bookmyshow પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું ફરી વેચાણ શરૂ
:અમદાવાદઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને વધુ એક અજુગતી બાબત સામે આવી છે. થોડા દિવસ અગાઉ bookmyshow પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી. ગઈકાલે સાંજથી ફરી bookmyshow પર ટિકિટ બુકિંગ માટેના 6500 અને 25000ના બે સ્લોટ ખુલ્લા બતાવી રહ્યા છે, એટલે કે જે લોકો આ કોન્સર્ટંમાં જવા ઈચ્છતા હોય તેઓ આ બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરીને કોન્સર્ટની મજા માણી શકે છે.જોકે આ કોન્સર્ટને લઈને અગાઉ અનેક પ્રકારના વિવાદ સર્જાઈ ચૂક્યા છે. ટિકિટ વેચાણ કરતાં પ્લેટફોર્મ bookmyshow દ્વારા કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને પાર્કિંગ માટે સુવિધા મળશે નહિ એવું જણાવાયું હતું. જોકે, બીજી તરફ આ બ્રિટિશ બેન્ડની પબ્લિક રિલેશન કંપનીએ એવું જાહેર કર્યું હતું કે, જે લોકો પોતાના ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર વાહન લાવવાનું ઇચ્છે છે, તેમના માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર સ્થળ નજીકના નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટેડિયમ પર સાઇટ પર કોઈ પાર્કિંગ ઉપલબ્ધ નથી, પરંતુ કોન્સર્ટમાં હાજરી આપનારા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવશે. ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન મારફતે તેમના પાર્કિંગ સ્લોટ બુક કરશે, તેઓ માટે સ્ટેડિયમ સુધી જવા માટે મફત શટલ સેવાનું પણ આયોજન કરાયું છે. ઓફિશિયલ માહિતી છે જેમાં ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર તમારું પાર્કિંગ બુક કરવાની લિંક પણ શામેલ છે. 11 જાન્યુઆરીએ બુકમાય શો લાઇવના અધિકૃત સોશિયલ મીડિયા ચેનલ્સ પર શેર કરવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા તમામ લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ પોતાનું પાર્કિંગ બુક કરી લે.અઠવાડિયા અગાઉ bookmyshow પરથી પેઈજ જ ગાયબ હતુંતદુપરાંત અઠવાડિયા અગાઉ જ bookmyshow પર આ કોન્સર્ટને લગતી માહિતીનું પેજ જ ગાયબ થઈ ગયું હતું. શોની તમામ માહિતી જ ડિલિટ થઈ ગઈ હતી. ત્યારે શોના 10 દિવસ અગાઉ bookmyshow પર ટિકિટ બુકિંગ શરૂ બતાવતાં લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આ કોન્સર્ટમાં જવું કે ન જવું? ટિકિટ બુક કરવી કે ન કરવી?
Average Rating