
જે દિવસથી નવરાત્રિઓ ચાલુ થઈ છે. તેવામાં ગુજરાતમાં અમૂક જગ્યા પર લોકોમાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલા સાયન્સ સીટી રોડ પર મધુબન પાર્ટી પ્લોટમાં લોકોનો રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે લોકો ગરબા રમવા આવ્યા ત્યારે 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો.
ત્યારે ખેલૈયાઓનું કહેવુ છે. કે અમે અહી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા. અમારા બાળકોના પણ પાસ છે. તેવામાં જ્યારે આજે અમે ગરબા રમવા આવ્યા ત્યારે આયોજકોએ પાસ હોવા છતા 12 વર્ષથી નાના બાળકોને પ્રવેશના આપ્યો હતો. આયોજક ઉપર એક્શન લેવાની વાત કરી હતી. અને પોલીસને પણ બોલાવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાની કોશિક કરી રહ્યા હતા. પણ આયોજકોએ કહ્યુ હતુ. કે ગરબાતો નિયમ પ્રમાણે જ થશે.
થોડા દિવસ પહેલા જ આ પાર્ટી પ્લોયમાં 3 દિવસ પહેલા જ નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પણ અચાનક આ ફેસલો બદલીને કહેવામાં આવ્યુ કે 12 વર્ષથી નીચેનાના બાળકોને પ્રવેશ આપવામાં નહી આવે તેવામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યાના ખેલૈયાઓએ કહ્યુ હતુ. કે આ આયોજકોનો ખોટો નિર્ણય છે. નાના બાળકોને પ્રવેશ જ આપવો જોઈએ. જેથી કરીને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
Average Rating