વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું હિટ એન્ડ રનમાં મોત કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર
અમદાવાદ
અમદાવાદમાં સવારે વસ્ત્રાલમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલા નો હિટ એન્ડ રનમાં મોત થયું છે. જ્યારે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.અજકાલ હિટ રનના કેસ ખૂબ જ વધી ગયા છે. જ્યારે વાહન ચાલકોમાં કોઈ ભયનો માહોલ હોયના તેવુ લાગી રહ્યુ છે. ગમે તે ગમતે સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. વધારે પડતા તો કાર ચાલકોમાં વધારે જોવા મળતા હોય છે. બસ આવો એક બનાવ અમદાવાદમાં વિસ્તારમાં વસ્ત્રાલ રતનપુર ગામમાં મેટ્રોનો પીલર નંબર 163 પર આજે સવારે 63 વર્ષિની મહિલા જેનું નામ ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડીયા ઘરની બહાર કામ શાક લેવા માટે નિકળ્યા હતા.. ત્યારે પૂર ઝડપી આવતી કારે મહિલાને અડફેટે લેતા મહિલા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.અમદાવાદમાં રતનપુર ગામમાં 63 વર્ષિય મહિલાનું ઘરમાં શાક લેવા જતા ત્યારે અચાનક કાર ચાલક પૂર ઝડપે મેટ્રો પીલર નંબર 163 રતનપુર ગામમાં માંથી પસાર થતો હતો. અને ત્યા 63 વર્ષિય મહિલાનું અડફેટે લઈ લેતા 63 વર્ષિય મહિલાનું ઘટના સ્થળે મોત થયુ હતુ. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને અગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ