Categories
Amadavad

AMC દ્વારા AI સોફ્ટવેરના મારફતે જાહેર રસ્તા ઉપર થૂંકવુ કે રોગ સાઈડમાંથી આવવું તો તરત જ મેમો આપવામાં આવશે

Views: 26
0 0

Read Time:2 Minute, 26 Second

AMC દ્વારા AI સોફ્ટવેરના મારફતે જાહેર રસ્તા ઉપર થૂંકવુ કે રોગ સાઈડમાંથી આવવું તો તરત જ મેમો આપવામાં આવશે

5000 હજાર સીસીટીવી કેમેરામાં AI સોફ્ટવેર નાખવામાં આવશે

અમદાવાદ

અમદાવાદમાં હવે જાહેર રસ્તાં ઉપર થૂંકવુ, કે બીઆરટીએસમાં વાહન ચલાવવું તો તરત જ મેમો આપવામાં આવશે. AMC દ્વારા હવે AIની મારફતે તમામ રસ્તાઓ ઉપર નજર રાખવામાં આવશે. અમદાવાદમાં ઘણા લોકો રસ્તા ઉપર ચાલુ બાઈકે રોડ ઉપર થૂંકતા હોય છે. બીઆરટીસીમાં પોતાનું વાહન ચલાવતા હોય છે. હવે તે લોકો સાવધાન થઈ જાવ કેમ કે એએમસી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

AMC દ્વારા હવે અમદાવાદમાં 5000 કરતા વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સીસીટીવી કેમેરામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવશે. તેના થકી અમદાવાદના દરેક રસ્તા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. અને જે લોકો નિયમનો ભંગ કરશે. તેને મેમો આપવામાં આપવામાં આવશે.

જેમ કે બીઆરટીએસની અંદર વાહન ચલાવવું, જાહેર રસ્તા ઉપર થૂંકવુ, કે રખડતા ઢોર રસ્તા ઉપર ફરતા હોય તેવા બનાવમાં મેમો આપવામાં આવશે.એ.એમ.સી દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. આ સોફટવેર ચાર મહિનામાં શરૂ કરી દેવામાં આવશે.

અને અમદાવાદના તમામ સીસીટીવી કેમેરામાં પ્રોગ્રામ નાખી દેવામાં આવશે. અત્યાર સુધીમાં તો ફક્ત લાલ સિગ્નલ ભંગ થાય તો જ મેમો આપવામાં આવતો હતો. પણ હવે નવા સોફ્ટવેરથી તમામ પ્રકારના નિયમોનું ઉલ્લગન થશે. તો તેને મેમો આપવામાં આવશે.આ નવા સોફ્ટવેરની ટેન્ડરની પ્રક્રિયા હવે સંપૂર્ણ પણે પૂરી કરી દેવામાં આવી છે. હવે સ્માર્ટસિટીમાં 5000 હજારથી વધારે સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવશે. અને તેના થકી હવે જે નિયમ ભંગ કરશે તો એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *