Categories
Amadavad

નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

Views: 15
1 0

Read Time:3 Minute, 28 Second

☝️☝️નિકોલમાંથી વેપારીનું અપહરણ કરનાર પોલીસે ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ્યો

નિકોલમાં ધંધાકીય અદાવતમાં છ શખ્સોએ વેપારીનું BMW કારમાં અપહરણ કરીને રૂ.૩.૮૫ લાખની લૂંટ ચલાવી મારી માર્યો હતો. સુરતની કંપનીમાંથી નોકરી છોડ્યા બાદ અન્ય કંપનીમાં નોકરી પર લાગ્યો તેની અદાવત રાખીને વેપારી માલ ડિલિવરી આપીને ઘરે પરત જતોહતો તે સમયે બે બાઈક અને એક BMW કારચાલક આવ્યા અને વેપારીને માર મારીને BMW ગાડીમાં ગોંધી નીકળી ગયા હતા.

આ મામલે પોલીસે ૬ આરોપીની ધરપકડ કરીને તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
નિકોલમાં કૃષ્ણધામ સોસાયટીમાં સંજય બાલધા (ઉ.વ.૪૯) પરિવાર સાથે રહે છે. સુરતની ખાનગી કંપનીમાં ફ્રેન્ચાઈઝી લઈને ધંધો કરે છે. બુધવારે સંજય ધંધાના કામ અર્થે નીકળ્યા હતા. થોડા વર્ષ અગાઉ સંજય સુરતની જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીમાં બીજા બે માણસોની નિમણૂક તેમના જ વિસ્તારમાં કરવા આવી હતી. તેથી સંજયને ધંધામાં તકલીફ પડી રહી હતી. તેથી તેને નોકરી છોડી દીધી હતી. બીજી તરફ જૂની કંપનીની ગાડી સંજય પાસે હતી પરંતુ તેના હપતા તેઓ રેગ્યુલર ભરપાઈ કરતા હતા તેમ છતાંય અદાવત રાખીને સુરતના ચેતન ધાનાણીએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. અને તેની સાથે રાખેલા રોકડા પણ લઈ લીધા હતા.
બુધવારે સંજય તેમની કંપનીનો માલ-સામાન વેચીને ઘરે જવા નીકળતા હતા તે સમયે સાંજે નિકોલમાં આવેલી એક સોસાયટીની બહાર ત્રણ વ્યક્તિ આવ્યા હતો. જેમાં દિવ્યાંગ ખોખરિયા અને ચેતન ધાનાણી હતા. દિવ્યાંગે સંજયને લાફો મારીને ટેમ્પામાંથી ઉતારી દીધા હતા.

આ દરમિયાન ચેતન અને અક્ષય બન્નેએ ભેગા મળીને સંજયને બળજબરીપૂર્વક BMW ગાડીમાં બેસાડી દીધા હતો. ગાંધીનગરમાં રહેતો શખ્સ સંજયને ગાળો બોલવા લાગ્યો હતો. ગાડીમાં બેસાડ્યા બાદ પાછળની સીટમાં યશ ભટ્ટ અને ચેતન ધાનાણી અને ડ્રાઈવર સીટ પર ભાવિન જે સુરતના રહેવાસી છે તેણે સંજયનું અપહરણ કરીને તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 1.20 લાખ અને તેમના ટેમ્પામાં રહેલો સામાન આશરે રૂ. ૩૫ હજાર અને ટેમ્પો એમ કુલ મળીને ૩.૮૫ લાખની લૂંટ ચલાવીને સંજયને ખોડિયારનગર ચાર રસ્તા પાસે નીચે ઉતારી દીધો હતો. બાદમાં સંજયે પોલીસે ફોન કરી સંપૂર્ણ હકીકત જાણ પોલીસને કરી હતી. અને પોલીસે ગણતરી કલાકોમાં છ આરોપીને ચેતન ધાનાણી (રહે. સુરત), અક્ષય ડોબરિયા, દિવ્યાંગ ખોખરિયા (રહે. ન્યૂ રાણીપ), યશ ભટ્ટ (રહે. ગાંધીનગર), ભાવિન (રહે. સુરત) અને સંદીપ ભટ્ટ (રહે. ગાંધીનગર) ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *