Read Time:51 Second
અમદાવાદમાં કરણી સેનાના રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ક્ષત્રિય આગેવાનની અપીલ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરીને વાનમાં બેસાડતી વખતે પોલીસકર્મીએ તેમની પાઘડી ઉછાળી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ અંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, “આ કૃત્યમાં જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા માટે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરૂ છું.” પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા રાજ શેખાવતે ગુસ્સે થઈને બૂમાબૂમ કરી છે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)