એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારી નો વીડિયો ફરતો થયો
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસ કર્મી અને વાહન ચાલક સામે મારામારીનો વિડીયો બાહર આવ્યો છે. પાર્કિગને લઈને માથાકૂટ થઈ હતી. અને પોલીસ દ્વારા 5 હજાર રૂપિયા માગવાનો વિડીયો બહાર આવ્યો હતો. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે પોલીસ કર્મી અને વાહન ચાલક મારામારી વિડીયો બહાર આવ્યો હતો. અને ઓનલાઈન મેમો આપવાની માથાકુટ હતી. અને પોલીસ દ્વારા 5 હજાર માંગવાની વાત વિડીયો પર માંગતો જોવા મળી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા સમગ્ર ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર મામલો 4 જાન્યુઆરીનો છે. આ સમગ્ર મામલો પોલીસ દ્વારા તપાસ કરાવામાં આવશે અને તેની સામે જે ગુનેગાર હશે. તેને સખત કાયદેસરની કાર્યવાહી થશે.પોલીસે પણ ગુનો નોંધ્યો છે. ગીરીશ પટેલ, મનીષ પટેલ પ્રિન્સ પટેલ સામે ફરીયાદ નોંધાવી છે. અને જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારી ફરિયાદી બન્યા છે,આમ પણ એયરપોર્ટ રોડ પર લોકો ગમે ત્યાં અને ગમે તે રીતે વાહન પાર્ક કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે પોલીસ તેમની ફરજ બજાવે છે અને આવા લોકો પોતાની જાતને હોશિયાર માની અન્યને નુકસાન પહોંચાડે છે.