ફ્રુટની લારી લઇ અલગ અલગ વિસ્તારોમાં ફરી બંધ મકાનોની રેકી કરી રાત્રે ધરફોડ ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧.
અમદાવાદ ના નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના ની ગંભીરતાને ધ્યાને રાખી બનાવવાળી જગ્યાના તેમજ આજુબાજુના તથા રૂટ ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ તપાસેલ જે સી.સી.ટી.વી. ફુટેજમાં મોડી રાત્રીના સમયે એક લીલા કલરની પીળા હુડવાળી ઓટો રીક્ષા લઇ આવેલ ત્રણ ઇસમો કે જેણે પોતાના મોઢે કપડુ બાંધેલ હોય જે ત્રણેય ઇસમો જીવનદિપ સોસાયટી ખાતેના બંધ મકાનમાંથી ચોરી કરતા હોવાનુ જણાયેલ જે સી.સી.ટી.વી. ફુટેજમાં જણાયેલ આ ઓટો રીક્ષા લઇ આવેલ ત્રણ ઇસમોની ભાળ મેળવી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા માંટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ને બાતમી આધારે રાત્રી દરમિયાન નારણપુરા જીવનધિ સોસાયટીના બંધ મકાનમાંથી સોનાના દાગીના તેમજ ચાંદિની વસ્તુઓ તેમજ રોકડા રૂપીયા તેમજ કેટલીક અન્ય ઇલેકટ્રીક વસ્તુઓની ઘરફોડ ચોરી કરનાર આરોપી નં.
(૧) ધર્મેશ ઉર્ફે જુગો સ/ઓફ ચંદ્રકાંતભાઇ ભાઇલાલભાઇ પ્રજાપતી
(૨) વિજય સ/ઓ કિશોરભાઇ વરુભાઇ દંતાણી તથા
(૩) જયેશ ઉર્ફે બૂડીયો સ/ઓ રૂપસીંગ જાદવભાઇ દાતણીયા
ને ગુનો આચરતી વખતે ઉપયોગમાં લિધેલ રીક્ષા સાથે પકડી પાડી નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ધરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧ ના પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :- (૧) ધર્મેશ ઉર્ફે જુગો સ/ઓફ ચંદ્રકાંતભાઇ ભાઇલાલભાઇ પ્રજાપતી ઉ.વ.૩૨ રહે.મ.નં.૭૦૯ બ્લોક નં.૨૩ ગણેશ આવાસ યોજના, ઓડાના મકાન, ભાઠા ગામ, વાસણા. અમદાવાદ
(૨) વિજય સ/ઓ કિશોરભાઇ વરુભાઇ દંતાણી ઉ.વ.૨૫ રહે.મ.નં.૪૯ બ્લોક નં.૦૨ ગણેશ આવાસ યોજના ઓડાના મકાન ભાઠા ગામ વાસણા અમદાવાદ શહેર તથા
(૩) જયેશ ઉર્ફે બડીયો સ/ઓ રૂપસીંગ જાદવભાઇ દાતણીયા ઉ.વ.૩૦ રહે.મ.નં.૪૭૩ બ્લોક નં-૧૫, દુધેશ્વર ઓડાના મકાન માધુપુરા અમદાવાદ.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ – સિલ્વર ધાતુના બ્લ્યૂ સિક્કા નંગ-૧૫ કુલ્લે કિ.રૂ.૩૪૫૩ તેમજ મોબાઇલ ફોન નંગ-૩ કુલ્લે કિ.રૂ.૧૨૦૦′-તથા ગુનામાં વપરાયેલ ઉપરોક્ત ઓટો રીક્ષા કિ.રૂ.૧,૦૦૦/- જે તમામ મળી કુલ્લે કિ.રૂ.૧,૨૫,૪૫૩/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
Ripotar :: lalji dabhi
Average Rating